કાર્ડિફ : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, શ્રેણીની બીજી મેચ રવિવાર, 1 જૂનના રોજ રમાશે.
હંમેશની જેમ આ મેચ માટે 24 કલાક પહેલાપ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરીને ઇંગ્લિશ ટીમે પોતાની પરંપરા ચાલુ રાખી છે. આ વખતે ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ શ્રેણીની પહેલી મેચ જીતીને,યજમાન ઇંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

ઈંગ્લેન્ડની ટીમમાં એક ફેરફાર:
યજમાન ઈંગ્લેન્ડની ટીમે બીજી વનડે માટે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. ઓલરાઉન્ડર જેમી ઓવરટન પહેલી મેચ દરમિયાન ઘાયલ થયો હતો. જેમી ઓવરટનના જમણા હાથની નાની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, જેના કારણે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે વનડે અને ત્યારબાદની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ટીમે મેથ્યુ પોટ્સના સ્થાને તેને ટીમમાં સામેલ કર્યો છે.
We've made one change to our XI ahead of our second ODI vs @WindiesCricket 🔄
— England Cricket (@englandcricket) May 31, 2025
શું છે આ ટીમની ખાસિયત:
પહેલી મેચની જેમ, જેમી સ્મિથ બેન ડકેટ સાથે ઇનિંગની શરૂઆત કરશે. હેરી બ્રુક ઇંગ્લેન્ડના પૂર્ણ-સમયના વ્હાઇટ-બોલ કેપ્ટન તરીકે ચોથા નંબરે બેટિંગ કરશે, જ્યારે જોસ બટલર ટોચના સ્થાન પરથી રાજીનામું આપ્યા પછી મધ્યમ ક્રમમાં રમશે. બોલિંગ વિભાગમાં, સાકિબ મહમૂદ, મેથ્યુ પોટ્સ અને બ્રાયડન કાર્સેને ઝડપી બોલર તરીકે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે આદિલ રશીદ એકમાત્ર નિષ્ણાત સ્પિનર છે. જેક્સ ઉપરાંત, જેકબ બેથેલ અને જો રૂટ યજમાન ટીમ માટે અન્ય બોલિંગ વિકલ્પો છે.

ઇંગ્લેન્ડે પહેલી મેચ જીતી:
શ્રેણીની પહેલી મેચ ઇંગ્લેન્ડે 238 રનથી જીતી હતી. તે મેચમાં, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 400 રન બનાવ્યા. બેથેલ સૌથી વધુ સ્કોરર રહ્યો. બેન ડકેટ (60), કેપ્ટન હેરી બ્રુક (58) અને જો રૂટ (57) એ પણ અડધી સદી ફટકારી.
તેના જવાબમાં, 401 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે, વેસ્ટ ઈન્ડિઝ સંપૂર્ણ 50 ઓવર પણ રમી શક્યું નહીં અને 26.2 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વેસ્ટ ઈન્ડિઝનો કોઈ પણ બેટ્સમેન 30 રનના આંકડે પહોંચી શક્યો નહીં. જયડેન સીલ્સે સૌથી વધુ 29 રન બનાવ્યા, જેમાં અણનમ રહ્યા. ઈંગ્લેન્ડ તરફથી સાબિક મહમૂદ અને જેમી ઓવરટને ત્રણ-ત્રણ વિકેટ લીધી.
Frustration for @JamieOverton 😫
— England Cricket (@englandcricket) May 31, 2025
Read more 👇
ENG vs WI વનડે સિરીઝનું ટાઈમટેબલ:
- પહેલી વનડે - 29 મે, ઇંગ્લેન્ડ 238 રનથી જીત્યું
- બીજી વનડે - 1 જૂન, સોફી ગાર્ડન્સ, કાર્ડિફ, બપોરે 3.30 વાગ્યે
- ત્રીજી વનડે - 3 જૂન, કેનિંગ્ટન ઓવલ, લંડન, સાંજે 5.30 વાગ્યે
બીજી વનડે માટે ઇંગ્લેન્ડના 11 ખેલાડીઓ :
બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, વિલ જેક્સ, મેથ્યુ પોટ્સ, બ્રાયડન કાર્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ
આ પણ વાંચો: