અમદાવાદ : ઓપરેશન સિંદૂર બાદ ફરી શરુ થયેલ IPL 2025 એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સ શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 રનથી હારતા ગુજરાતના લાખો ક્રિકેટ ફેન્સ નિરાશ થયા હતા. નવા આયોજન બાદ હવે IPL 202ની ક્વોલિફાયર - 2 અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
ક્વોલિફાયર-2 ના વિજેતાનો મુકાબલો ફાઇનલમાં ક્વોલિફાયર-1 ના વિજેતા સામે થશે. આ સિઝનમાં, પંજાબ કિંગ્સ લીગ સ્ટેજમાં 21 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે RCB પણ 21 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું હતું. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ક્વોલિફાયર-2 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે.

PBKS vs MI મેચમાં વરસાદનો ખતરો
1 જુન, રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સન આમને- સામને જોવા મળશએ. આ દરમિયાન આજે (31 મે) સાંજના સાત વાગ્યા સુધીમાં પીચ પર કવર ઢાંકેલા છે. આજે અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહ્યું અને સાંજના સમયે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વરસાદી છાંટા પણ જોવા મળ્યા. આવામાં મેચ દરમિયાન વરસાદનો ખતરો લાગી રહ્યો છે.

જો ક્વોલિફાયર-2 મેચ રદ થાય તો ફાઇનલ મેચ કોણ રમશે?
IPLના નિયમો અનુસાર, જો ક્વોલિફાયર-2 મેચ વરસાદ કે અન્ય કોઈ કારણોસર રદ થાય છે અને રિઝર્વ ડે પર પણ મેચ શક્ય નથી, તો લીગ સ્ટેજમાં વધુ સારી રેન્કિંગ ધરાવતી ટીમને ફાઇનલમાં સ્થાન મળે છે. આ કિસ્સામાં, લીગ સ્ટેજમાં 21 પોઈન્ટ અને સારા નેટ રન રેટ (+0.376) સાથે પ્રથમ સ્થાને રહેનાર પંજાબ કિંગ્સ ફાઇનલમાં પ્રવેશ કરશે. આનો અર્થ એ થયો કે પંજાબ કિંગ્સ ફાઇનલમાં RCB સામે રમશે.

પરિણામ મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ:
પંજાબ કિંગ્સ અને મુબઈ વચ્ચેની આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આવી સ્થિતિમાં, આ મેચનું પરિણામ કોઈપણ કિંમતે મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેના માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો મેચ મેચના દિવસે પૂર્ણ ન થાય તો મેચ બીજા દિવસે પણ રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાંથી રોકાઈ હતી ત્યાંથી ફરી શરૂ થશે. જોકે, મેચનું પરિણામ નક્કી કરવા માટે ઓછામાં ઓછી 5 ઓવર રમવી આવશ્યક છે.

આ પણ વાંચો: