હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ પાસે જીત માટે 153 રનનો લક્ષ્યાંક હતો. રન ચેઝમાં ગુજરાતની શરૂઆત સારી નહોતી કારણ કે તેઓએ ત્રીજી ઓવરમાં સાઈ સુદર્શન અને બીજી ઓવરમાં જોસ બટલરનો વિકેટ ગુમાવી દીધી હતી. બે ઝડપી વિકેટ ગુમાવ્યા બાદ વોશિંગ્ટન સુંદર GT માટે ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો. ટીમના આ નિર્ણયને જોઈને તે સમયે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
Now that’s what we call a 𝐒𝐔𝐍𝐃𝐀𝐑 GT debut match! 😍 pic.twitter.com/LRf2ciVlNb
— Gujarat Titans (@gujarat_titans) April 6, 2025
જોકે, સુંદરે ક્રીઝ પર આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું અને કેટલાક મોટા શોટ ફટકાર્યા. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં, તેણે સિમરજીત સિંહ સામે 20 રન બનાવ્યા. આ સાથે, તેણે કેપ્ટન શુભમન ગિલ સાથે 90 રનની ભાગીદારી કરીને ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી. આ મેચમાં તે 49 રન બનાવીને આઉટ થયો હતો અને 1 રનથી અડધી સદી ચૂકી ગયો હતો.

વોશિંગ્ટન સુંદરને ચોથા નંબરે મોકલવાનો નિર્ણય કોનો હતો?
વોશિંગ્ટન સુંદરને ચોથા નંબરે મોકલવાનો નિર્ણય સાચો સાબિત થયો. તેથી જ્યારે મેચ પૂરી થઈ, ત્યારે સુંદરને બેટિંગ ક્રમમાં કોણે પ્રમોટ કર્યો તેની ચર્ચા બધે થઈ. ઘણા લોકો વિચારી રહ્યા હતા કે આ નિર્ણય કેપ્ટન શુભમન ગિલનો હતો. પરંતુ મેચ પછી, વોશિંગ્ટન સુંદરે પોતે જ ખુલાસો કર્યો કે, તેમને ચોથા નંબરે મોકલવાનો નિર્ણય કોનો હતો.
Witnessing each other's journeys 😊
— IndianPremierLeague (@IPL) April 7, 2025
Enjoying each other's success 👏
All of this and more with Washington Sundar & Sai Kishore post #GT's win over SRH last night 👌 👌 - By @ameyatilak #TATAIPL | #SRHVGT | @gujarat_titans | @Sundarwashi5 | @saik_99
વોશિંગ્ટન સુંદરે કહ્યું કે, 'આ નિર્ણય કોચ આશિષ નેહરાનો હતો. તેમના કેપ્ટન (ગિલ) આ ઇનિંગ્સ દરમિયાન તેમને કહેતા રહ્યા કે મેચને શક્ય તેટલા અંત સુધી લઈ જાઓ. તેણે સારી શરૂઆત કરી હતી અને તે મેચનો અંત કરવા માંગતો હતા.' IPL 2025 ની ઓફિશિયલ વેબસાઇટ પર મેચ પત્યા પછી વોશિંગ્ટન સુંદરનું ઇંટરવ્યૂ શેર કરવામાં આવ્યો છે જેમાં તેને આ વાતનો ખુલાસો કરો છે.
3️⃣ wins on the trot 💙
— IndianPremierLeague (@IPL) April 6, 2025
A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙
Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @gujarat_titans pic.twitter.com/tYB1Dt5mdd
વોશિંગ્ટન સુંદરે કેપ્ટનનો સાથ આપ્યો:
સુંદરે કહ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષોમાં હૈદરાબાદમાં એક ટ્રેન્ડ રહ્યો છે કે બીજી ઇનિંગમાં વિકેટો સરળ થઈ જાય છે અને 160-170 ના લક્ષ્યનો પીછો કરવો એટલો મુશ્કેલ નથી. આ ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું કે, બે વિકેટ પડ્યા પછી કોચ આશિષ નેહરાએ તેને ચોથા નંબરે બેટિંગ કરવા કહ્યું. આ તેમના માટે એક દુર્લભ તક હતી અને તેમણે તેનો ભરપૂર ઉપયોગ કર્યો. 'તમને જણાવી દઈએ કે, સુંદરે આ મેચમાં 29 બોલમાં 49 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. મોહમ્મદ શમીની બોલિંગમાં અનિકેત વર્માએ તેને કેચ આઉટ કરાવ્યો.
આ પણ વાંચો: