હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL મેચો માટે 60 મિનિટનો વધારાનો સમય ઉમેરવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી આ નિયમમે લઈના ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સમક્ષ વિરોધ ઉઠાવ્યો છે.
આ નિયમમાં ફેરફાર કરાયો:
મંગળવાર, 20 મેથી શરૂ થનાર તમામ IPL મેચોમાં હવે 60 મિનિટનો વધારા કરવામાં આવ્યો છે જે પહેલા ફક્ત એક કલાકનો હતો. એટલે કે પહેલા વરસાદ જેવા કારણોથી મેચ 7.30 ના બદલે 8.30 એ શરુ કરી શકાય છે, જેથી 1 કલાકનો જે સમય છે તેને મેચમાં ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે, જેમાં હવે BCCI એ 1 કલાક વધારો કર્યો છે. આ સિવાય અન્ય ફેરફાર કરવામાં આવ્યા છે, ચાલો સમજીએ...
KKR WRITES TO THE BCCI. ✍️
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2025
- KKR expressed their displeasure over mid season rule change.
- A 2 hour extra time might've helped their cause Vs RCB to get a possible 5 overs match.
- They believe such inconsistencies are not good for the IPL. (Cricbuzz). pic.twitter.com/I006USGbZ5
કોલકાતા નાઈટ રાઈડર્સના ચીફ એક્ઝિક્યુટિવ વેંકી મૈસૂરએ આઈપીએલના ચીફ ઓપરેટિંગ ઓફિસર હેમાંગ અમીનને લખેલા ઈમેલમાં જણાવ્યું હતું કે, "જોકે હાલના સંજોગોમાં નિયમોમાં મધ્ય-સિઝનમાં ફેરફાર જરૂરી બની શકે છે, પરંતુ આ ફેરફારોને લાગુ કરવાની રીતમાં વધુ એકરૂપતાની અપેક્ષા રાખી શકાય છે."
KKR ને પ્લેઓફમાં પોતાનું સ્થાન જીવંત રાખવા માટે બાકીની બધી રમતો જીતવાની જરૂર હતી, અને આશા છે કે, બીજું પરિણામ તેમના પક્ષમાં આવશે. પરંતુ, 17 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની તેમની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ અને બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો. પરિણામે, KKR સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. તેઓ હાલમાં 13 રમતોમાં 12 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે અને તેઓ મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. રેકોર્ડ માટે, આ સિઝનમાં તેમની બે રમતો વરસાદને કારણે રદ થઈ ગઈ છે.
તેથી KKR અધિકારીનો પ્રશ્ન એ હતો કે, જો આટલો વધારાનો સમય અગાઉ આપવામાં આવ્યો હોત, તો 17 મેના રોજ RCB સામેની તેમની મેચ વરસાદને કારણે ધોવાઈ ન હોત અને વધારાના સમયમાં પાંચ ઓવર રમી શકાઈ હોત.
"જ્યારે (17 મેના રોજ) આઈપીએલ ફરી શરૂ થઈ, ત્યારે એ સ્પષ્ટ હતું કે 17 મેના રોજ બેંગ્લોરમાં KKR vs RCB પહેલી મેચ વરસાદને કારણે રદ થવાનું જોખમ વધારે છે. આગાહી બધા માટે સ્પષ્ટ હતી. પરંતુ જે હવે અમલમાં મુકાયેલી વધારાની 120 મિનિટના કારણે તો મેચ ઓછામાં ઓછી 5 ઓવરની રમાઈ શકી હોત."
મૈસૂરએ વધુમાં કહ્યું કે, "આ વરસાદે KKR ની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ પર પાણી ફેરવી દીધું છે. આવા એડ-હોક નિર્ણયો અને તેમના અમલીકરણમાં અસંગતતા આ સ્તરની ટુર્નામેન્ટ માટે યોગ્ય નથી," મને ખાતરી છે કે તમે પણ સમજો છો કે આપણે શા માટે દુઃખી છીએ,"
🚨 KKR vs BCCI 🚨
— Knight Club : KKR (@KnightClub_KKR) May 21, 2025
KKR unhappy with mid-season rule change allowing 1-hour match extensions for rain delays.
They say it could’ve changed the result of their washed-out game vs RCB and call it unfair.#KKR #RCBvsKKR #BCCI pic.twitter.com/lNJhnb3cs0
સુધારેલા નિયમો મુજબ, જે મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી તે હવે કોઈપણ ઓવર ઘટાડા વિના રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે. અગાઉ, ફક્ત એક કલાકનો વધારાનો સમય આપવામાં આવતો હતો, જો રમત રાત્રે 8.30 વાગ્યા સુધીમાં શરૂ ન થાય તો ઓવરો ઘટાડવામાં આવતી હતી. પાછળની બાજુએ ગણીએ તો, કટ-ઓફ સમય હવે મધ્યરાત્રિની નજીક પાંચ ઓવરની મેચ શરૂ કરવાની મંજૂરી આપે છે.
અગાઉ, જો મેચ શરૂ થવાની હોય તો ટોસ રાત્રે 10.40 વાગ્યા સુધીમાં થવાનો હતો, જ્યારે 5 ઓવરની મેચ માટે કટ-ઓફ સમય રાત્રે 10.56 વાગ્યાનો હતો. 5 ઓવરની મેચો માટે ટોસનો સમય અને કટ-ઓફ સમય 1 કલાક વધારવામાં આવ્યો છે, એટલે કે, ટોસ રાત્રે 11:40 વાગ્યા સુધીમાં થવો જોઈએ અને 5 ઓવરની મેચો માટે કટ-ઓફ સમય રાત્રે 11:56 વાગ્યાનો રહેશે.
આ પણ વાંચો: