નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સે 13 એપ્રિલ, રવિવારના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 12 રનથી વિજય મેળવીને IPL 2025માં પોતાની બીજી જીત નોંધાવી. મુંબઈ ઈન્ડિયન્સે 205 રનનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને દિલ્હીને 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ કરી દીધું.
We fought hard but fell marginally short. We roar back on Wednesday. pic.twitter.com/pcwVQP4hTu
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025
DC તરફથી કરુણ નાયર 40 બોલમાં 89 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને મેચ જીતવામાં મદદ કરી શક્યો ન હતો. મુંબઈ તરફથી કરણ શર્મા (3/36) અને મિશેલ સેન્ટનર (2/43) સૌથી વધુ વિકેટ લેનારા બોલરો હતા.
From 0(1) to 119(61), these two went Boht Hard 💥 pic.twitter.com/n3ECnb8nSk
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025
દિલ્હી કેપિટલ્સેની શાનદાર શરૂઆત:
દિલ્હી કેપિટલ્સે 11મી ઓવરમાં એક વિકેટે 119 રન બનાવ્યા હતા, જ્યાંથી તેઓ વિજય તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ રમત ડીસીના હાથમાંથી સરકી ગઈ. અભિષેક પોરેલને કરણ શર્માએ આઉટ કર્યો અને પછી, મિશેલ સેન્ટનરે ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ બોલ ફેંક્યો અને આક્રમક કરુણ નાયરને આઉટ કર્યો. ત્યારબાદ ભીનો બોલ બદલવામાં આવ્યો અને IPLના નિયમોમાં આ ફેરફારોને કારણે રમત પણ બદલાઈ ગઈ.
Nair fire against Bumrah 🔥pic.twitter.com/3D6kjyR5lx
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2025
સીઝનની પોતાની પહેલી IPL મેચ રમી રહેલા કરુણ નાયરે DCના પ્રભાવશાળી ખેલાડી તરીકે 89 રનની શાનદાર ઇનિંગ રમી અને DC માટે જીત નોંધાવવી સરળ લાગી રહી હતી. પરંતુ દસમા ઓવર પછી, મુંબઈએ છ ઓવરમાં કરુણ સહિત પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મેચમાં વાપસી કરી.
First time was so nice, we did it thrice! 🎯🔥
— Mumbai Indians (@mipaltan) April 13, 2025
Our stunning fielding proved to be the difference tonight 💙#Mumbaindians #PlayLikeMumbai #TATAIPL #DCvMI pic.twitter.com/dRHkijBiAP
કરુણ નાયરની શાનદાર ઇનિંગ્સ વ્યર્થ ગઈ
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં ડીસીની આ પહેલી હાર છે જ્યારે મુંબઈની આ બીજી જીત છે. ૨૦૬ રનનો પીછો કરતા ડીસી 19 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગયું. દિલ્હી તરફથી કરુણ નાયરે સૌથી વધુ 89 રન બનાવ્યા જેમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, આ સિવાય અભિષેક પુરેલે 33 રનની ઇનિંગ રમી.
𝐍𝐞𝐯𝐞𝐫. 𝐂𝐨𝐮𝐧𝐭. 𝐔𝐬. 𝐎𝐮𝐭. 🔥pic.twitter.com/p7JxpJpIba
— Mumbai Indians (@mipaltan) April 13, 2025
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જબરદસ્ત બેટિંગ
ટોસ હાર્યા બાદ, તિલક વર્માના 33 બોલમાં 59 રન, સૂર્યાના 28 બોલમાં 49 રન, રિક્લટનના 25 બોલમાં 41 રન અને અંતે નમન ધીરના 17 બોલમાં 38 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 2025 રનનો સ્પર્ધાત્મક સ્કોર બનાવ્યો હતો.
સંક્ષિપ્ત સ્કોર: મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 205/5 (તિલક વર્મા 59, રાયન રિક્લટન 41; કુલદીપ યાદવ 2-23, વિપ્રજ નિગમ 2-41) દિલ્હી કેપિટલ્સ 19 ઓવરમાં 193 ઓલઆઉટ (કરુણ નાયર 89, અભિષેક પોરેલ 33; કર્ણ શર્મા 3-36, મિશેલ સેન્ટનર 2-43)
આ પણ વાંચો: