અમદાવાદ : મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. GT ના ટીમનો સૌથી અનુભવી અને સ્ટાર વિકેટ-કીપર બેટ્સમેન જોસ બટલર IPL 2025 ની પ્લેઓફમાં રમી શકશે નહીં. કારણ કે બટલર વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સિરીઝનો ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ પરત ફર્યા છે. જેની શરુઆત 29 મેના રોજ થઈ ગઈ છે.

આનાથી GT ના બેટિંગ વિભાગમાં એક મોટો ખાલીપો થઈ ગયો છે, કારણ કે તેઓ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બટલર પર ખૂબ નિર્ભર હતા. ઓપનરોએ સારું પ્રદર્શન કર્યું, તો બીજી તરફ આ ઇંગ્લિશ વિકેટકીપર-બેટ્સમેન પણ સતત પ્રદર્શન કરી રહ્યો હતો અને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ત્રિપુટીનો ભાગ હતો.

'જોસ ધ બોસ' નું આ સિઝનમાં શાનદાર પ્રદર્શન:
બટલરે આ સિઝનની 13 મેચમાં 59.77 એવરેજથી અને 163.03 ની સ્ટ્રાઈક રેટથી 538 રન બનાયા, જેમાં 5 અડધી સધીનો સમાવેશ છે. બટલરે GT ના ટોપ -3 માં ખુબ જ મજબુત રીતે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતુ કે બીજા કોઈની ખાસ જરુર પડી જ નહીં.
Everything to play for in tonight’s #Eliminator! ⚡💪 pic.twitter.com/QNcJKnCiEf
— Gujarat Titans (@gujarat_titans) May 30, 2025
તેમની ગેરહાજરીએ GT ની બેટિંગ એકમ નબળી પાડી છે, અને તેઓ નોકઆઉટ તબક્કામાં સ્કોર કરવા માટે સાઈ સુદર્શન અને શુભમન ગિલ પર વધુ નિર્ભર રહેશે. જોસ બટલરની હાજરીમાં પણ તેઓએ સારું પ્રદર્શન કર્યું હોવા છતાં, રમતની ગંભીરતા અને અહીં ચૂકી જવાનું તેમને પોસાય તેમ નથી, તેથી GT ની ટીમ પર દબાણ વધારે હશે.
" you're the most irreplaceable member of this white-ball team."@josbuttler presents Adil Rashid with his 150th ODI cap 🧢
— England Cricket (@englandcricket) May 30, 2025
Congrats, Dilly! 👏 pic.twitter.com/zZsrbLd1CY
એલિમિનેટરમાં જોસ બટલરની જગ્યાએ કોણ રમશે?
મહત્વની વાત એ છે કે, ગુજરાત ટાઇટન્સે જોસ બટલરના સ્થાને કુસલ મેન્ડિસને કામચલાઉ ખેલાડી તરીકે સામેલ કર્યો છે, તો શું આજની મેચમાં તેને પ્લેઈંગ -11 માં સમાવેશ કરશે કે નહી, તે એક મોટો સવાલ છે. મેન્ડિસ એક કુદરતી ટોપ-ઓર્ડર બેટ્સમેન છે અને તે નંબર 3 પર બેટિંગ કરી શકે છે, ભલે તેનો આ સ્થાન પર ખૂબ સારો રેકોર્ડ નથી.
તેણે ત્રીજા નંબરે 17 ઇનિંગ્સમાં 22.81 ની એવરેજથી અને 125.86 ના સ્ટ્રાઇક રેટથી 365 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ આંકડાઓ આત્મવિશ્વાસ પ્રેરિત કરતા નથી, પરંતુ ટાઇટન્સ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કામચલાઉ રિપ્લેસમેન્ટ પસંદગી સમયે ખેલાડીઓનો પૂલ મર્યાદિત હતો, અને GT એ મેન્ડિસની પસંદગી કરી.
કુસલ મેન્ડિસ કયા સ્થાન પર રમી શકે?
મેન્ડિસને ઇનિંગની શરૂઆત માટે પણ રાખી શકે છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની ટક્કર માટે સુદર્શન અથવા ગિલ નંબર 3 પર આવી શકે છે. મેન્ડિસનો ટોચ પરનો રેકોર્ડ વધુ સારો છે, તેણે 123 ઇનિંગ્સમાં 33.75 ની સરેરાશ અને 141.26 ના સ્ટ્રાઇક રેટથી 3882 રન બનાવ્યા છે, જેમાં 29 અર્ધશતક અને બે સદીનો સમાવેશ થાય છે. જોકે, સુસ્થાપિત ઓપનિંગ કોમ્બિનેશનને તોડવું ગુજરાત ટાઇટન્સ માટે વિપરીત પરિણામ લાવી શકે છે, તેથી તેઓ કેવી યોજના બનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
The Lankan 🦁 is now a Titan! ⚡#TitansFam, say hello to our latest addition, Kusal Mendis who will replace Jos Buttler from 26th May onwards! 🤩 pic.twitter.com/NxLFCQfsIx
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2025
એલિમિનેટરમાં ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ - 11
સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ગેરાલ્ડ કોએત્ઝી, અરશદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ
ઈમ્પેક્ટ પ્લેયર: પ્રસિદ્ધ ક્રિષ્ના
Without him 🥹 Gt gonna play Elimanter against mighty Mi 😑
— Ritikk 🔱 (@RitikkSaha69759) May 30, 2025
Feel for r @gujarat_titans 💔#MIvsGT #GTvsMI #IPL2025#RCBvsPBKS #PBKSvsRCB #josbuttler pic.twitter.com/sgDX77Au3K
આ પણ વાંચો: