ETV Bharat / sports

જુનાગઢમાં આયોજીત ડીજીપી કપ 2025માં આ મહિલા પોલીસે જીત્યા બ્રોન્ઝ અને સિલ્વર મેડલ

જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયાએ ડીજીપી કપ 2025 માં દોડની સ્પર્ધામાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યા. જાણો તેમની શરુઆતની કહાણી.

જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા
જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : August 13, 2025 at 4:36 PM IST

|

Updated : August 13, 2025 at 4:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: નેત્રમ પોલીસ શાખામાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ શિલ્પા કટારીયાએ ડીજીપી કપ 2025 માં 3000 અને 1500 મીટરની દોડમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે. હવે શિલ્પા આગામી દિવસોમાં સમગ્ર દેશના પોલીસ કર્મચારીઓ માટે આયોજિત થનારા રાષ્ટ્રીય રમતોત્સવમાં પણ ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યા છે.

મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા જીત્યા બ્રોન્ઝ અને સિલ્વર મેડલ (ETV Bharat Gujarat)

મહિલા પોલીસકર્મી શિલ્પાએ જીત્યા બે મેડલ

જુનાગઢમાં નેત્રમ શાખામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ શિલ્પા કટારીયા એ નડિયાદ ખાતે ડીજીપી કપ રમતોત્સવમાં ભાગ લઈને 3000 અને 1500 મીટરમાં અનુક્રમે બ્રોન્જ અને સિલ્વર મેડલ જીત્યા છે. અને હવે આગામી દિવસોમાં દેશના પોલીસ કર્મચારીઓ માટે આયોજિત થનારા રાષ્ટ્રીય રમતોત્સવમાં ભાગ લેવા માટે પણ શિલ્પા ખેલાડી તરીકે તૈયારીઓ કરી રહી છે. વર્ષ 2017 થી રમતગમત પ્રત્યે શોખ ધરાવનાર શિલ્પા કટારીયાએ દોડવાનું શરૂ કર્યું, જેમાં આજે તેને રાજ્ય સ્તરની દોડ સ્પર્ધામાં બીજા અને ત્રીજા ક્રમે રહેવામાં સફળતા મળી.

જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા
જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા (ETV Bharat Gujarat)
જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા
જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા (ETV Bharat Gujarat)

વર્ષ 2017થી કરી શરુઆત

શિલ્પાએ વર્ષ 2017 થી રમતના મેદાનમાં દોડવાનું શરૂ કર્યું, અને આજે પણ તેઓ સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. નોકરીના સમય પૂર્વે રમતગમત પ્રત્યે રુચિ હોવાથી શિલ્પાએ તેમાં આગળ વધવાનું નક્કી કર્યું. 2018માં મહિલા કોન્સ્ટેબલ તરીકે પસંદ થવા માટે શારીરિક કસોટી તરીકે દોડ પાસ કરીને તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે સામેલ થયા, જેમાં માત્ર એક જ મહિનાની તૈયારી બાદ તેમને પરીક્ષામાં નિર્ધારિત સમય કરતા ઓછા સમયમાં અંતર પૂરું કરીને પસંદગી પામ્યા. હાલ પોલીસ વિભાગમાં જ શિલ્પા PSI બનવા માટે તૈયારી કરી રહ્યા છે.

જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા
જુનાગઢના મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા (ETV Bharat Gujarat)

અન્ય સ્પર્ધામાં ભાગ લઈ સફળતા મેળવી:

પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે જોડાતા શિલ્પા કટારીયા પૂર્વે ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બન્યા હતા. ત્યારબાદ કચ્છ પોરબંદર અને જુનાગઢ ખાતે આયોજિત મેરેથોન સ્પર્ધામાં પણ તેણે ભાગ લઈને પ્રથમ ક્રમાંકે આવ્યા. હવે આગામી દિવસોમાં હજુ પણ રમતગમતને ક્ષેત્રે તેમજ એથલેટીક્સની કોઈ પણ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ કે ગુજરાતમાં થશે તેમાં પણ તેઓ ભાગ લેવા માટે સતત તૈયારી કરી રહ્યા છે.

મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા જીત્યા બ્રોન્ઝ અને સિલ્વર મેડલ
મહિલા કોન્ટેબલ શિલ્પા કટારીયા જીત્યા બ્રોન્ઝ અને સિલ્વર મેડલ (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. સટ્ટાબાજી એપના કેસમાં ભારતીય ક્રિકેટર ફસાયો! પૂછપરછ માટે આજે ED સમક્ષ હાજર
  2. પાકિસ્તાન 92 રનમાં ઓલઆઉટ! 34 વર્ષ બાદ વનડે ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝે સિરીઝ કબજે કરી
  3. ભાવનગરની 14 વર્ષીય દિવ્યાંગ ધ્રુવીએ નેશનલ લેવલે બોચી સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ, જાણો કેવી રીતે રમાય આ ગેમ
Last Updated : August 13, 2025 at 4:47 PM IST