અમદાવાદ: આજે, 30 મે 2025 ની રોજ IPL ની 18મી સીઝનના પ્લેઓફની એલિમિનેટર મેચ રમાશે. આ એક નોકઆઉટ મેચ હશે જેમાં હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ મુલ્લાનપુરમાં એકબીજા સામે સાંજે 7.30 વાગ્યે ટકરાશે. બંને ટીમો જીત મેળવવા માટે ભરપૂર પ્રયત્ન કરશે. આ મેચ જીતનાર ટીમ ક્વોલિફાયર -2 માં પહોંચી ફાઇનલમાં પહોંચવાનો વધુ એક મોકો મેળવી શકે છે.
Say Hello to the first 𝐅𝐈𝐍𝐀𝐋𝐈𝐒𝐓𝐒 of #TATAIPL 2025 ❤#RCB fans, how elated are you? 🤩
— IndianPremierLeague (@IPL) May 29, 2025
Updates ▶ https://t.co/FhocIrg42l#PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/gmnjZsFWxF
RCB ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની:
29 મે ના રોજ, IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાયા હતા. આ મેચમાં RCB ના બોલરોએ શાનદાર પ્રદર્શન કરી મેચને એકતરફી કરી દીધી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નિરાશાજનક પ્રદર્શન કર્યું અને 14.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 101 રન બનાવ્યા. RCB એ 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 106 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે 102 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો.
Are you ready, Titans Fam? 💪
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2025
PS: Don’t miss Nehraji’s cameo. 😉 pic.twitter.com/DxQRLoHotl
2016 પછી, RCB હવે 9 વર્ષ પછી 2025 માં ફાઇનલમાં પ્રવેશ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના 18 વર્ષના ઇતિહાસમાં RCB એ 2009 માં પહેલી વાર આઈપીએલ ફાઇનલ રમી હતી. આ પછી ટીમે 2011 માં બીજી વખત IPL ફાઇનલ રમી અને 2016 માં ત્રીજી વખત IPL ફાઇનલમાં પ્રવેશી હતી. હવે બેંગ્લોરની ટીમ IPL 2025 માં તેની ચોથી ફાઇનલ રમવા જઈ રહી છે.

GT vs MI કઈ ટીમ વધારે મજબૂત?
IPL 2025 એલિમિનેટર મેચમાં મુંબઈ અને ગુજરાત વચ્ચેની મેચ પહેલા, ચાલો ગ્રુપ સ્ટેજ દરમિયાન પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની સ્થિતિ જોઈએ. મુંબઈ ઈન્ડિયન્સ 14 મેચમાં 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સની ટીમના 18 પોઈન્ટ હતા અને તેઓ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતા. અત્યાર સુધી, આ બંને ટીમો IPL ટુર્નામેન્ટના ઇતિહાસમાં 7 મેચ રમી ચૂકી છે. જેમાં ગુજરાત ટાઇટન્સે 5 મેચ અને મુંબઈ ઇન્ડિયન્સે 2 મેચ જીતી છે. આજની મેચ મુલ્લાનપુર (ન્યુ ચંદીગઢ) ના તટસ્થ સ્થળ પર યોજાવા જઈ રહી છે, આ મેદાન પર બંને ટીમો વચ્ચે આ પહેલી ટક્કર હશે.

મુલ્લાનપુરની પિચ બેટ્સમેન માટે કેવી?
મુલ્લાનપુરની પિચ વિશે વાત કરીએ તો, તે બેટિંગ માટે અનુકૂળ છે. આ પીચ પર બેટ્સમેનોને ફટકારવાનું સરળ છે. અહીં બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો છે. આ મેદાન પર 200 થી વધુનો સ્કોર અપેક્ષિત છે. અહીં બોલરોને પહેલી ઇનિંગ કરતાં બીજી ઇનિંગમાં વધુ મદદ મળવાની અપેક્ષા છે. આ મેદાન પર સ્પિનરો કરતાં ઝડપી બોલરો વધુ અસરકારક સાબિત થયા છે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 5 મેચ જીતી છે, જ્યારે પાછળથી બેટિંગ કરનારી ટીમે 4 મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 165 થી 170 રન છે.
ચંદીગઢમાં આજે કેવું રહેશે હવામાન?
હવામાનની વાત કરીએ તો, આજે ચંદીગઢમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જેના કારણે બોલરોને થોડો સ્વિંગ મળી શકે છે. સાંજે તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, અને ભેજનું પ્રમાણ ૪૩ ટકાની આસપાસ રહેશે. જોકે, વરસાદની કોઈ શક્યતા નથી, તેથી મેચ તેની સંપૂર્ણ 20 ઓવર માટે રમવામાં આવે તેવી અપેક્ષા છે.
The stakes are sky-high, and our Titans are match-ready! 💪 pic.twitter.com/qpeWE6j7LH
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2025
GT vs MI: બંને ટીમોમાં આ ફેરફાર થવાની શક્યતા
મુંબઈ ઈન્ડિયન્સને તેમની છેલ્લી લીગ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તેથી આજે પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો શક્ય છે. જોસ બટલરની ગેરહાજરીથી ગુજરાત ભલે આંચકો અનુભવે, પરંતુ ટીમે સમગ્ર સિઝન દરમિયાન પોતાની તાકાત દર્શાવી છે.GT ની ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન રધરફોર્ડ, શાહરુખ ખાન, રાહુલ તિવેટિયા પણ સારી એવી બેટિમગની ક્ષમતા ધરાવે છે. આવી સ્થિતિમાં જે પણ ટીમ આજના દબાણને વધુ સારી રીતે સંભાળશે, જીત તે ટીમને જ મળશે.
ACKO’s got the Titans insured - on and off the pitch! 🤝 pic.twitter.com/h67JgwFVH4
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2025
મેચ માટેની બંને ટીમો:
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, આર સાઇ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ
ઈમ્પેક્ટ પ્લેયરઃ પ્રસિદ્ધ ક્રિષ્ના
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, રેયાન રિકલટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ
ઇમ્પેક્ટ પ્લેયર: કર્ણ શર્મા
આ પણ વાંચો: