ETV Bharat / sports

ઘરઆંગણે RCB ની પહેલી જીત! રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 11 રનથી હરાવ્યું, આ ખેલાડી રહ્યા જીતના હીરો - RCB VS RR MATCH HIGHLIGHTS

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025 ની 42મી મેચમાં રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 11 રનથી હરાવ્યું, વિરાટ અને પડિકલે અડધી સદી ફટકારી.

રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 11 રનથી હરાવ્યું
રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 11 રનથી હરાવ્યું (AP)
author img

By ETV Bharat Sports Team

Published : April 25, 2025 at 9:37 AM IST

2 Min Read

બેંગલુરુ: IPL 2025 ની 42મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાજસ્થાન રોયલ્સને 11 રનથી હરાવ્યું. આ મેચમાં, પ્રથમ રમતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા અને રાજસ્થાનને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક આપ્યો, જેનો પીછો કરવા માટે RR ની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 194 રન બનાવી શકી અને 11 રનથી મેચ હારી ગઈ.

રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 11 રનથી હરાવ્યું
રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 11 રનથી હરાવ્યું (AP)

યશસ્વી જયસ્વાલનો દાવ નિરર્થક ગયો:

RCB દ્વારા જીત માટે આપવામાં આવેલા 206 રનના લક્ષ્યાંકનો પીછો કરવા RR તરફથી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર આવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી. ભુવનેશ્વર કુમારના બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે વૈભવ 16 રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ થયો. નીતિશ રાણાએ 28 અને રિયાન પરાગે 22 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા. યશસ્વીએ 19 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 49 રનની ઇનિંગ રમી.

જોશ હેઝલવુડે 4 વિકેટ લીધી

જયસ્વાલ સિવાય ધ્રુવ જુરેલે 34 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન જુરેલે 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. આ બે સિવાય બીજો કોઈ બેટ્સમેન અજાયબી બતાવી શક્યો નહીં અને રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો, જોશ હેઝલવુડે RCB તરફથી સૌથી વધુ વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેના સિવાય કૃણાલ પંડ્યાએ 2 અને ભુવનેશ્વર કુમાર અને યશ દયાલે 1-1 વિકેટ લીધી.

વિરાટ અને પડિકલે અડધી સદી ફટકારી

આ મેચમાં પહેલા રાજસ્થાને ટોસ જીતીને RCBને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વિરાટ કોહલીએ ફિલ સોલ્ટ સાથે ઇનિંગની શરૂઆત કરી અને પહેલી વિકેટ માટે 61 રન અને બીજી વિકેટ માટે દેવદત્ત પડિકલ સાથે 95 રન જોડ્યા. વિરાટ કોહલીએ 82 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 70 રનની શાનદાર ઇનિંગ રમી.

દેવદત્ત પડિકલે 27 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50 રનની અડધી સદીની ઇનિંગ રમી. ટીમ માટે ફિલ સોલ્ટે 26 રન અને ટિમ ડેવિડે 23 રનનું યોગદાન આપ્યું. રાજસ્થાન માટે સંદીપ શર્માએ 2 વિકેટ લીધી જ્યારે જોફ્રા આર્ચર અને વાનિંદુ હસરંગાએ 1-1 વિકેટ લીધી.

આ પણ વાંચો:

  1. Gujarat Titans ની ટીમે વડનગરનાં સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિની મુલાકાત લીધી, જુઓ આ સુંદર ફોટોસ
  2. ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ બાદ પોલીસ લાગી તપાસમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.