નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલના ઘરે ખુશીએ દસ્તક આપી છે. રાહુલ આજે એટલે કે 24મી માર્ચ (સોમવાર)ના રોજ પિતા બન્યો છે. તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ દીકરીને જન્મ આપ્યો છે. હવે રાહુલ અને આથિયા એક બાળકીના માતા-પિતા બની ગયા છે.
રાહુલ-આથિયા બન્યા માતા-પિતા: રાહુલ અને આથિયા બંનેએ પોતપોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેરેન્ટ્સ બનવાની જાણકારી આપી છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ પર એક ગ્રાફિક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં Blessed with baby girl લખેલું છે. ત્યારથી બંનેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
રાહુલે દીકરીના જન્મ માટે મેચ છોડી: તમને જણાવી દઈએ કે, હાલમાં IPL રમાઈ રહી છે. આ સિઝનની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. કેએલ રાહુલ દિલ્હીની ટીમનો ભાગ છે, તેણે આ મેચમાં ભાગ લીધો ન હતો. હવે તેના આ મેચમાં ન રમવાનું કારણ સામે આવ્યું છે. તે પિતા બનવાનો હતો અને તેની પત્ની અથિયા બાળકને જન્મ આપવાની હતી, જેના કારણે તે મેચ રમી શક્યો ન હતો અને તેની પત્ની સાથે હાજર હતો.
તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે બોલીવુડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરી 2023 ના રોજ મુંબઈના ખંડાલામાં અભિનેતાના ફાર્મહાઉસમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. હવે બંને માતા-પિતા બની ગયા છે. જ્યારે સુનીલ શેટ્ટી દાદા બની ગયા છે. આ અવસર બંનેના પરિવાર માટે ખુશીઓથી ભરેલો છે.
આ પણ વાંચો: