કોલકાતા: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 21મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 4 રને હરાવ્યું. લખનૌની આ 5 મેચમાં ત્રીજી જીત છે, જ્યારે કોલકાતાની 5 મેચમાં ત્રીજી હાર છે. આ મેચમાં ટોસ હાર્યા બાદ, LSG ટીમે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 238 રન બનાવ્યા, જેના જવાબમાં, KKR એ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 234 રન બનાવ્યા અને મેચ 4 રનથી હારી ગઈ.
Mishti doi for the team tonight 💙 pic.twitter.com/LnUzcG8Vy1
— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025
રહાણે અને ઐયરની ઇનિંગ્સ વ્યર્થ ગઈ
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 239 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ક્વિન્ટન ડી કોક અને સુનીલ નારાયણ મેદાનમાં આવ્યા. બંને અનુક્રમે 15 અને 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આ પછી અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરે ટીમની કમાન સંભાળી. રહાણેએ 35 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રનની ઈનિંગ રમી.
Fight back jaari hai 💪 pic.twitter.com/LGobBk3ktF
— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025
ઐયરે 29 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 45 રનની અણનમ ઇનિંગ રમી. અંતે રિંકુ સિંહે 15 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. લખનૌ માટે આકાશદીપ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી, જ્યારે અવેશ ખાન, દિગ્વેશ રાઠી અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી.
Picture Perfect Partnership 🤝💜 pic.twitter.com/9EPCUy2Qyf
— KolkataKnightRiders (@KKRiders) April 8, 2025
માર્શ અને પૂરને અડધી સદીની ઇનિંગ્સ રમી
આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ માટે એડન માર્કરામે 28 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી. મિશેલ માર્શે 48 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રનની ઈનિંગ રમી. નિકોલસ પૂરને 36 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 87 રનની વિસ્ફોટક અણનમ ઇનિંગ રમી. આ ઉપરાંત ટીમ તરફથી અબ્દુલ સમદે 6 રન અને ડેવિડ મિલરે 4 રન બનાવ્યા. KKR તરફથી હર્ષિત રાણાએ 2 અને આન્દ્રે રસેલે 1 વિકેટ લીધી.
Khoob bhalo ✨ pic.twitter.com/veC1ZtsozR
— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025
આ પણ વાંચો: