ઇંગ્લેન્ડ : ઇન્ડિયા -A અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની પહેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચ આજથી, 30 મેથી શરૂ થઈ રહી છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને નીતિશ કુમાર રેડ્ડી સહિત ટીમ ઇન્ડિયાના ઘણા મુખ્ય ટેસ્ટ ખેલાડીઓ રમતા જોવા મળશે. આ મેચો 20 જૂનથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતને તૈયાર કરવા માટે રમાઈ રહી છે. જયસ્વાલ અને નીતિશ ઉપરાંત, ઇંગ્લેન્ડ લાયન્સ સામેની 2 મેચની શ્રેણીમાં ઘણા અન્ય ખેલાડીઓ પણ પોતાનું કૌશલ્ય દર્શાવશે.
આ મેચ આજે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરુ થઈ ગઈ છે, જેમાં ઇંગ્લેન્ડ લાયન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન ઓંપનિંદ જોડી તરીકે મેદાનમાં ઉતર્યા છે.

અભિમન્યુ ઈશ્વરન ભારત A ટીમના કેપ્ટન રહેશે:
બંગાળના ક્રિકેટર અભિમન્યુ ઈશ્વરન આ શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. તેને ધ્રુવ જુરેલ, કરુણ નાયર, આકાશદીપ અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓનો સાથ મળશે. બધાની નજર શાર્દુલ અને કરુણની ટીમમાં વાપસી પર રહેશે. ઇંગ્લેન્ડની ટીમ જોર્ડન કોક્સની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. 21 વર્ષીય જેમ્સ રીવ ઈંગ્લેન્ડ લાયન્સનો કેપ્ટન છે અને તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કર્યું છે. નિયમિત ટેસ્ટ ટીમના સભ્યો રિહાન અહેમદ અને ક્રિસ વોક્સ પણ લાયન્સ ટીમનો ભાગ છે.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
— BCCI (@BCCI) May 16, 2025
India A’s squad for tour of England announced.
All The Details 🔽
મેચ ક્યારે અને ક્યાં જોવી:
ઈંગ્લેન્ડ લાયન્સ અને ઈન્ડિયા A ટીમો સ્પિટફાયર ગ્રાઉન્ડ, સેન્ટ લોરેન્સ, કેન્ટરબરીમાં એકબીજાનો સામનો કરશે. પહેલી બિનસત્તાવાર ટેસ્ટ મેચ આજે 30 મેના રોજ બપોરે 3.30 વાગ્યે ભારતીય સમય મુજબ શરૂ થઈ ગઈ છે. જોકે, આ મેચનું ભારતમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે નહીં. આ મેચ જોવા માટે તમારે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની વેબસાઇટ અથવા એપની મુલાકાત લેવી પડશે.

મેચ માટે બંને ટીમો:
ઈન્ડિયા A: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત રાણા, અંશુલ કમ્બોજ, ખલરાજ ખાન, ખાલરાજ ખાન. તુષાર દેશપાંડે, હર્ષ દુબે.
ઈંગ્લેન્ડ લાયન્સ: જેમ્સ રીવ (કેપ્ટન), ફરહાન અહેમદ, રેહાન અહેમદ, સોની બેકર, જોર્ડન કોક્સ, રોકી ફ્લિન્ટોફ, એમિલિયો ગે, ટોમ હેન્સ, જ્યોર્જ હિલ, જોશ હલ, એડી જેક, બેન મેકકિની, ડેન મોસેલી, અજિત સિંહ ડેલ, ક્રિસ વોક્સ, મેક્સ હોલ્ડન.
આ પણ વાંચો: