લીડ્સ: ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતના બે બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારી હતી. પહેલી સદી ઓપનર યશસ્વી જયસ્વાલના બેટથી આવી, જ્યારે બીજી સદી કેપ્ટન શુભમન ગિલે ફટકારી હતી.

બંનેએ સદી ફટકારીને એક એવી સિદ્ધિ મેળવી છે, જે આજ પહેલા કોઈ ભારતીય ઇંગ્લેન્ડની ધરતી પર કરી શક્યું ન હતું. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની જોડી ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય જોડી બની ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 1932 થી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે, પરંતુ 93 વર્ષ બાદ આ પહેલીવાર બન્યું છે.

ભારતીય બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી વખત આ સિદ્ધિ હાંસલ કરી
તમને જણાવી દઈએ કે, ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું ફક્ત ત્રીજી વખત બન્યું છે, જ્યારે બે ભારતીય બેટ્સમેનોએ વિદેશી ધરતી પર ટેસ્ટ મેચના પહેલા જ દિવસે સદી ફટકારી હોય. આ પહેલા આ સિદ્ધિ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે 2001માં મેળવી હતી. બંનેએ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારી હતી. ત્યારબાદ 2017 માં, શિખર ધવન અને ચેતેશ્વર પૂજારાની જોડીએ આ કરી બતાવ્યું. તેમણે ગાલેમાં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારી.
Stumps on the opening day of the 1st Test!
— BCCI (@BCCI) June 20, 2025
An excellent day with the bat as #TeamIndia reach 359/3 🙌
Captain Shubman Gill (127*) and Vice-captain Rishabh Pant (65*) at the crease 🤝
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#ENGvIND pic.twitter.com/kMTaCwYkYo
વિદેશમાં ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનારા બે ભારતીય બેટ્સમેન
- સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ vs દક્ષિણ આફ્રિકા, બ્લૂમફોન્ટેન 2001
- શિખર ધવન અને ચેતેશ્વર પૂજારા vs શ્રીલંકા, ગાલે 2017
- યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ vs ઈંગ્લેન્ડ, હેડિંગલી 2025*

નવી ભારતીય ટીમે પહેલા દિવસે દબદબો કાયમ રાખ્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસની વાત કરીએ તો, ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કેપ્ટન સ્ટોક્સનો આ નિર્ણય ખોટો સાબિત થયો, જ્યોરે યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની જોડીએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 91 રનની ભાગીદારી થઈ. કેએલ રાહુલ 78 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો. તેના આઉટ થયા પછી, નંબર ત્રણ પર સાઈ સુદર્શન બેટિંગ કરવા આવ્યો. આ તેની ડેબ્યૂ મેચ હતી જ્યાં તે ખાતું ખોલ્યા વિના 4 બોલમાં આઉટ થઈ ગયો.
A cracking start to the #ENGvIND series at Headingley 🤩 pic.twitter.com/80y02kmyaZ
— ICC (@ICC) June 20, 2025
આ પછી યશસ્વી જયસ્વાલે સદી ફટકારી. તે જ સમયે શુભમન ગિલ પણ કેપ્ટન તરીકેની પોતાની પહેલી ટેસ્ટમાં સદી ફટકારવામાં સફળ રહ્યો. જયસ્વાલ 159 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો. નંબર પાંચ પર બેટિંગ કરવા આવેલા ઋષભ પંતે ગિલને ટેકો આપ્યો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 138 રનની ભાગીદારી થઈ છે. ગિલ 127 અને ઋષભ પંત 35 રન પર અણનમ છે. હવે આ બંને બેટ્સમેન સાથે મળીને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી લઈ જવા માંગશે.
આ પણ વાંચો: