મુલ્લાનપુર: IPL 2025 ની આજે 31 મી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ ન્યુ ચંડીગઢમાં રમાઈ રહી છે. આ મેચમાં હોમ ગ્રાઉન્ડ ટીમ PBKS એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રેયસ અય્યર પંજાબનું નેતૃત્વ કરી રહી છે, જ્યારે અજિંક્ય રહાણે KKR ની કમાન સંભાળી રહયા છે.
Inevitable. pic.twitter.com/9KMEVaifiD https://t.co/ZIWcOoiwWR
— KolkataKnightRiders (@KKRiders) April 15, 2025
5 ઓવરની અંદર 3 મોટી વિકેટ
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલ પંજાબની ઓપનિંગ જોડી ગઈ મેચની જેમ ટીમને સારી શરૂઆત આપવી શકી નહીં. ચેન્નાઈ સુપ્તર કિંગ્સ સામેની પાછલી મેચમાં પ્રિયાંશે 39 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ આજે ચોથી ઓવરના ત્રીજા બોલ પર હરક્ષિત રાણાનો શિકાર બન્યો અને 12 બોલમાં 22 રન બનાવી પવેલીયન ફર્યો. આ ઝટકામાંથી પંજાબની ટીમ ઉભરે તે પહેલા આ જ ઓવરના ચોથા બોલ પર PBKS ના કેપ્ટન અય્યર 2 બોલ રમી શૂન્ય પર રમનદીપના હાથે કેચ થમાવી બેઠા. ત્યારબાદ જોસ ઇંગ્લિસ (2) મેચની પાંચમી ઓવરના ચોથા બોલ પર વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.
2 Overs. 3 Strikes. Pure Knight Magic. 🔥🎯 pic.twitter.com/I3jUEWBBRf
— KolkataKnightRiders (@KKRiders) April 15, 2025
પંજાબની ત્રણ મોટી વિકેટ પાંચ ઓવરની અંદર વિખેરાઈ જતાં પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતાના જમણા હાથના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ PBKS ના બેટ્સમેનોના પરસેવા પડી નાંખ્યા. ત્રણ વિકેટમાં બે વિકેટ હર્ષિત રાણાએ ઝડપી અને 1 વિકેટ વરુણના નામે નોંધાઈ.

એક બોલર અને એક જ બેટ્સમેન ત્રણ વિકેટ ઝડપી:
પ્રભસીમરન પંજાબ કિંગ્સની કથડી હાલત સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , એવામાં છઠ્ઠી ઓવરમાં ફરી હર્ષિત રાણાનો શિકાર બન્યો અને પંજાબના સ્કોરબોર્ડમાં 15 બોલમાં 30 રન ઉમેરીને પવેલીયન ફર્યો. તો આ રીતે પંજાબનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય KKR ના બોલરોએ ખોટો સાબિત ગણાવ્યો.
Catch in the deep? Call Ramandeep 📞😉 pic.twitter.com/48fMRGnkgt
— KolkataKnightRiders (@KKRiders) April 15, 2025
ખાસ વાત એ છે કે પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન અને શ્રેયસ અય્યર આ ત્રણેય મોટી વિકેટ હર્ષિત રાણાએ લીધી અને આ ત્રણેય ખેલાડીઓના કેચ આઉટ થયા જેને રમનદીપે પકડ્યા. જે દરેક મેચમાં જોવા મળતું નથી.
હાલનો સ્કોર:
આ પણ વાંચો: