ચંદીગઢ: IPL 2025 ની 22મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના ઘરઆંગણે 18 રનથી હરાવ્યું. આ પંજાબ કિંગ્સનો 4 મેચમાં ત્રીજો વિજય છે, જ્યારે CSKનો 5 મેચમાં ચોથો પરાજય છે. આ હાર સાથે, ચેન્નઈ 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે પંજાબ 6 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
Finished the game off in style! 💪 pic.twitter.com/obAaIqc74X
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું
ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 201 રન જ બનાવી શકી અને 18 રનથી મેચ હારી ગઈ.
FERGU𝟓𝟎N! 🔥 pic.twitter.com/fcJdVjF31d
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025
કિંગ્સે ધમાકેદાર શરૂઆત કરી:
પંજાબ દ્વારા આપવામાં આવેલા 220 રનના લક્ષ્યનો પીછો કરતા, CSK માટે ડેવોન કોનવેએ સૌથી વધુ 69 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 49 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. તેમના સિવાય રચિન રવિન્દ્રએ 23 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા.
This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025
CSK માટે ઇમ્પેક્ટ પ્લેયર શિવમ દુબેએ 27 બોલમાં 42 રનની ઇનિંગ રમી, જેમાં તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ધોનીએ 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રનનું યોગદાન આપ્યું પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં મદદ કરી શક્યો નહીં. પંજાબ તરફથી લોકી ફર્ગ્યુસને 2 વિકેટ અને યશ ઠાકુર અને ગ્લેન મેક્સવેલે 1-1 વિકેટ લીધી.

પ્રિયાંશ આર્ય બન્યો પ્લેયર ઓફ ધ મેચ
આ પહેલા પ્રિયાંશ આર્યએ માત્ર 39 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પ્રિયાંશે આ ઇનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા. તેણે ટીમ માટે 103 રનની ઇનિંગ રમી, જેના માટે તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તેમના સિવાય શશાંક સિંહે ૩૬ બોલમાં ૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૫૨ રન બનાવ્યા, જ્યારે માર્કો જેનસેને 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા. સીએસકે તરફથી રવિચંદ્રન અશ્વિન અને ખલીલ અહેમદે 2-2 વિકેટ લીધી.
Quick-Fire cameo of 27(12) 🔥
— IndianPremierLeague (@IPL) April 8, 2025
🔽 Watch MS Dhoni's fighting knock #TATAIPL | #PBKSvCSK | @msdhoni
આ પણ વાંચો: