અમદાવાદ: વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL 2025 ની ફાઈનલ 3 જુન, મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. મહત્વની વાત એ છે કે આ આ ઐતિહાસિક ફાઈનલ મેચ બાદ આ વખતે એક નવી ચેમ્પિયન ટીમ મળશે, જે સૌ કોઈ માટે રોમાંચક રહેશે. મેચ પહેલા બન્ને ટીમના કેપ્ટને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ટીમની પ્રદર્શનના વખાણ કરી IPL 2025 ની ટ્રોફી જીતવા ઉત્સાહ દેખાડ્યો.

'મને સ્થિતિ અનુકૂળ રમવું પસંદ છે' - શ્રેયસ ઐયર
IPL 2025 નું ટાઇટલ જીતવા પૂરી મહેનતથી રવિવારે PBKS અને RCB વચ્ચે મેદાનમાં ઉતરશે. મુંબઈ ઇન્ડિયન્સને રોમાંચક મેચમાં 3 વિકેટે હરાવી પંજાબ કિંગ્સે ફાયનલમાં પ્રવેશ કર્યો. આ બાબતે PBKS ના કેપ્ટન શ્રેયસ ઐયરે જણાવ્યું કે," મને રમતની સ્થિતિ અનુકૂળ રમવું પસંદ છે. વિકેટ કેવી રીતે વર્તે છે અને કોણ બોલર રમત આગળ વધતા આવશે એ ધ્યાને રાખી હું મારી ઇનિંગ બિલ્ટ કરું છું. હું કેપ્ટન તરીકે ટીમના તમામ ને સપોર્ટ કરું છું. અમે અમારા કોચ રિકી પોન્ટિંગની પ્રેરણા અને સપોર્ટથી સારું પરફોસન્સ કરી રહ્યા છીએ. અમદાવાદ થી અમે આ IPL ની શરૂઆત કરી હતી, અને ફાઈનલ પણ અમદાવાદમાં રમીને આ સિઝનની પૂર્ણાહુતિ કરીશું.

વધુમાં ઐયરે કહ્યું કે, "અમારા નવોદિત ખલાડીઓ ફોયરલેસ છે. ઘણાએ આ સીઝનમાં મેચ પોતાના પરફોર્મન્સ થકી જીતાડી છે. ટીમની અંદર એક્ઝિટમેન્ટ અને એકેસપરીએન્સ છે. મને MI સામેની ઈનિંગથી આનંદ છે. પણ મને સંતોષ નથી. હજી સીઝન પૂર્ણ થઈ નથી, ફાઈનલ મેચ બાકી છે. માટે હું ગઈ રાત્રે ફક્ત ચાર કલાક જ સૂતો છું.
યજુવેન્દ્ર ચહલની ઈજા વિશે કેપ્ટને શું કહ્યું?
"અમારી ટીમના સ્પિનર યજુવેન્દ્ર ચહલ સારા સ્પિનર છે. તેમની ઇજા અંગે હાલ મારી પાસે કોઈ અપડેટ નથી. ફાઈનલ મેચની પીચ પર મેચના પરિણામનો આધાર રહેશે. ફાઈનલ મેચમાં કેપ્ટન અને ટીમ તરીકે કયો વ્યૂહ અપનાવીશું એ હું વીરોધી કેપ્ટન સામે નહી જણાવું." ઐયરે હસતાં - હસતાં જવાબ આપ્યો.

'અમે રમતમાં એ જ વ્યૂહ પ્લાન કરીએ જે અમલમાં મૂકી શકીએ' - રજત પાટીદાર
RCB ના કેપ્ટન રજત પાટીદારે ફાઈનલ મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 'રમતમાં એ એ જ વ્યૂહ આયોજિત કરીએ છીએ જેને અમે નિયંત્રિત કરી શકીએ. અમે ટીમ તરીકે રમીશું. હા, વિરાટ કોહલી મહત્વના ખેલાડી છે. પણ અમે ટીમના દરેક ખેલાડીઓના પ્રદાનને મહત્વ આપીએ છીએ. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય અને IPL સ્તરે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. ટીમના દરેક ખેલાડીઓ ની હાઈ પ્રોફાઈલ છે. મારી ટીમ કેપ્ટન તરીકેની ભૂમિકા દરેક ખેલાડીઓ ને સતત પ્રોત્સાહિત કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની છે. હાલ ટીમમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓ વચ્ચે સંતુલિત સમન્વય છે જેથી ટીમમાં સુમેળ ભર્યો માહોલ છે.
'મેદાનમાં રાયવરી હોય, comfort નહી' - શ્રેયસ ઐયરે રજત પાટીદાર સાથેના દિવસો યાદ કર્યા
શ્રેયસ ઐયરે જણાવ્યું કે, 'હું અને રજત પાટીદાર મુસ્તાક અલી ટ્રોફીમાં ટીમના કેપ્ટન તરીકે રમેલા. આજે અમને બંનેને એ સમયની યાદ આવી ગઈ, જેમાં અમે બંને કેપ્ટન તરીકે સામ સામે હતા. હા, મેદાનમાં કેપ્ટન- કેપ્ટન વચ્ચે હરિફાઈ હોય પણ કોઈ પ્રકારનો સંઘર્ષ ન હોય. અહીં અમને બંનેને મુસ્તાક અલી ટ્રોફીનુ રિપિટેશન થાય છે એવી ફિલિંગ્સ આવે છે. અમને IPL ની ફાઈનલ મેચ રમવા માટે બેસ્ટ ફિલિંગ આવી રહી છે.

'કોચ રિકી પોન્ટિંગ ટીમને સતત મોટીવેટ કરે છે'
ટીમના દરેક ખેલાડી બેસ્ટ ઓફ ધ બેસ્ટ આપવા તત્પર છે. કોચ રિકી પોન્ટિંગ સાથે સમગ્ર ટીમનો સુયોગ્ય સમન્વય છે. રિકી પોન્ટિંગ ખુદ શ્રેષ્ઠ ખેલાડી અને કેપ્ટન રહ્યા છે જેના કારણે અમારી ટીમને શ્રેષ્ટ કોચિંગ આપી રહ્યા છે. રિકી પોન્ટિંગ ઓન ગિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ ટીમને સતત મોટીવેટ કરે છે, દરેક જૂનિયર અને સિનિયર ખેલાડી સાથે સતત સંવાદ કરી બેસ્ટ વાતાવરણ બનાવે છે.

"ફાઈનલ મેચમાં અમે કોઈ ફિક્સ પ્લાનિંગથી નહી જઈએ, સ્થિતિ પ્રમાણે અમે વ્યૂહ રચીશું. આ સીઝનમાં ખાસ તો મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં અમે વિરોધી ટીમને 203 રન સુધી સીમિત રાખ્યા એનો શ્રેય બોલર્સને જાય છે. છેલ્લી મેચમાં ઓપનિંગ સાથે જોસ ઇંગ્લિશ, નેહલ વાઢેરા સહિત સૌ સારું રમ્યા. બૂમરાના યોર્કરમાં મે જે સિક્સ ફટકારી એ શોટ પ્રેક્ટિસથી ન રમાય, પણ પીચ પર સમય વિતાવવાથી જે રમત સર્જાય, વિશ્વાસ ઊભો થાય એ પ્રમાણે બેટથી શોટ આવી જાય"
આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ સ્ટેડિયમમાં પ્રેકટિસ કરવા માટે ઉતર્યા છે. ETV ભારતના રિપોર્ટ અનુસાર આજે પણ પીચને કવરથી ઢાંકી દેવામાં આવ્યા છે. કારણ કે ગઈ કાલ રાત્રે મેચ દરમિયાન ભારે વરસાદ જોવા મળ્યો હતો. ફાઈનલ મેચમાં પીચને કોઈ નુકશાન ન થાય તે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂરે પૂરી તૈયારી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: