અમદાવાદ: 3 જુન, મંગળવારના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઈનલ મેચ રમાઈ જેમાં આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગને એક નવો ટાઇટલ વિજેતા મળ્યો. IPL 2025 ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રને હરાવી 18 વર્ષ બાદ ટ્રોફી જીતી.
પંજાબની ટીમ આની પહેલા 2014 માં પહેલીવાર ફાઈનલમાં જગ્યા બનાવી શક્યું હતું. એ દિવસ એટલા માટે યાદગાર હતો કારણ કે પંજાબ માટે 2014 માં તેના એક બેટ્સમેન દ્વારા ફાઈનલમાં સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ બનોવ્યો હતો. IPL ના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતુ કે , ફાઇનલમાં કોઈ ખેલાડીએ સદી ફટકારી હોય. આ એકમાત્ર સિધ્ઘી ભારતીય ટીમના અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાના નામે છે.

IPL 2014: રિદ્ધિમાન સાહા (KXIP અત્યારની PBKS ટીમ)
કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની IPL 2014ની ફાઈનલ મેચમાં KKR એ ટોસ જીતી KXIP ને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું. તે સમયના વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ અને મનન વોહરા પંજાબ તરફથી ઓપન કરવા મેદાનમાં ઉતર્યા. પરંતુ આ ભાગીદારી લાંબી ટકી શકી નહીં અને ચોથી ઓવરમાં જ પંજાબને મોટો ઝટકો લાગ્યો જ્યારે સહેવાગ 7 રન બનાવીને કેચઆઉટ થઈ ગયા. ત્યારબાદ છઠ્ઠી ઓવરમાં પંજાબને ઝડપથી જ જોર્જ બેલીના નામે બીજો ઝટકો લાગ્યો.
અહીંયાથી મેચમાં વળાંક આવ્યો અને રિદ્ધિમાન સાહા મેદાન પર આવ્યા. મનન વોહરા સાથે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રિદ્ધિમાન સાહાએ રાત રોશન કરી દીધી. તેણે IPL 2014 ની ફાઇનલમાં KKR સામે ધમાકેદાર સદી ફટકારી હતી અને IPL ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો.
સાહાએ માત્ર 55 બોલમાં 10 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 115 રન બનાવ્યા, અને વોહરાએ 52 બોલમાં 67 રનની ઈનિંગ રમી. જેનાથી KXIP ને 20 ઓવરમાં સ્પર્ધાત્મક 199/4 રનનો સ્કોર કરવામાં મદદ મળી. જોકે રિદ્ધિમાન સાહાની આ મહત્વપૂર્ણ ઈનિંગ વ્યર્થ ગઈ, કારણ કે પંજાબ આ મેચ હારી ગયું અને IPL ખિતાબ જીતવાની તક ચુકી ગયું.

ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સે આપેલ 199 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલ KKR ની બંને ઓપનિંગ જોડી રોબિન ઉથપ્પા અને ગૌતમ ગંભીર કોઈ ખાસ કમાલ કરી શક્યા નહીં. ત્યારબાદ મનીષ પાંડે જે 50 બોલમાં 94 રનની ધમાકેદાર ઇનિંગ રમી, તેનાથી KKR એ તેમનો બીજો IPL ખિતાબ જીતવામાં મદદ મળી. પરંતુ રિદ્ધિમાન સાહાએ એક અનોખો રેકોર્ડ પોતાને નામ કરી લીધો.
અત્યાર સુધી રિદ્ધિમાન સાહા એકમાત્ર ભારતીય છે જેમના નામે IPL નો આ રેકોર્ડ નોંધાયેલ છે. આ ઉપરાંત અન્ય એક જ વિદેશી ખેલાડે છે જેણે IPL ની ફાઈનલ મેચમાં સદી ફટકારી.
શેન વોટસન (CSK) - 2018 માં SRH સામે 117*
તેઓ IPLના ઇતિહાસમાં ફાઇનલમાં સદી ફટકારનાર બીજા ખેલાડી હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા, વોટસને 2018 માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 117 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. વોટસનની સદીના આધારે, CSK એ 9 બોલ બાકી રહેતા 179 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને ચોથો IPL ખિતાબ જીત્યો.
આ પણ વાંચો: