અમદાવાદ: IPL 2025 માં આજે 18 એપ્રિલના રોજ ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. GT અને DC પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ અને બીજા નંબર પર છે. માટે આ મેચ વધારે રોમાંચક બનશે. GT ના ટોપ 3 બેટ્સમેન શુભમન ગિલ, જોસ બટલર અને સી સુદર્શન સતત બધી મેચોમાં રન બનાવીને ટીમને મજબૂત બનાવે છે. તો બીજી બાજુ DC પાસે ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ શર્મા જેવા ફિનિશર છે જેઓ ડેથ ઓવર્સમાં સૌથી ખતરનાક સાબિત થાય છે. ચાલો અમુક ખાસ આંકડાઓ અને બેટર - બોલિંગ મેચ અપ વિશે જાણીએ.

GT vs DC હેડ ટુ હેડ:
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 35 મી મેચ યોજાશે. તે પહેલા આ બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને ટીમો અત્યાર સુધીમાં 5 IPL મેચોમાં એકબીજાનો સામનો કરી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન, દિલ્હી કેપિટલ્સે 3 મેચ જીતી છે. તે જ સમયે, ગુજરાત ટાઇટન્સે 2 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી બે મેચ ગુજરાતે જીતી હતી, ત્યારબાદ દિલ્હીએ જીતની હેટ્રિક બનાવી છે. બંને ટીમો IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે, તેથી આજે બંને વચ્ચે એક રોમાંચક મેચ થવાની અપેક્ષા છે.
DC માટે મહાવિક્ટ GT ની ત્રણ ત્રિપુટ
ગુજરાત ટાઈટન્સના ટોપ 3 બેટ્સમેન આ સિઝનમાં ટીમની સૌથી મોટી મજબૂતાઈ છે. આ ત્રણ માંથી કોઈ એક બેટરે દરેક મેચમાં અડધી સદી તો જરૂરથી બનાવી છે. એટલું જ નહીં આ સિઝનમાં GT ના ટોપ 3 બેટ્સમેનોની એવરેજ સૌથી વધુ (47.2) છે, જે બીજી અન્ય ટીમની સરખામણીમાં સર્વશ્રેષ્ઠ છે. આ ત્રણેય બેટ્સમેનોએ મળીને અત્યાર સુધી 755 રન બનાવી લીધા છે. જે બેટરો પછી LSG (881) સૌથી વધુ છે . તેના સિવાય પહેલી મેચમાં બટલર 18મી ઓવર સુધી રમ્યા, બીજી મેચમાં સુદર્શન પણ 18 મી ઓવર સુધી ટકી રહ્યા, ત્રીજી અને ચોથી મેચમાં બટલર - ગિલ ચેક સુધી અણનમ રહ્યા. પાંચમી મેચમાં સુદર્શન 19મી ઓવર સુધી રન બનાવ્યા અને છઠ્ઠી મેચમાંબટલર 17 મી ઓવર સુધી ટકી રહ્યા. જે દર્શાવે છે કે GT નો ટોપ ઓર્ડર બધી ટીમ સામે મજબૂત પ્રદર્શન કરે છે.

જેક ફ્રેઝર-મેકગર્ક ની આ કમજોરી બધાં જાણી ગયા:
IPL 2025 માં ઝેક ફ્રેઝર-મેકગર્કની નબળાઈઓ હવે ખુલ્લી પડી ગઈ છે, અને બોલરો આ પેટર્નનો પૂરો લાભ લઈ રહ્યા છે. તે ફાસ્ટ બોલરો સામે છમાંથી પાંચ વખત આઉટ થયો છે, અને દરેક વખતે બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યો છે. સૌથી મોટી વાત જે સામે આવી છે તે એ છે કે 80% વખત તે આઉટસ્વિંગ બોલ પર આઉટ થયો છે. તેનો એક સામાન્ય સ્વભાવ એ છે કે તે ઓફ સ્ટમ્પની બહાર આઉટસ્વિંગ બોલને લેગ સાઈડ તરફ રમવાનો પ્રયાસ કરે છે, ઘણીવાર શોટને ખોટી રીતે સમજીને કેચ થઈ જાય છે. અત્યાર સુધી તે જે બોલ પર આઉટ થયો છે તે બધા ઓફ સ્ટમ્પની બહાર હતા, જેમાંથી 80 ટકા વખત તે 6 થી 10 મીટરની લંબાઈ પર આઉટ થયો છે.

બટલર vs અક્ષર અને કુલદીપ
ડીસીના સ્પિન બોલરો સામે બટલરનું પ્રદર્શન આ મેચની દિશા નક્કી કરી શકે છે. ત્રીજા નંબર પર બેટિંગ કરતો બટલર ઓપનર્સ અને મિડલ ઓર્ડર વચ્ચે મજબૂત કડી બની ગયો છે. હવે તેઓ ડીસીની મજબૂત સ્પિન બોલિંગ લાઇન-અપનો સામનો કરશે, જેમાં અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. બટલરે એક્સર સામે 16 ઇનિંગ્સમાં 130 ના સ્ટ્રાઇક રેટથી માત્ર ૧૧૬ રન બનાવ્યા છે અને ત્રણ વાર આઉટ થયો છે. તે જ સમયે, કુલદીપે 9 ઇનિંગ્સમાં ત્રણ વખત બટલરને આઉટ કર્યો છે.
🔝 ka muqabla! ⚔️ pic.twitter.com/qtcx4l6FmG
— Gujarat Titans (@gujarat_titans) April 19, 2025
ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ શર્મા
આ IPLમાં DC પાસે બે વિસ્ફોટક ફિનિશર્સ છે - ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ શર્મા. આ સિઝનમાં, આશુતોષ 217 ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગમાં ટોચ પર છે, જ્યારે સ્ટબ્સ 212 ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરે છે. IPL 2025 માં 17 થી 20 ઓવર વચ્ચે DC નો રન રેટ 12.4 રહ્યો છે, જે લીગમાં બનાવેલા સૌથી ઝડપી રનમાંથી એક છે.
The big-hitters have assembled for a crucial fixture in Ahmedabad 🤩‼
— Star Sports (@StarSportsIndia) April 19, 2025
Which one of these batters will end up with the most boundaries in the #GTvDC fixture? 💬#IPLonJioStar 👉 #GTvDC | 19th APR, 2:30 PM on Star Sports 2, Star Sports 2 Hindi & JioHotstar! pic.twitter.com/tA6oKqfF2T
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પિચ રિપોર્ટ:
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ વિશે વાત કરીએ તો તે બેટ્સમેન માટે મદદરૂપ માનવામાં આવે છે. આ મેદાન પર મોટાભાગે હાઇ સ્કોરિંગ મેચો જોવા મળે છે, જ્યાં બેટ્સમેન સેટ થઈ ગયા પછી સરળતાથી મોટા શોટ ફટકારી શકે છે. આ મેદાન પર બે પ્રકારની પિચો ઉપલબ્ધ છે, જેમાં લાલ માટી અને કાળી માટીની પિચોનો સમાવેશ થાય છે. લાલ માટીની પિચ સ્પિનર બોલરો માટે મદદરૂપ છે. તે જ સમયે, કાળી માટીવાળી પિચ ઝડપી બોલરોને વધુ મદદ કરે છે કારણ કે તે તેમને ઉછાળો આપે છે. મોટાભાગે કેપ્ટન અહીં ટોસ જીતે છે અને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: