સાઉધમ્પ્ટન: 10 જુનના રોજ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં યજમાન ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 37 રનથી હરાવ્યું અને સિરીઝ 3-0થી જીતી લીધી. આ જીત સાથે ઈંગ્લેન્ડે વનડે અને ટી20 બંને સિરીઝમાં વર્ચસ્વ જમાવી વેસ્ટ ઈન્ડિઝને વ્હાઈટવોશ કરી દીધું.

બેન ડકેટે રમી શાનદાર ઈનિંગ રમી
આ હાઇ સ્કોરિંગ મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા. જવાબમાં, વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવર સુધી બેટિંગ કર્યા પછી 8 વિકેટ ગુમાવીને માત્ર 211 રન જ બનાવી શકી. આ મેચમાં શાનદાર બેટિંગ કરનાર બેન ડકેટને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો. જ્યારે જોસ બટલરને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ મળ્યો.
A record-breaking night in Southampton! 💥
— England Cricket (@englandcricket) June 10, 2025
IT20 series sweep secured 🔒
Match Centre: https://t.co/3g6k0lkOw6 pic.twitter.com/mjfsXPxJ91
બેન ડકેટ અને જેમી સ્મિથે તોફાની ઇનિંગ્સ રમી
મેચ વિશે વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. આ મેચમાં જેમી સ્મિથ અને બેન ડકેટે ઇંગ્લેન્ડને ધમાકેદાર શરૂઆત અપાવી. બંનેએ મળીને 8.5 ઓવરમાં 120 રનની ઓપનિંગ ભાગીદારી કરી. સ્મિથ 26 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા.
The hometown boy in the wickets! 💪
— England Cricket (@englandcricket) June 10, 2025
Dawson strikes with his second ball of the match! ☝ pic.twitter.com/sOVShySsIp
આ પછી IPL માં ગુજરાત ટાઈટન્સમાં સ્ફોટક વિકેટ- કીપર બેટ્સમેન જોસ બટલર અને બેન ડકેટ વચ્ચે બીજી વિકેટ માટે 34 રનની ભાગીદારી થઈ. આ મેચમાં પણ બટલરને સારી શરૂઆત મળી હતી પરંતુ તે તેને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહીં અને 10 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો. જોકે બેન ડકેટ એક છેડેથી શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને તેની પાસે સદી ફટકારવાની તક હતી. પરંતુ તેમને 84 રનના વ્યક્તિગત સ્કોર પર અકીલ હુસૈન દ્વારા બોલ્ડ કરવામાં આવ્યા. અંતે, હેરી બ્રુકે 35 અને જેકબ બેથેલે 36 રન બનાવીને ઈંગ્લેન્ડને 248 રનના સ્કોર સુધી પહોંચાડ્યું. વેસ્ટ ઈન્ડિઝની બોલિંગની વાત કરીએ તો, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને શેરફેન રધરફોર્ડે 1-1 વિકેટ લીધી.

🇳🇿 Tim Southee - 164
— England Cricket (@englandcricket) June 10, 2025
🇦🇫 Rashid Khan - 161
🇧🇩 Shakib Al Hasan - 149
🇳🇿 Ish Sodhi - 144
🏴 Adil Rashid - 135
Our little magician 🧙♂️ pic.twitter.com/AOda0PDh1d
વેસ્ટ ઇન્ડીઝના ઓપનર્સ નિષ્ફળ ગયા
249 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર જોહ્ન્સન ચાર્લ્સ અને એવિન લુઇસ 9-9 રન બનાવીને આઉટ થયા હતા. શરૂઆતમાં બે વિકેટ ગુમાવ્યા બાદ, શાઈ હોપ અને શિમરોન હેટમાયરએ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. હોપ 27 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે હેટમાયર 8 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો. એક સમયે, વેસ્ટ ઈન્ડિઝની ટીમે 120 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અંતે, રોવમેન પોવેલે 45 બોલમાં 79 રનની અણનમ ઇનિંગ રમી અને સ્કોર 200 થી વધુ લઈ ગયો.
A record-breaking total! 💥
— England Cricket (@englandcricket) June 10, 2025
33 boundaries in our 248 🏏
Another win secured 💪
Full match highlights 👇
જેસન હોલ્ડરે પણ 12 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. વેસ્ટ ઈન્ડિઝની ટીમ અંતમાં ફક્ત 211 રન જ બનાવી શકી. ઇંગ્લેન્ડ તરફથી લ્યુક વુડ સૌથી સફળ બોલર રહ્યો, તેણે 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી. તેમના સિવાય આદિલ રશીદે 2 વિકેટ લીધી.
An innings of power and innovation 🏏
— England Cricket (@englandcricket) June 10, 2025
15 sixes 💥 18 fours 💥
See every boundary from our 248! 📽
આ પણ વાંચો: