અમદાવાદ: IPL 2025 માં અત્યાર સુધીમાં 25 મેચ રમાઈ ચૂકી છે. આજે 12 એપ્રિલે GT vs LSG વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગે યોજાશે. આ દરમિયાન મેચ પહેલા ગુજરાત ટાઈટન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ ટીમનો એક સ્ટાર ખેલાડી અચાનક ઘરે પાછો ફર્યો છે. આનો અર્થ એ થયો કે આ ખેલાડી હવે આ સિઝનમાં તેની ટીમનો ભાગ રહેશે નહીં. આ ખેલાડી તાજેતરમાં ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો.

આ સ્ટાર ખેલાડીએ અચાનક પોતાની GT ટીમ છોડી:
ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે ગુજરાત ટાઇટન્સની ટીમ છોડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પોતાના દેશ પરત ફર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કર્યું નથી, પરંતુ ગુજરાત ટાઈટન્સે આ જાહેર કરી દીધું છે. ગ્લેન ફિલિપ્સને ગુજરાત ટાઇટન્સે મેગા ઓક્શનમાં 2 કરોડોમાં ખરીદ્યા હતા. પરંતુ તેને કોઈપણ મેચમાં ટીમના પ્લેઇંગ 11 માં પસંદ કરવામાં આવ્યો ન હતો. તમને જણાવી દઈએ કે, શુભમન ગિલની ટીમ આજે GT લખનૌ સુપરજાયન્ટ્સ સામે મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, આ ટીમ માટે એક મોટો આંચકો છે.
6 એપ્રિલના રોજ ફિલિપ્સને ઇજા થઈ હતી:
6 એપ્રિલના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી ફિલ્ડિંગ કરતી વખતે ગ્લેન ફિલિપ્સ ઘાયલ થયા હતા. આ મેચમાં ફિલિપ્સ ગુજરાત તરફથી અવેજી ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ થ્રો કરવાનો પ્રયાસ કરતી વખતે, તેને સ્નાયુમાં ખેંચાણ આવી ગઈ. આ પછી, તેને તેના સાથી ખેલાડીઓના ખભાના ટેકાથી મેદાનની બહાર જવું પડ્યું. આ ઈજા પછી, તે ટીમની પ્રેક્ટિસમાં પણ જોવા મળ્યો ન હતો.
ગ્લેન ફિલિપ્સના જવાથી ગુજરાતનું ટેન્શન વધી ગયું:
તેમના પહેલા કાગીસો રબાડા પણ દક્ષિણ આફ્રિકા પરત ફર્યા હતા. તે ક્યારે ટીમમાં જોડાશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. આવી સ્થિતિમાં, ગુજરાતની ટીમમાં હાલમાં ફક્ત પાંચ વિદેશી ખેલાડીઓ છે. જેમાં જોસ બટલર, શેરફેન રૂધરફોર્ડ, રાશિદ ખાન, ગેરાલ્ડ કોટઝી અને કરીમ જનાતના નામ શામેલ છે. જોકે, ટીમ હાલમાં સારા ફોર્મમાં છે. તે 5 મેચમાં 4 જીત સાથે ટોચ પર છે.
🚨BREAKING NEWS! 📷 Glenn Phillps ruled out from IPL 2025 due to a groin injury. He has returned to his home already. #IPL2025 #GujaratTitans #GTvsRR #RRvsGT #GlennPhillips #AshishNehra pic.twitter.com/sPrrrOdNCY
— Priyanshu Kumar (@priyanshusports) April 12, 2025
આ પણ વાંચો: