અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ દિલધડક IPL 2025 સિઝન માટે સંપૂર્ણપણે સજ્જ છે, જેમાં કેપ્ટન શુભમન ગિલ ટીમની આગેવાની સંભાળશે. અમદાવાદમાં પ્રી-સિઝન પ્રેસ કોન્ફરન્સમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહ, ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી, હેડ કોચ આશિષ નેહરા, આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ અને કેપ્ટન શુભમન ગિલે ટીમની તૈયારીઓ, વ્યૂહરચનાઓ અને આગામી કેમ્પેઇન માટેના વિઝન અંગે આંતરદ્રષ્ટિ રજૂ કરી હતી.
🗣️: We have the biggest stadium in the world, we are lucky to play here!
— Gujarat Titans (@gujarat_titans) March 19, 2025
Captain Shubman Gill speaks about his captaincy, home conditions, and #TitansFAM support in our pre-season press conference. pic.twitter.com/C5WKPmq37R
ગુજરાત ટાઇટન્સ ના કેપ્ટન શુબ મન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં GT ની ટીમ ને સંતુલિત કહી છે. તેમણે ETV Bharat ના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, 'અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમારા માટે હોમ ગ્રાઉન્ડ છે એનો લાભ ટીમ ને જરૂર મળશે.' ગુજરાત ટાઇટન્સે જોશ બટલરને વિકેટ કિપર તરીકે રમાડશે. અને ભારતીયો બોલરોની ને સંખ્યા ટીમમાં વધુ છે એનો લાભ ટીમ ને મળશે.

કેપ્ટન ગિલે વધુમાં જણાવ્યું કે, 'આ સીઝનમાં અમે પાવર પ્લે માં વધુ સારા રન રેટથી રમીશું. ગુજરાત ટાઇટન્સ પાસે સારા સ્પિનર્સ અને ફાસ્ટર છે. મહંમદ સિરાજ, રબાડા, રાશિદ ખાન, sai કિશોર પાસે બોલિંગની સારી અપેક્ષા છે. આ ઉપરાંત ગ્લેન ફિલિપ્સ ટીમ માટે બેટિંગ સાથે ફિલ્ડિંગ પર અસર કરશે.
ગુજરાત ટાઇટન્સની ટીમ પાસે બેટીંગમાં ડેપ્થ છ બોલિંગમાં વેરાયટી છે. કેપ્ટન તરીકે હું જ્યારે ટીમ રૂમમાં હોવ ત્યારે અને આઉટ થાવ પછી અને ફિલ્ડિંગ વખતે વિચારું છું. બેટિંગ સમયે હું કેપ્ટન છું એવો ભાર નથી રાખતો.
ઘરઆંગણે પ્રથમ મેચ:
ટાઇટન્સ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ સામે 25મી માર્ચથી તેમની સિઝનનો પ્રારંભ કરશે. મજબૂત ટીમ અને ઝીણવટપૂર્વકના આયોજન સાથે આ ફ્રેન્ચાઇઝીએ સમગ્ર સિઝન દરમિયાન ઓન-ફિલ્ડ સફળતા મેળવવા અને ચાહકોને અદ્વિતીય અનુભવ પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાત ટાઇટન્સના CEO કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે “દરેક આઈપીએલ સિઝન નવેસરથી રોમાંચને લાવે છે અને આ વર્ષ પણ તેમાંથી બાકાત નથી. એક ફ્રેન્ચાઇઝી તરીકે અમારું ધ્યાન માત્ર ક્રિકેટથી આગળ વિસ્તરે છે. અમે સ્ટેડિયમની અંદર ચાહકો માટે શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. આકર્ષક પ્રવૃત્તિઓથી માંડીને સરળ રીતે ટિકિટ મેળવવા સુધી અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે ટાઇટન્સના ચાહકોને આ સિઝનમાં કંઈક સવિશેષનો ભાગ બનવા મળે.”
Happy faces at our first presser of the #TATAIPL2025 season! 💙#AavaDe pic.twitter.com/9rjTPVxWBL
— Gujarat Titans (@gujarat_titans) March 19, 2025
ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે “અમે સિઝન માટે તૈયાર કરેલી ટીમ અંગે ખૂબ જ રોમાંચિત છીએ. ખેલાડીઓ સારી રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને સૌ કોઈ અમદાવાદમાં અહીં અમારી હોમ મેચ સાથે કેમ્પેઇનનો પ્રારંભ કરવા માટે તૈયાર છે. અમે વધુ એક રોમાંચક સિઝન માટે આતુર છીએ.”
ઓફલાઇન ટિકિટ્સનું વેચાણ શરૂ:
District by Zomato એ ઓફિશિયલ ટિકિટિંગ પાર્ટનર છે, ત્યારે ચાહકો GT App અને District App દ્વારા ઓનલાઇન ટિકિટ્સ ખરીદી શકે છે. આ ઉપરાંત ઓફલાઇન ટિકિટ્સ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે વિવિધ સ્થળોએ ઉપલબ્ધ છે. સ્ટેડિયમ બોક્સ ઓફિસ તમામ મેચના દિવસે કાર્યરત રહેશે નહીં.

અમદાવાદ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બોક્સ (ગેટ 1) – 15 માર્ચથી ખુલ્લુ (સવારે 11થી સાંજના 6 સુધી)
- વધારાના આઉટલેટ્સઃ નારણપુરા, એસજી હાઇવે, નરોડા
- ઇક્વિટાસ બેંકના આઉટલેટ્સઃ પ્રહલાદનગર, સીજી રોડ, બોડકદેવ, મણિનગર (સવારે 11થી સાંજના 4 સુધી)
ગાંધીનગર
- પાટનગર કેફે (15 માર્ચ, બપોરના 12થી સાંજના 7 સુધી)
- ઇક્વિટાસ બેંક, ધામેડા (17 માર્ચ, સવારના 11થી સાંજના 4 સુધી)
રાજકોટ
- હોટ એન્ડ ક્રસ્ટી કેફે (નાના માવા) – 17 માર્ચ (સવારના 11થી સાંજના 6 સુધી)
સુરત
- કોફી કિંગ (અડાજણ ગામ) – 17 માર્ચ (સવારે 11થી સાંજના 6 સુધી)
- ઇક્વિટાસ બેંક, કુંભરિયા રોડ – 17 માર્ચ (સવારે 11થી સાંજના 4 સુધી)
વડોદરા
- ધ ડગઆઉટ કેફે (ફતેહગંજ) – 17 માર્ચ
- ઇક્વિટાસ બેંક આઉટલેટ્સ – માંજલપુર, પાદરા (સવારે 11થી સાંજના 4 સુધી)
IPL 2025 માટે ગુજરાત ટાઈટન્સની ફુલ સ્ક્વોડ:
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, રાહુલ તિવેટિયા, રાશિદ ખાન, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોએત્ઝી, અર્ષદ ખાન, ગુરનૂર બ્રાર, શેર્ફન રૂધરફોર્ડ, સાઇ કિશોર, ઇશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત, કુલવંત ખેજરોલિયા.
આ પણ વાંચો: