લંડન : ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ પહોંચશે. ભારત A ટીમ હાલમાં ત્યાં પ્રેક્ટિસ મેચ રમી રહી છે. BCCI એ 24 મે, ના રોજ ઈન્ડિયા ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે , હવે ઈંગ્લેન્ડે પણ સિરીઝની પહેલી મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમનું નેતૃત્વ બેન સ્ટોક્સ કરશે. ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓને તક આપવામાં આવી છે.

લાંબા સમય પછી આ ખેલીડી ટીમમાં પરત ફર્યા:
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે પ્રથમ ટેસ્ટ માટે 14 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, જીમી ઓવરટન લાંબા સમય પછી ટીમમાં વાપસી કરી રહ્યા છે. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2022 માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી. હવે તે ભારતીય ટીમ સામે રમતા જોઈ શકાય છે. જેકબ બેથેલ, ક્રિસ વોક્સ અને બ્રાયડન કાર્સેને પણ ટીમમાં સામેલ 2 વર્ષ પછી ઈન્ડયા સામે રમતા જોવા મળશે. જોકે, આ બધા ખેલાડીઓ તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાં ટીમનો ભાગ નહોતા.
Series Loading : ◼◼◼◻
— England Cricket (@englandcricket) June 5, 2025
Who is the first name in your XI?
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/YxUeU4Vv3z
ગુસ એટકિન્સન બહાર:
ગુસ એટકિન્સનને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર કરવામાં આવ્યા બાદ જેમી ઓવરટનને પ્રથમ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ઈંગ્લેન્ડ શરૂઆતમાં માનતું હતું કે એટકિન્સન પ્રથમ ટેસ્ટ માટે સમયસર તેની ઈજામાંથી સ્વસ્થ થઈ જશે, પરંતુ તે હજુ સુધી સંપૂર્ણપણે ફિટ નથી. માર્ક વુડ અને ઓલી સ્ટોન ઘૂંટણની ઇજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે જોફ્રા આર્ચર અંગૂઠાની ઇજાને કારણે બીજી ટેસ્ટ માટે ફિટ રહેશે નહીં.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
— BCCI (@BCCI) May 24, 2025
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
ભારતીય ટીમ માટે આ શ્રેણી મહત્વપૂર્ણ :
આ શ્રેણીની પહેલી મેચ હેડિંગ્લી ખાતે રમાશે. ત્યારબાદની મેચો એજબેસ્ટન, લોર્ડ્સ અને અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે. સિરીઝની પાંચમી અને અંતિમ મેચ ઓવલ ખાતે રમાશે. આ સિરીઝ ભારત માટે મહત્વપૂર્ણ છે. કારણ કે ભારતીય ટીમ 2007 પછી ઇંગ્લેન્ડમાં એક પણ શ્રેણી જીતી શકી નથી.

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ:
બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, જેમી ઓવરટન, જોશ ટોંગ, ક્રિસ વોક્સ.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
આ પણ વાંચો: