લંડન: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 27 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાએ વિજય મેળવ્યો છે. ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિજેતા માટે રેકોર્ડ ઇનામી રકમની જાહેરાત કરી છે. આ પહેલી વાર છે જ્યારે ભારત WTC ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયું છે. આ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને દક્ષિણ આફ્રિકા WTC ફાઇનલ જીતનાર ત્રીજી ટીમ બની.

કેટલી છે ઈનામની રકમ?
ટીમ ઈન્ડિયા છેલ્લા બે આવૃત્તિઓમાં રનર-અપ રહી છે. આ વખતે ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી. પરંતુ આ છતાં, ટીમ ઈન્ડિયાને ઇનામ તરીકે મોટી રકમ મળશે. ત્રીજા સ્થાન માટેભારતીય ટીમને US $1.44 મિલિયન એટલે કે 12.30 કરોડ રૂપિયા મળશે. 2023-25 ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર દક્ષિણ આફ્રિકાની ટીમને પાછલી ચેમ્પિયનશીપની તુલનામાં બમણી રકમ મળશે. જે 3.6 મિલિયન યુ.એસ ડોલર એટલે કે અંદાજે 1,000 કરોડ રૂપિયા થાય.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆🇿🇦
— ICC (@ICC) June 14, 2025
South Africa take home the 𝐌𝐚𝐜𝐞 👏#WTC25 #SAvAUS pic.twitter.com/Yy4C4AQEO7
ફાઇનલમાં હારનારી ટીમ પણ ધનવાન બની:
WTC ફાઇનલમાં હારનારી ટીમ પણ ખૂબ ધનવાન બનશે. WTC રનર્સ-અપ ઓસ્ટ્રેલિયા ટીમ માટે ઈનામી રકમ પણ 800,000 USD થી વધારીને 2.16 મિલિયન USD કરવામાં આવી છે, જે ભારતીય ચલણમાં 18.45 કરોડ રૂપિયાની સમકક્ષ છે. આ ઉપરાંત, ચોથા ક્રમે રહેલા ન્યુઝીલેન્ડને US$ 1.44 મિલિયન મળશે. છેલ્લી વાર, તેને US$350,000 મળ્યા હતા. પાંચમા ક્રમે રહેનાર ઈંગ્લેન્ડને US$960,000 મળશે. છેલ્લી વાર, તેમને US$200,000 મળ્યા હતા.
બાકીની ટીમને કેટલું ઈનામ?
વધુમાં 2023-25 WTC ચક્રમાં છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા ક્રમે રહેલી ટીમોને USD 100,000 મળ્યા. આ વખતે, શ્રીલંકા (છઠ્ઠા) ને 840,000 યુએસ ડોલર, બાંગ્લાદેશ (સાતમા) ને 720,000 યુએસ ડોલર અને વેસ્ટ ઇન્ડીઝ (આઠમા) ને 600,000 યુએસ ડોલર મળશે. નવમા ક્રમે રહેલા પાકિસ્તાનને US$480,000 મળશે.
It's exciting to announce that the winner of the #WTC25 Final between South Africa and Australia will earn $3.6M, with the runner-up to receive $2.1M. The increase in prize money exhibits our efforts to prioritize Test cricket and build on momentum from previous WTC cycles. @ICC pic.twitter.com/GMgWxM7GSb
— Jay Shah (@JayShah) May 15, 2025
ભારતીય ટીમ બે વાર ફાઇનલમાં:
ભારતીય ક્રિકેટ ટીમ બે વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. 2021 માં પ્રથમ વખત, ભારતનો સામનો ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સાથે થયો. આ પછી, 2023 માં, ટીમ ઇન્ડિયાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો. ભારતીય ટીમ આ બંને ફાઇનલ મેચ હારી ગઈ. ભારતીય ટીમ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી શકી હોત, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હાર અને પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નિષ્ફળતાને કારણે ટીમ ઇન્ડિયાના પોઈન્ટ ઘટ્યા, જેના કારણે તે ફાઇનલમાં પહોંચી શકી નહીં.
આ પણ વાંચો: