ચેન્નાઈ: IPL 2025 માં આજે 25મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ચેપોક સ્ટેડિયમમાં આમને સામને થશે. CSK પાંચમાંથી ચાર અને KKR પાંચમાંથી 3 મેચ હાર્યું છે. આ સિઝનમાં CSK સળંગ ચાર મેચો હારી છે. આજની મેચ પહેલા ચાલો આંકડાની મદદથી જાણીએ કે બંને ટીમ વચ્ચે શું ખાસ જોવા મળશે.
Back in home turf with your whistles! 🦁🥳#CSKvKKR #WhistlePodu 🦁💛 pic.twitter.com/eIhWSt1EqA
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025
નારાયણ અને ચક્રવર્તી ધોની માટે બનશે ખતરો
KKR ની રહસ્યમય સ્પિન જોડી સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તીના વિરુદ્ધ રન બનાવવા માટે એમ. એસ. ધોનીને હમેંશા મુશ્કેલી પડી છે. નારાયણ વિરુધ્ધ ધોનીએ માત્ર 52ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, જે દર્શાવે છે કે તેમને સ્ટ્રાઈક રોટેટ કરવા અને બાઉન્ડ્રી લાવવા માટે મુશ્કેલી પડી રહી છે. ચક્રવર્તીના વિરુદ્ધ તો સ્થિતિ હજી વધારે કઠિન રહી છે. ધોનીએ ચાર ઈનિંગ્સમાં માત્ર 11 રન બનાવ્યા છે અને 3 વાર આઉટ થાય છે, તેમનો એવરેજ માત્ર 3.7 અને સ્ટ્રાઇક રેટ 68.87 નો રહ્યો છે.
𝑾𝒆 𝒘𝒊𝒍𝒍 𝒓𝒊𝒔𝒆 𝒂𝒏𝒅 𝒔𝒕𝒂𝒏𝒅 𝒕𝒂𝒍𝒍 💪 pic.twitter.com/t3ejA0NrnO
— KolkataKnightRiders (@KKRiders) April 11, 2025
વૈભવ અરોરા VS ડાબા હાથના ઓપનર
શરૂઆતમાં વૈભવ અરોરા સ્વિંગનો ખતરો લઈને આવે છે. નવા બોલ સાથે ખાસ કરીને પાવરપ્લે દરમિયાન વૈભવ ડાબા હાથના ઓપનર સામે ઘણો પ્રભાવી રહ્યો છે. તેની બહારની તરફ સળંગ સ્વિંગ કરાવવાની ક્ષમતા તેને મેચના શરૂઆતમાં એક ખતરનાક બોલર બનાવે છે. આ મેચમાં તેમનો સામનો રાંચીન રવીન્દ્ર અને ડેવન કોનવેની ડાબા હાથના ઓપનિંગ જોડીથી થશે. 2024 IPL થી લઈને અત્યાર સુધી પાવરપ્લે દરમિયાન ડાબા હાથના બેટ્સમેનો વિરુદ્ધ 11 ઈનિંગ્સમાં વૈભવએ 6.2 ની ઈકોનોમીથી આઠ વિકેટ ઝડપી છે.
AURA OVERLOAD! 🦁7️⃣✨🔥#WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/S1QuBZKGJg
— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025
ધીમી બેટિંગ CSK ની મોટી સમસ્યા:
આ સિઝનમાં CSK ને ચાર મેચોમાં જે હાર મળી છે તેમના સૌથી મોટી પોઈન્ટ તેમની ધીમી બેટિંગ રહી છે. IPL 2025 માં CSK ની રન રેટ 8.5 છે જે બધી ટીમો કરતા સૌથી ઓછી છે. આ સિઝનમાં CSK તરફથી અત્યાર સુધી 31 છક્કા લાગ્યા છે જે બીજા સૌથી ઓછા છે. CSK ચાર વાર 160 રનથી ઓછું લક્ષ્ય મળ્યું છે તે છતાં પણ તેઓ હાર્યા છે. મેચની શરૂઆત માં અને અંતની ઓવરોમાં પણ CSK ની રન રેટ આ સિઝનમાં સૌથી ઓછી રહી છે.
Match ready! 🦁🤝🐯 pic.twitter.com/Juu9hE8FIc
— KolkataKnightRiders (@KKRiders) April 10, 2025
શું શિવમ દુબે KKR ના સ્પિનર્સ પર ભારે પડશે?
CSK પાસે શિવમ દુબેના રૂપમાં એક આક્રમક બેટ્સમેન છે જેનો ઉપયોગ મિડલ ઓવરમાં ઝડપથી રન બનાવવા માટે કરી શકાય છે. વરુણ ચક્રવર્તીના વિરુદ્ધ દુબેએ 6 ઈનિંગ્સમાં 53 ની એવરેજ અને 183 ની સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા છે, અને માત્ર એક જ વાર તેના હાથે આઉટ થયો છે. નારાયણ પાંચ ઈનિંગ્સમાં એક પણ વાર દુબેને આઉટ કરી શક્યો નથી. આ દરમિયાન શિવમ દુબેએ 100 ની સ્ટ્રાઈક રેટથી 28 રન બનાવ્યા છે. પરંતુ હ આજે વૈભવ જરૂરથી દુબે માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વૈભવે ચાર ઇનિંગ્સમાં બે વાર દુબેની વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન, તેણે તેમની સામે સાતની સરેરાશ અને 127ના સ્ટ્રાઇક રેટથી 14 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: