લખનૌ: IPL 2025 માં આજે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કરની મેચ થવાની છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચેની મેચમાં GT નો હાથ ઉપર છે. બંને વચ્ચે અત્યાર સુધી રમાયેલ પાંચ મેચમાંથી ચાર મેચ ગુજરાતે જીતી છે. પરંતુ છેલ્લે 7 એપ્રિલ 2024 ના રોજ આ બંને ટીમો વચે લખનઉમાં રમાયેલ મેચમાં LSG એ જીત મેળવી હતી. આ સિઝનમાં પણ બંને ટીમો સારા ફોર્મમાં છે, GT એ ધીમી શરૂઆત કર્યા બાદ સતત ચાર મેચમાં જીત મેળવી છે. અને LSG પણ સળંગ 2 જીત સાથે લયમાં આવી ગઈ છે. તો આજે લખનઉમાં વધુ એક રોમાંચક મેચ જોવા મળશે.
Vibing together since 2022 💙😍 pic.twitter.com/2tzndEjKx5
— Gujarat Titans (@gujarat_titans) April 11, 2025
GT એ પૂરનથી બચીને રહેવું પડશે:
આ સિઝનમાં નિકોલસ પૂરન ગજ્જબ ફોર્મમાં છે, તેને પાંચ ઈનિંગ્સમાં 288 રનબનાવીને અત્યાર સુધીમાં ટુર્નામેંટનો ટોપ સ્કોરર રહ્યો છે. અત્યાર સુધી પૂરને 24 સિક્સ મારી દીધી છે અને 50 બાઉન્ડ્રી પૂરી કરવા માટે માત્ર 1 ડગલું દૂર છે. પૂરનની આક્રમક બેટિંગ ન માત્ર રન બનાવા સુધી સીમિત નથી પરંતુ તેમણે 225 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે જેના લીધે LSG ને ઘણી વખત ઊંચો સ્કોર મેળવવામાં ઝડપ મળી છે. IPL 2025 માં સૌથી વધુ રન બનાવવાના લિસ્ટમાં પૂરન (288) પહેલા નંબર પર છે. 100 થી વધુના રન બનાવવા વાળ બેટ્સમેનમાં પૂરનનો સ્ટ્રાઈક રેટ (225) પણ વધારે છે.
માર્કરામ, માર્શ અને પૂરન વિરુદ્ધ ગિલ, સુદર્શન અને બટલર
IPL 2025 માં, બંને ટીમોની બેટિંગ મોટાભાગે ટોપ ઓર્ડર પર આધારિત રહી છે. LSG ના ટોચના ત્રણ બેટ્સમેન - મિશેલ માર્શ (265 રન), એડન માર્કરામ (144 રન) અને પૂરન (288 રન) - એ મળીને ટીમના કુલ રનમાં 69% યોગદાન આપ્યું છે. દરમિયાન, જીટીના ટોપ ઓર્ડરમાં, શુભમન ગિલ (148 રન), સાઈ સુદર્શન (273 રન) અને જોસ બટલર (202 રન) એ ટીમના કુલ રનમાં 64% યોગદાન આપ્યું છે.

સિરાજ ઓન ફાયર:
મોહમ્મદ સિરાજે IPL 2025 માં સ્પષ્ટ કરી દીધું છે કે તે હજુ પણ પાવરપ્લેમાં સૌથી ખતરનાક બોલરોમાંથી એક છે. આ સિઝનમાં, સિરાજે અત્યાર સુધીમાં પાંચ ઇનિંગ્સમાં 7.7 ના ઇકોનોમી રેટ અને 12.0 ના સ્ટ્રાઇક રેટથી 10 વિકેટ લીધી છે. પાવરપ્લે ઓવરમાં તેની સાત વિકેટ આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. ઉપરાંત, સિરાજે પોતાની શાનદાર બોલિંગથી સતત બે વાર પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.
🔟 tera, 🔟 mera! ⚡🪄 pic.twitter.com/u3rYeb8fQ0
— Gujarat Titans (@gujarat_titans) April 12, 2025
માર્કરામ અને માર્શ સારી લયમાં
IPL 2025 માં LSG ની સફળતાનું એક મુખ્ય કારણ તેમની ઓપનિંગ જોડી - મિશેલ માર્શ અને માર્કરામનું ઉત્તમ પ્રદર્શન છે. સિઝનની શરૂઆતમાં, ફક્ત માર્શ ફોર્મમાં હતો, પરંતુ હવે છેલ્લી બે મેચમાં, માર્કરામ પણ ફોર્મમાં પાછો ફર્યો છે. આ સંતુલનને કારણે LSG ની ઓપનિંગ ભાગીદારીએ સમગ્ર સિઝનમાં સૌથી વધુ રન (226) બનાવ્યા અને સરેરાશ (45.2) શ્રેષ્ઠ શરૂઆત આપી.
આ પણ વાંચો: