મુંબઈ : IPL 2025 માં 4 માંથી 3 પ્લેઓફના સ્થાન ભરાઈ ગયા છે. ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ક્વોલિફાય થયા છે. હવે પ્લેઓફમાં ફક્ત એક જ સ્થાન બાકી છે, જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કરની મેચ થવાની છે. બંને ટીમો 21 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એકબીજા સામે ટકરાશે.
Rain likely to interrupt MI Vs Delhi Capitals match tonight at Wankhede. 🌧️ pic.twitter.com/HaOaGzMRTp
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2025
આ મેચ હારનારી ટીમ IPL 2025 માંથી બહાર થઈ જશે. પરંતુ આ મહત્વપૂર્ણ મેચમાં વરસાદનો ખતરો છે. ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મુંબઈમાં 'યલો એલર્ટ' જારી કર્યો છે. આવી સ્થિતિમાં વરસાદને કારણે આ મેચ પણ બરબાદ થઈ શકે છે. જો મેચ રદ થાય તો ચાલો જાણીએ કે બંનેમાંથી કઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે?
STAR SPORTS POSTER FOR ROHIT SHARMA STAND 🇮🇳
— Johns. (@CricCrazyJohns) May 21, 2025
- Hitman will be playing his first match infront of Rohit Sharma Stand. pic.twitter.com/rvqTUDBER5
જો આજની મેચ રદ થાય તો શું થશે?
મુંબઈ ઈન્ડિયન્સે 12 માંથી 7 મેચ જીતી છે અને 5 મેચ હારી છે. આમ 14 પોઈન્ટ સાથે, તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે 12 માંથી 6 મેચ જીતી છે. 5 મેચ હારી ગઈ છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. આમ તે 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. હવે જો 21 મેના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. આનાથી મુંબઈને પોઈન્ટ અને દિલ્હીને 14 પોઈન્ટ મળશે. પછી બંનેએ પ્લેઓફ માટે તેમની છેલ્લી મેચના પરિણામ પર આધાર રાખવો પડશે.
𝗨𝗡𝗠𝗜𝗦𝗦𝗔𝗕𝗟𝗘: 𝗠𝗜 & 𝗗𝗖 𝗯𝗮𝘁𝘁𝗹𝗲 𝗶𝘁 𝗼𝘂𝘁 𝗳𝗼𝗿 𝘁𝗵𝗲 𝟰𝘁𝗵 𝘀𝗽𝗼𝘁!🔥
— Star Sports (@StarSportsIndia) May 21, 2025
Who do you think will make it to the playoffs? 🤔#IPLonJioStar 👉 #MIvDC | WED, MAY 21, 6:30 PM only on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2 Hindi &… pic.twitter.com/KNA4bJPwhX
શું રહશે સમીકરણ:
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બંનેએ લીગ તબક્કામાં પોતાની છેલ્લી મેચ પંજાબ કિંગ્સ સામે રમવાની છે. આવી સ્થિતિમાં જો આજની મેચ રદ થયા પછી દિલ્હી પંજાબને હરાવે છે, તો મુંબઈને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે 26 મેના રોજ પંજાબ સામેની પોતાની છેલ્લી લીગ મેચ હારવાની આશા રાખવી પડશે. તે જ સમયે, જો મેચ રદ થયા પછી દિલ્હી પંજાબ સામે હારી જાય છે, તો મુંબઈ સીધું પ્લેઓફમાં પ્રવેશ કરશે. પરંતુ જો 21 મેના રોજ વરસાદને કારણે મેચ ધોવાઈ ગયા પછી બંને ટીમો પંજાબને હરાવે છે, તો મુંબઈ 17 પોઈન્ટ સાથે ટોપ-4 માં લીગ સ્ટેજ પૂર્ણ કરશે. આ સાથે તેઓ પ્લેઓફમાં છેલ્લા સ્થાને પહોંચી જશે, જ્યારે દિલ્હી 16 પોઈન્ટ સાથે બહાર થઈ જશે.
MI vs DC Weather Report:
— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) May 21, 2025
There is a 90% possibility of rain in the evening with at least two hours of precipitation expected. The probability of thunderstorms is 68% with a cloud cover of 100%.#MIvsDC | MI vs DC pic.twitter.com/EDKA1uYbir
જો મેચ થાય તો પ્લેઓફનું સમીકરણ કેવું હશે?
જો મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હોત તો સમીકરણો અલગ હોત. જો મુંબઈ દિલ્હીને તેના ઘરઆંગણે હરાવે છે, તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. તો પછી પંજાબ સામેની હારનો તેમના માટે કોઈ અર્થ રહેશે નહીં. જો દિલ્હીની ટીમ આ મેચમાં મુંબઈને હરાવે છે તો તેની આશા જીવંત રહેશે. પછી તેમને છેલ્લી મેચમાં પંજાબને હરાવવું પડશે, તો જ તેમને પ્લેઓફમાં સ્થાન મળશે. પરંતુ જો દિલ્હી મુંબઈને હરાવે અને પંજાબ સામે હારી જાય તો તેમની મુશ્કેલીઓ વધી જશે. પછી પ્લેઓફમાં પહોંચવા માટે તેમને આશા રાખવી પડશે કે મુંબઈ પણ પંજાબ સામે મેચ હારી જાય.
આ પણ વાંચો: