મુલ્લાનપુર: 30 મે, ના રોજ IPL 2025 ની રમાયેલ એલિમિનેટર મેચમાં મુંબઈએ ગુજરાત ટાઈટન્સને 20 રને રોમાંચક રીતે હરાવી IPL ની રેસમાંથી બહાર ધકેલી દીધી. ગુજરાત તરફથી આ સિઝનના IPLમાં સૌથી વધુ રન બનાવનાર સાઈ સુદર્શનના 49 બોલમાં 80 રન છતાં, ગુજરાત 6 વિકેટે 208 રન જ બનાવી શક્યું અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું.
આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે હાથ ન મિલાવતા શુભમન ગિલને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી હાઈ-સ્ટેક મેચમાં, બંને ટીમોના કેપ્ટન વચ્ચે તણાવપૂર્ણ ક્ષણો જોવા મળી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 એલિમિનેટરનો પહેલો બોલ ફેંકાય તે પહેલાં જ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. બંને વચ્ચેના તણાવપૂર્ણ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને નેટીઝન્સે બંને કેપ્ટનોની ક્લિપ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
SHAME ON HARDIK PANDYA 🤬
— Jeet (@JeetN25) May 30, 2025
Hardik pandya refused to shake hands with Shubman Gill 🤬#MIvsGT #GTvsMIpic.twitter.com/vL7HgOAzSk
ગિલે હાર્દિક સાથે હાથ ના મિલાવ્યો:
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, હાર્દિકે ટોસ જીત્યા બાદ ગિલ સાથે હાથ મિલાવ્યા હતા. ગિલે પણ શરૂઆતમાં હાથ મિલાવવા આદળ વધે છે, પરંતુ શુભમન ગિલે હાથ આગળ કર્યો નહીં, પછી હાર્દિકે પણ તે જ સમયે હાથ મિલાવવાથી પાછળ હટી ગયો. આ આખી ઘટનાને કારણે બંને વચ્ચે એક અજીબ વાતચીત થઈ. પરિણામે, બંને એક વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા.
Is There any Inside Rivalry Going Between Hardik Pandya and Shubman Gill after Trading Hardik to MI by GT 🤔🤔🤔#RohitSharma #ViratKohli #KLRahul #IPL2025 #RCB #GTvsMI pic.twitter.com/cw6fMYWVsD
— Monish (@Monish09cric) May 30, 2025
બીજી ઇનિંગમાં ગિલના આઉટ થયા પછી ફરી એકવાર બંને વચ્ચેનો તણાવ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. ગિલની વિકેટની ઉજવણી કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન આક્રમક મૂડમાં જોવા મળ્યો. આ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી.

શુભમન ગિલ સોશિયલ મીડિયા પર ટ્રોલ
સોશિયલ મીડિયા યુઝર્સ માત્ર આ એક ઘટનાથી ગિલને ટ્રોલ નથી કરી રહ્યા, પરંતુ મેચ પુરી થયા બાદ પોસ્ટ મેચ પ્રેસેન્ટેશનમાં ગિલે જે નિવેદન આપ્યું તેનાથી પણ ચાહકો ઘણા રોષે ભરાયેલા છે, અને ગિલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
મેચ પછી GT ના કેપ્ટન ગિલે કહ્યું, "છેલ્લી ત્રણ-ચાર ઓવર અમારા પક્ષમાં ન ગઈ, પરંતુ તે એક સારી મેચ હતી. ત્રણ કેચ છોડ્યા પછી જીતવું સરળ નથી, ખાસ કરીને પાવરપ્લેમાં." ગુજરાતની ફિલ્ડિંગ નબળી હતી અને તેમણે ત્રણ મહત્વપૂર્ણ કેચ છોડ્યા, જેમાં રોહિતના બે અને સૂર્યકુમાર યાદવનો એક કેચ (20 બોલમાં 33) હતો. રોહિતને પાવરપ્લેમાં બે જીવન મળ્યા અને તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો. પહેલા ગેરાલ્ડ કોટ્ઝીએ બાઉન્ડ્રી પર પોતાનો કેચ છોડ્યો અને પછી ગુજરાતના ડેબ્યુ કરનાર કુસલ મેન્ડિસે મોહમ્મદ સિરાજના બોલ પર પોતાનો કેચ છોડ્યો. કુશલે સૂર્યાનો કેચ પણ છોડી દીધો.
ગિલે વધુમાં કહ્યું, "બોલરોને કાબૂમાં રાખવા સરળ નથી. અમારો સંદેશ સ્પષ્ટ હતો, તમારી પોતાની ઇચ્છા મુજબ રમો. સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરને પણ આ જ કહેવામાં આવ્યું હતું. છેલ્લી બે-ત્રણ મેચ અમારા પક્ષમાં ગઈ નથી, પરંતુ ઉત્તમ પ્રદર્શનનો શ્રેય ટીમને જાય છે, ખાસ કરીને સાઈને. તેઓ ખૂબ સારું રમ્યા. આ પીચ પર 210 રન સારા હોત."
Shubman Gill showed attitude and didn't shake hands with Hardik Pandya and then Hardik Pandya and Mumbai made sure they feel the hell during the whole match
— Bruce Wayne (@_Bruce__007) May 30, 2025
Never mess with MI Paltan🔥 pic.twitter.com/SgHadRewfV
સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરની ઈંનિગ વ્યર્થ ગઈ
228 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, સાઈ સુદર્શને 49 બોલમાં 80 રન બનાવીને GT માટે બહાદુરીથી લડત આપી. વોશિંગ્ટન સુંદરે પણ 24 બોલમાં 48 રન બનાવ્યા, પરંતુ તેમના પ્રયાસો ટીમને જીત અપાવવા માટે પૂરતા ન હતા. વધુમાં, પાછળના ભાગમાં જસપ્રીત બુમરાહ અને રિચાર્ડ ગ્લીસનની ઝડપી બોલિંગે MI ને ક્વોલિફાયર 2 માં પ્રવેશવામાં મદદ કરી.
BIG MOMENT in the #Eliminator! 🚨#TrentBoult does what he does best as he traps #ShubmanGill plumb in front in the very first over!
— Star Sports (@StarSportsIndia) May 30, 2025
Will this early blow dent #GT’s road to Qualifier 2? 👀
LIVE NOW ➡ https://t.co/ratPT4LrVk#IPLPlayoffs | Eliminator 👉 #GTvMI on Star Sports… pic.twitter.com/Vfbq9vJJ0Y
મુંબઈ તરફથી, રોહિત શર્મા (81) અને જોની બેયરસ્ટો (47) એ ટીમને કુલ 228/5 સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બોલિંગમાં, પ્રસિદ્ધ કૃષ્ણા અને આર. સાઈ કિશોરે બે-બે વિકેટ લીધી.
આ પણ વાંચો: