અમદાવાદ : આજે IPL 2025ની નવમી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ એકબીજા સાથે ટકરાશે. આ મેચ ગુજરાત તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમશે. બંને ટીમો IPL પોઈન્ટ્સ ટેબલમાં ટોપ -2 સ્થાન પર છે. આજે હોમ ગ્રાઉન્ડ પર GT ની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરે તેવી સ્ટેડિયમમાં આવેલ ચાહકોની આશા છે.
ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી વચ્ચેની આ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાહકો ભારે ભીડમાં ઉમટી પડ્યા છે. કેટલાક ચાહકો કેનેડા, અમેરિકા અને બેંગલોરથી પોતાના મનપસંદ ખેલાડીની એક ઝલક જોવા માટે અમદાવાદ આવ્યા છે. તો અમુક વહેલી સવારથી નેપાળના દેવી પૂજક સમાજના ચાહકો અને ગુજરાતના છેવાડા વિસ્તરમાંથી માત્ર ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓને સપોર્ટ કરવા માટે આવ્યા છે.
ઘણા ચાહકો રંગબેરંગી પોષક પેહરીને આવ્યા છે તો ઘણા ચાહકો આખા શરીર પર ગુજરાત ટાઈટન્સના રંગે રંગીને આવ્યા છે. સ્ટેડિયમમાં સૌથી વધુ શુભમન ગિલના ચાહકો જોવા મળ્યા. આ દરિમયાન અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના અભિયાનનો ભાગ બનીને ઘણા ચાહકોએ IPL મેચ દરમિયાન ગંદગી ન થાય તે માટે ભીનો અને સૂકો કચરો અલગ રાખવા માટે અપીલ કરી હતી.
છેલ્લી મેચમાં ગુજરાત જીત્યુંઃ
છેલ્લી મેચમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPLની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, લખનૌએ આ ટુર્નામેન્ટમાં ચોથી જીત નોંધાવી છે, જ્યારે ગુજરાતને બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત દ્વારા આપવામાં આવેલા 181 રનના લક્ષ્યાંકને લખનૌએ 19.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો.
GT vs DC આઈપીએલ મેચ માટે ચાહકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા. આજની મેચ જોવા માટે વિદેશ પણ ચાહકો શુભમન ગિલ અને GT ને સપોર્ટ કરવા માટે આવી પહોંચ્યા. ભર ગરમીમાં પણ સ્ટેડિયમની બહાર ચાહકોની ભારે ભીડ જોવા મળી.
આ પણ વાંચો: