અમદાવાદ: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે, 3 જૂન 2025 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે IPL ની 18 મી ફાઇનલ મેચ રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરુ થશે, જેની પહેલા શંકર મહાદેવન સાથે સાંજે 6.30 વાગ્યે ક્લોઝિગ સેરેમની શરુ થશે.
સ્ટેડિયમ ખાતે હજોરો લોકોની ભીડ:
આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે IPL સિઝનની 18 મી ફાઈનલ રમાવા જઈ રહી છે. આ ઐતિહાસિક દિવસે મેચ જોવા સ્ટેડિયમમાં હજારો લોકોની ભીડ ઉમટી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટકથી RCB અને PBKS ના ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોચી ગયા છે. જેમાં મોટા ભાગે RCB અને વિરાટ કોહલીના ફેન્સ જોવા મળ્યો. જેઓ 18 વર્ષથી IPL ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદમાં વરસાદી વાતાવરણ:
એકબાજુ RCB vs PBKS મેચ માટે સૌ કોઈ ઉત્સાહી છે, ત્યાં બીજી તરફ વરસાદ મેચમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે પણ સ્ટેડિયમ ખાતે (4.00 થી 4.30 ની વચ્ચે) ઝીંણો વરસાદ શરુ થઈ ગયો છે. અમદાવાદના હવામાન અનુસાર છેલ્લા 2 કલાકમાં ગમે ત્યારે વરસાદ કો છાંટા પડી શકે છે. આની પહેલા PBKS vs MI ક્વોલિફાયર -2 મેચમાં પણ વરસાદે ખલેલ પહોંચાડ્યો હતો. જેના કારણે મેચ 2 કલાક મોડી એટલે કે 9. 40 એ શરુ થઈ હતી. 31 મે, ના સાંજના સમયે સ્ટેડિયમમાં ETV Bharat દ્વારા પ્રથમ વરસાદની પુષ્ટિ કરવામાં આવી હતી.

પ્રથમવાર મેદાનની બાઉન્ડરી પર LRD જવાનનો બંદોબસ્ત:
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ગેલરીમાંથી કોઈ પ્રેક્ષક કૂદીને મેદાનમાં ન ઘૂસી જાય તે માટે અમદાવાદ પોલીસે ખાસ તૈયારી કરી છે. IPLની ફાઈનલ મેચ દરમિયાન દોડવામાં ઝડપી હોય તેવા 140 LRD જવાનોની ખાસ પસંદગી કરવામાં આવી છે. આ વખતે સ્ટેડિયમમાં મેચની પીચ અને ગ્રાઉન્ડના બાઉન્ડરી પછીના સર્કલ પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યાર બાદ આઠ ફીટની રેલિંગ અને તેના પછી એક લેયર સુરક્ષાકર્મીઓ હશે અને તેના પછી લોકોની વચ્ચે પણ પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. મેચ દરમિયાન જો કોઈ પ્રેક્ષક રેલિંગ કૂદી ઘૂસવાનો પ્રયત્ન કરશે તો તેને તરત જ આગળ વધતો અટકાવી દેશે.

ફાઈનલ મેચ માટે સ્ટેડિયમની આસપાસ કડક પોલિસ બંદાબસ્ત:
શહેરના વિવિધ માર્ગો પર પોલીસના પોઈંટ ગોઠવવામાં આવશે. ફાઇનલ મેચમાં દેશભરમાંથી લોકો તેમજ ફિલ્મી હસ્તીઓ હાજર રહેવાની શક્યતા છે જેથી પોલીસ થ્રી લેયર બંદોબસ્તનું આયોજન કર્યું છે.જે મુજબ સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા જૂદા જૂદા ચેકિંગ પોઈંટો પરથી લોકોએ પસાર થવું પડશે. આ ઉપરાંત ડ્રોન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ ફરતે પોલીસ ડ્રોન દ્વારા આસપાસના વિસ્તારો અને સ્ટેડિયમમાં નજર રાખવામાં આવશે તેમજ શંકાસ્પદ હિલચાલ ઝડપી લેવામાં આવશે. આ ઉપરાંત એસઆરપીની કંપનીઓ પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવશે.બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનોને બંદોબસ્તમાં રહેશે. જેના કારણે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખી શકાય.

આ પણ વાંચો: