અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની અત્યાર સુધી 20 મેચો સમાપ્ત થઈ ગઈ છે. આ દરમિયાન ઘણા નવા રેકોર્ડ અને ઘણા નવા ચેહરા આપણને જોવા મળ્યા. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમોને પાછળ છોડી આ સિઝનમાં બાકીની ટીમો જેમ કે દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર બેંગલોર, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ પોઇન્ટ્સ ટેબલમાં આગળ જોવા મળી રહી છે. ગુજરાત ટાઈટન્સ આ સિઝનમાં ઘણું સારું પ્રદર્શન કરી બીજા નંબરે પહોંચી ગયું છે. એવામાં GT સાથે પહેલેથી જોડાયેલ સ્ટાર બોલર સાઈ કિશોર સાથે ETV ભારતની ખાસ વાતચીત થઈ.
ગુજરાત ટાઈટન્સની ટીમ હૈદરાબાદને ઘરઆંગણે 7 વિકેટે હરાવી આવતી કાલ 9 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ માટે હોમ ગ્રાઉન્ડ અમદાવાદ પરત ફરી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદરની શાનદાર ઇનિંગ્સને કારણે ગુજરાતે 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
Spin and pace ka perfect mishran 🤝 pic.twitter.com/Yl6PZru13r
— Gujarat Titans (@gujarat_titans) April 8, 2025
ETV ભારત સાથે સાઈ કિશોરની ખાસ વાતચીત:
IPL માં અત્યાર સુધીમાં સાઈ કિશોરનું પ્રદર્શન એકંદરે અરુ રહ્યું છે, એવામાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આના માટે તેઓ કેવા પ્રકારનું પ્લાનિંગ કરે છે, ત્યારે સાઈએ જવાબ આપ્યો કે, 'હું કોઈ જ પ્લાનિંગ કરતો નથી, તે સમયે હું જે ફિલ કરું છું તે જ મારા પ્રદર્શનમાં દેખાય છે અને બાકી તો જે ગોડ ઈચ્છે છે તે જ થાય છે.'
THIS IS IPL, THIS IS PEAK CINEMA. 🥶
— Tanuj (@ImTanujSingh) March 29, 2025
- Hardik Pandya and Sai Kishore's face off during the Match.
pic.twitter.com/Alc7AOoJz8
મેચ દરમિયાન સામેની ટીમના ખેલાડી સાથે અથવા અચાનક ઉત્સાહિત થઈ જવા અંગે સાઈએ જણાવ્યું કે, જ્યારે ટેનિસ બોલ ક્રિકેટ રમતા હોય ત્યારે આપોઆપ તમારામાં એક જુસ્સો પેદા થઈ જાય છે, હું આમ તો ઘણો શાંત માણસ છું પણ ક્યારેક ક્યારેક જે ફિલ્ડ પર થાય છે તે પરિસ્થિતિને અનુકૂળ હોય છે.'
સાઈ કિશોરનું IPL કરિયર
2025 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાતા પહેલા, ડોમેસ્ટિક ક્રિકેટમાં ભારતના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક તરીકે ગણવામાં આવતા સાઇ કિશોરે લીગમાં માત્ર નવ મેચ રમી હતી. 28 વર્ષીય કિશોર 2020 અને 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો ભાગ હતો પરંતુ ક્યારેય મેચ રમ્યો નહીં. તે 2022 માં GT માં જોડાયો અને તેમની ટાઇટલ વિજેતા સિઝનમાં ફાઇનલ સહિત પાંચ મેચ રમ્યો. જોકે, તેણે પોતાને નૂર અહમદની પાછળ શોધી કાઢ્યો અને ગયા સિઝનમાં ચાર મેચ રમ્યા પહેલા 2023માં એક પણ ગેમ રમ્યો નહીં.
Treated us to yet another SaiKi special! 😍 pic.twitter.com/DuhRUBKA1V
— Gujarat Titans (@gujarat_titans) April 6, 2025
હાલમાં GT માટે બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને IPL 2025 માં બધા સ્પિનરોમાં બીજા ક્રમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, તેણે ચાર મેચમાં 7.06 ના ઇકોનોમી રેટથી આઠ વિકેટ લીધી છે. 94 મેચોમાં 5.98 ના કારકિર્દી T20 ઇકોનોમી રેટ સાથે, તેનું એકંદર પ્રદર્શન વધુ નોંધપાત્ર છે.
આ પણ વાંચો: