ETV Bharat / sports

MI ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાતની ખેલાડીને આપી ખાસ ભેટ, જુઓ વિડીયો - HARDIK PANDYA GIFTED HIS BAT

IPL 2025 દરમિયાન ભારતીય પુરુષ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને MI ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાતની આ ખેલાડીને બેટ ભેટમાં આપ્યું.

MI ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાતની ખેલાડીને આપી ખાસ ભેટ
MI ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાતની ખેલાડીને આપી ખાસ ભેટ (AP)
author img

By ETV Bharat Sports Team

Published : April 13, 2025 at 5:29 PM IST

2 Min Read

દિલ્હી: IPL 2025 દરમિયાન હાર્દિક પંડ્યાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણે એક ભારતીય મહિલા ક્રિકેટર અને ગુજરાત જાયન્ટ્સની ખેલાડીને એક ખાસ ભેટ આપી છે. પંડ્યાએ મહિલા પ્રીમિયર લીગ 2025 દરમિયાન આ મહિલા ક્રિકેટરને ભેટ આપવાનું વચન આપ્યું હતું.

IPL 2025 માં, હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમની શરૂઆત ખાસ રહી નથી. તે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં ફક્ત એક જ જીત નોંધાવી શકી છે. આ દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક યુવા ભારતીય મહિલા ક્રિકેટર અને વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સની સ્ટાર બોલર કાશવી ગૌતમને એક ખાસ ભેટ આપતા સાથે જોવા મળે છે. પંડ્યા આ ખેલાડીને 2025માં મહિલા પ્રીમિયર લીગ દરમિયાન મળ્યો હતો. તેણે ત્યારે એક વચન આપ્યું હતું, જે તેણે હવે પૂરું કર્યું છે.

કાશવી ગૌતમ અને હાર્દિક પંડયા
કાશવી ગૌતમ અને હાર્દિક પંડયા (screenshot from social media)

પંડ્યાએ ભેટમાં આ ખાસ વસ્તુ આપી:

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં, યુવા ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમ હાર્દિક પંડ્યા સાથે જોવા મળી રહી છે. કાશ્વી ગૌતમ 2025ની મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમનો ભાગ હતી. પંડ્યાએ કાશ્વી ગૌતમને પોતાનું એક બેટ ભેટમાં આપ્યું છે. તેમણે આ બેટ પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. કાશ્વી ગૌતમને તાજેતરમાં ટીમ ઈન્ડિયામાં પસંદગી થવા બદલ અભિનંદન પણ આપ્યા. તમને જણાવી દઈએ કે, કાશવીની પહેલી વાર ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પંડ્યાનો આ વીડિયો હવે ચાહકોમાં વાયરલ થઈ રહ્યો છે અને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે.

કાશવી ગૌતમ
કાશવી ગૌતમ (IANS)

તમને જણાવી દઈએ કે, વિમેન્સ પ્રીમિયર લીગ 2025 ની એલિમિનેટર મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. મેચ પછી, ગુજરાત જાયન્ટ્સ ટીમની ખેલાડી હરલીન દેઓલે કાશ્વી ગૌતમની પંડ્યા સાથે મુલાકાતનું આયોજન કર્યું. ત્યારે હરલીન દેઓલે કહ્યું હતું કે કાશવી પણ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનની મોટી ચાહક છે. પછી પંડ્યાએ ગૌતમને એક ખાસ બેટ આપવાનું વચન આપ્યું. પંડ્યાએ હવે પોતાનું વચન પૂરું કર્યું છે.

પહેલી વાર ભારતીય ટીમમાં જોડાયા

શ્રીલંકામાં 27 એપ્રિલથી 11 મે દરમિયાન રમાનારી ત્રિકોણીય શ્રેણી માટે કાશ્વી ગૌતમની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેણીએ મહિલા પ્રીમિયર લીગ 2025 માં પોતાની છાપ છોડી. જ્યાં કાશ્વીએ 9 મેચમાં 11 વિકેટ લીધી. તે ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. આ ઉપરાંત, તે બેટિંગ પણ કરે છે અને મોટા શોટ મારવા માટે જાણીતી છે. કાશ્વી ગૌતમ ચંદીગઢની રહેવાસી છે અને આ પહેલી વાર છે જ્યારે ચંદીગઢની કોઈ મહિલા ક્રિકેટરને ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. RCB ના ખેલાડીઓ લાલ નહીં પણ લીલા રંગની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યા, જાણો કારણ?
  2. IPL ઇતિહાસમાં CSK ની સૌથી મોટી હાર! એક નહીં પણ ચાર શરમજનક રેકોર્ડ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.