અમદાવાદ: IPL 2025 માં આજે 9 એપ્રિલે જ્યારે ગુજરાત જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ આમને સામને હશે ત્યારે આ મેચ માત્ર 2 પોઈન્ટ માટે નહીં હોય પરંતુ પ્રભુત્વ જમાવવા માટે ખરાખરીનો જંગ થશે. કારણ કે IPL માં અત્યાર સુધી આ બંને ટીમો વચ્ચેની ટક્કરમાં મેચ એક તરફેણ રહી છે. જેમાં GT વધારે મજબૂત ટીમ બની રહી છે. પરંતુ RR ની તે એક જીત અમદાવાદમાં જ મળેલ છે. આજની મેચ માટે ગુજરાત ટાઈટન્સની ટીમ વિષે ચાલો જાણીએ સંપૂર્ણ સમીકરણ

GT ની ત્રણ ત્રિપુટી - ગિલ, બટલર અને સાઈ સુદર્શન
ગુજરાત ટાઈટન્સની મોટી તાકાત તેમના ટોપ 3 બેટ્સમેન છે. GT ના ટોપ ઓર્ડરે આ સિઝનમાં અત્યાર સુધી લીગમાં સૌથી સારું પ્રદર્શન કર્યું છે. દરેક મેચમાં GT ના ટોપ ઓર્ડરમાંથી કોઈના કોઈ ખેલાડી અડધી સદી મારી છે અંત સુધી ડતી રહે છે. જેનાથી ટીમને સ્થિરતા અને લાંબો સ્કોર મળે છે.

સમગ્ર ટુર્નામેન્ટમાં GT ના ટોપ 3 બેટ્સમેનોની સરેરાશ (50.3) સૌથી ઊંચી રહી છે. અને ખાસ વાત એ છે કે તેમના ટોપ 3 બેટ્સમેનોએ 140 થી વધુ રન બનાવી લીધા છે. GT સિવાય બીજી કોઈપણ ટીમના બેટ્સમેન આ કરી શક્યા નથી. ગુજરાતના ટોપ ત્રણેય બેટ્સમેનોએ મળીને કુલ 503 રન બનાવી લીધા છે, જે લીગમાં સૌથી વધુ છે. જેમાં સાઈ સુદર્શન 191 રન બનાવીને ટુર્નામેન્ટના ટોપ સ્કોરરમાં ત્રીજા નંબર પર છે.

GT ને શ્રીલંકાની સ્પિન જોડીથી બચીને રહેવું પડશે:
રાજસ્થાન રોયલ્સના માટે શ્રીલંકાની સ્પિન જોડી મહીશ તીક્ષણા અને વાનિંદુ હસરંગા તે બંને પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી રહ્યા છે. તીક્ષણાને મેચના ત્રણેય ફેઝમાં બોલિંગ કરવાની તક મળી છે. જેમાં સૌથી વધુ તેણે પાવરપ્લેમાં બોલિંગ કરેલ છે. તે રન રોકવા માટે સ્પેશલીસ્ટ છે અને ડેથ ઓવર્સ (17-20) માં પણ 6 ની ઈકોનોમીથી બોલિંગ કરી ચૂક્યા છે. બીજી તરફ હસરંગા સંપૂર્ણ રીતે મિડલ ઓવર્સના વિકેટ ટેકિંગ વિકલ્પ બની રહ્યો છે. 7 થી 16 ઓવર સુધી તેમણે માત્ર 11 ની સ્ટ્રાઈક રેટથી 3 મેચમાં 6 વિકેટ ઝડપી છે. અત્યાર સુધી IPL 2025 માં, RR સ્પિનરો દ્વારા સૌથી વધુ વિકેટ લેનારી ટીમોમાં બીજા ક્રમે છે. આ બંને બોલરોએ કુલ 11 વિકેટ લીધી છે.

રાશીદ ખાન RR ના મિડલ ઓર્ડર્સને મુશ્કેલીમાં મૂકી શકે છે:
આ સિઝનમાં રાશીદ ખાને અત્યાર સુધી એક જ વિકેટ લીધી છે, પરંતુ તેમના પાસેથી આશા છે કે RR સામે તેઓ તમારી જૂની લયમાં પાછા ફરે. રિયાન પરાગ અને શમરોન હેટમાયર બંને ખેલાડી રાશીદ સામે પહેલા પણ સંઘર્ષ કરતાં દેખાયા છે. T20 માં પરાગે રાશીદ ખાન વિરુદ્ધ 5 ઈનિંગ્સમાં 24 રન બનાયા છે અને 2 વાર આઉટ થયા છે. જ્યારે હેટમાયરે 14 ઈનિંગ્સમાં 79 રન બનાયા અને 6 વખત રાશીદનો શિકાર બન્યા છે.

સિરાજ બેટ્સમેન માટે સૌથી મોટો વિકલ્પ:
IPL 2025 માં, મોહમ્મદ સિરાજે શાનદાર વાપસી કરી અને શરૂઆતની ઓવરોમાં જ વિરોધી ટીમોની કમર તોડી નાખી. જ્યારે પહેલી મેચ સિરાજ માટે ખાસ નહોતી - જ્યાં તેણે 13.5 ની ઇકોનોમીથી રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં - તેણે આગામી ત્રણ મેચમાં ઉત્તમ ફોર્મ બતાવ્યું, 5.8 ની ઇકોનોમીથી કુલ 9 વિકેટ લીધી. સિરાજ આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે - અત્યાર સુધીમાં તેણે પ્રથમ છ ઓવરમાં 6 બેટ્સમેનોને આઉટ કર્યા છે. જીટીના દૃષ્ટિકોણથી, તેમનું બોલિંગ આક્રમણ પાવરપ્લેમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ટીમે અત્યાર સુધીમાં પાવરપ્લેમાં 8 વિકેટ લીધી છે અને ઇકોનોમી (8.5) ની દ્રષ્ટિએ લીગની ટોચની ટીમોમાં પણ સામેલ છે.
આ પણ વાંચો: