અમદાવાદ: વર્ષ 1993 માં નવેમ્બરની એક ઠંડી સાંજે, 'વર્લ્ડ હેવી વેટ ચેમ્પિયન્સશીપ' જે લાસ વેગાસના સીઝર પેલેસ ખાતે યોજાઇ હતી જેમાં લાખો લોકો એક એવી મેચ માટે એકત્ર થયા હતા જે ઇતિહાસના પાને નોંધવાની હતી. ઇવાન્ડર હોલીફિલ્ડ અને રિડિક બોવે હેવીવેઇટ ચેમ્પિયનશિપ રિમેચમાં ટકરાવવાના હતા, જે ગયા વર્ષ (1992) ના તેમના મહા મુકાબલાની સિક્વલ હતી. પરંતુ, ભાગ્યની ઇચ્છા મુજબ તે રાત ફક્ત રિંગની અંદર ફેંકાયેલા મુક્કાઓ માટે જ નહીં, પણ તેની ઉપર બનેલી અભૂતપૂર્વ ઘટના માટે પણ યાદ રાખવામાં આવશે.
" fan man" james miller caused chaos #OTD in 1993 when his paraglider hit the ring during the Riddick Bowe v Evander Holyfield WBA + IBF HW title fight at Caesars Palace. Holyfield went on to win by MD + Miller said: "It was a HW fight and I was the only guy who got knocked out." pic.twitter.com/frNcEGo6sY
— Historic Boxing (@BoxerJoeGrim) November 6, 2024
શું હતું સંપૂર્ણ ઘટના:
વાત જાણે છે એમ છે કે, જેમ્સ મિલર જે તે સમયના ફેમસ સ્ટંટ મેન હતા તેમણે આ મેચ માટે એક સ્ટંટ પ્લાન કર્યો હતો. મેચના સાતમ રાઉન્ડમાં તેઓ પેરાશૂટ પહરીને આ ચાલતી બોક્સિંગ મેચમાં ઉતરવાના હતા. મિલરને આ સ્ટંટ પરથી આશા હતી કે તેમને વધુ લોકો જાણતા થશે અને તેઓ હજી વધારે પ્રખ્યાત થઈ જશે. પરંતુ તેમની આ ધારણા ખોટી પડી જ્યારે તેઓ આ સ્ટંટ કરવા ઉતર્યા અને તેમનું પેરાશૂટ રિંગ લાઇટમાં ફસાઈ ગયું. ગજબની વાત એ છે કે તેઓ સીધા બોક્સ રીંગના રોપ્સ સાથે અથડાયા અને ત્યાં બેઠેલ ભીડની ઉપર પડ્યા.
#OnThisDay in 1993 Evander Holyfield regained the IBF heavyweight championship by a 12 round MD over Riddick Bowe. The fight was delayed for 21 minutes in round 7 when James " fan man" miller crashed his parachute hand glider into the ring and got tangled in the ropes. #boxing pic.twitter.com/RAm2l5Rp6n
— FanOfPugilism (@Brett_McCauley) November 6, 2024
આ એક ઐતિહાસિક મેચ હતી માટે જ્યારે તેમને આ સ્ટંટ કર્યો જે સફળ તો ન થયો પરંતુ ત્યાં બેઠેલા લાખો લોકોની ભીડમાં અફરા તફરી મચી ગઈ.તેઓએ જગ્યા પર લેન્ડ થયા જ્યાં રિડિક બોવે જેઓ આ મેચના એક ફાઇટર હતા તેમના સ્પોર્ટ સ્ટાફ પર જઈને પડ્યા. તેઓએ મિલરને મારવાનું શરૂ કરી દીધું અને લગભગ 20 મિનિટ સુધી મેચ રોકાઈ ગઈ. ત્યારબાદ સિક્યોરીટી ત્યાં આવીને સ્થિતિને સંભળવાનો પ્રયત્ન કર્યો. અને મિલરને ત્યાંથી સ્ટ્રેચર પર લઈને ગયા.
આ સ્ટંટ મિલરને મોંઘો પડ્યો:
જેમ્સ મિલરને આ સ્ટંટનું ખૂબ જ માઠું પરિણામ ભોગતવું પડ્યું. લોકોને જે નુકશાન થયું અને મેચ દરમિયાન રૂલ્સ તોડયા બદલ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા અને (charged with several offences) એટલે કે ઘણા બધા આરોપ તેમની પર મૂકવામાં આવ્યા. આ ઘટના બાદ મિલરને ઘણો દંડ ફટકારવામાં આવ્યો અને લાસ વેગાસના નિયમો અનુસાર તેમને કમ્યુનિટી સર્વિસ પણ કરવી પડી.
આ ઘટનાએ બોક્સિંગના ઇતિહાસમાં બદલાવ લાવ્યો:
જેમ્સ મિલરના આ સ્ટંટ બાદ બોક્સિંગ ચેમ્પિયનશીપની સિક્યોરીટી સર્વિસ પર પ્રશ્ન ઉઠયા. આ ઘટના (ફેન મેન ઘટના) લાઈવ સ્પોર્ટની સિક્યોરીટીમાં એક કેસ સ્ટડી બની ગયો. ફરી આવી કોઈ ઘટના ના બને તે માટે મહત્વપૂર્ણ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં સિક્યોરીટી વધુ મજબૂત કરવામાં આવી. તો આ રીતે જેમ્સ મિલરનો આ એક સ્ટંટ જે તેમને નામના મેળવવા માટે પ્લાન કર્યો હતો અફસોસ કે તે સફળ ના થયો પરંતુ તે બોક્સિંગના ઇતિહાસમાં મોટો બદલાવ લાવી ગયો.
આ પણ વાંચો: