અમદાવાદ: ગુજરાત ટાઇટન્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો. જોસ બટલર ગુજરાતની જીતનો હીરો રહ્યા. તેમની શાનદીર સદીએ ટીમને એકતરફી જીત અપાવવામાં મદદ કરી અને ગુજરાત ટાઇટન્સે IPLના ઇતિહાસમાં પ્રથમ વખત 200 થી વધુ રનનો સફળતાપૂર્વક પીછો કર્યો.
જોસ ધ બોસ મેચમાં છવાયા:
દિલ્હી દ્વારા આપવામાં આવેલા 204 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ગુજરાતની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન શુભમન ગિલ ઇનિંગની બીજી ઓવરમાં રન આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો. જોકે, ત્યારબાદ સાઈ સુદર્શન અને જોસ બટલરે ઇનિંગ્સને સ્થિર કરી અને આક્રમક અડધી સદીની ભાગીદારી નોંધાવી. બાદમાં, આક્રમક બેટિંગ વચ્ચે સાઈ સુદર્શન (36) પણ આઉટ થઈ ગયો. પરંતુ એક તરફ જોસ બટલર આક્રમક શોટ રમી રહ્યો હતો.

આ પછી, પ્રભાવશાળી ખેલાડી તરીકે આવેલા રૂથરફોર્ડે પણ જોસ બટલરને આકર્ષક શોટથી ટેકો આપ્યો અને ટીમની જીત સુનિશ્ચિત કરી. આ જીત સાથે, ગુજરાતે સિઝનમાં પોતાનો પાંચમો વિજય મેળવ્યો છે અને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.
દિલ્હના બેટ્સમેનો કંઈ ખાસ કમાલ કરી શક્યા નહીં:
આ મેચમાં, ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને મુલાકાતી દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. આ પછી, દિલ્હી કેપિટલ્સ બેટિંગ કરવા ઉતર્યા અને તકનો લાભ ઉઠાવીને આક્રમક શરૂઆત કરી. તેમના ઓપનરોએ માત્ર ૧.૪ ઓવરમાં ૨૩ રન બનાવ્યા. જોકે, ઓપનર અભિષેક પોરેલ (૧૮) આક્રમક શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થઈ ગયો.

ત્યારબાદ દિલ્હીએ કેએલ રાહુલ (28), કરુણ નાયર (31), અક્ષર પટેલ (39), આશુતોષ શર્મા (37) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (31) ની આક્રમક ઇનિંગ્સની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા. ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી. રસપ્રદ વાત એ છે કે દિલ્હીની ટીમે 200 રનનો આંકડો પાર કરી લીધો હોવા છતાં, તેમનો કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નથી. દિલ્હી કેપિટલ્સે ઇતિહાસમાં આ બીજી વાર આ સિદ્ધિ હાંસલ કરી છે.
જોસ બટલર IPL ઇતિહાસમાં રન ચેઝ દરમિયાન ત્રણ વખત 90 રન બનાવી અણનમ રહેનાર પ્રથમ ખેલાડી બન્યા
- 95* વિરુદ્ધ CSK 2018
- 94* વિરુદ્ધ MI 2018
- 97* વિરુદ્ધ DC 2025
આ પણ વાંચો: