અલીગઢ : ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ સમાજવાદી પાર્ટીની સૌથી નાની ઉંમરની સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને પરિવારોએ લગ્નને મંજૂરી આપી દીધી છે અને બંને વારાણસીમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કરશે.

લગ્ન ક્યારે થશે?
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, રિંકુ સિંહની સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ 8 જૂન, રવિવારના રોજ લખનૌની એક હોટલમાં થશે અને લગ્ન 18 નવેમ્બરના રોજ વારાણસીની હોટેલ તાજમાં થશે. આ લગ્નમાં ઘણા રાજકીય નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સ હાજરી આપે તેવી અપેક્ષા છે.
शुभ विवाह समाचार
— 𝐌𝐫.𝐑𝐚𝐣 𝐌𝐨𝐭𝐢𝐯𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐄𝐱𝐩𝐞𝐫𝐭 (@Motivational__G) June 1, 2025
जौनपुर की मछलीशहर से सांसद प्रिया सरोज और भारतीय क्रिकेट टीम के होनहार खिलाड़ी रिंकू सिंह जल्द ही एक नए जीवन अध्याय की शुरुआत करने जा रहे हैं।
इस खूबसूरत जोड़ी की रिंग सेरेमनी आगामी 8 जून को लखनऊ के एक सेवन स्टार होटल में संपन्न होगी, जबकि विवाह समारोह भव्य रूप… pic.twitter.com/I5m3HXwu3m
બંને વિશે ચર્ચા ક્યારે શરુ થઈ?
ખરેખર, તેમના લગ્નના સમાચાર જાન્યુઆરીમાં આવ્યા હતા. તે સમયે,પ્રિયાના પિતા અને સપા ધારાસભ્ય તૂફાની સરોજે કહ્યું હતું કે, તેમના પરિવારે અલીગઢમાં રિંકુ સિંહના પિતા સાથે તેમના પુત્રના સંભવિત લગ્ન અંગે ચર્ચા કરી હતી અને બંને પરિવારો પરસ્પર સંમત થયા હતા. તેણે એમ પણ કહ્યું કે, 'રિંકુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી વધુ સમયથી ઓળખતા હતા. બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ સંબંધ માટે તેમને તેમના પરિવારની સંમતિની જરૂર હતી. બંને પરિવારોએ આ લગ્ન માટે સંમતિ આપી દીધી છે.'

રિંકુ સિંહની ક્રિકેટ કારકિર્દી:
રિંકુ તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માં KKR માટે રમ્યો હતો. તેની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. રિંકુએ આ સિઝનમાં 13 મેચમાં 29.42 ની સરેરાશ અને 153.73 ના સ્ટ્રાઇક રેટથી 206 રન બનાવ્યા છે. અલીગઢના રહેવાસી રિંકુ સિંહ 2023ના IPLમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં યશ દયાલના બોલ પર સતત પાંચ છગ્ગા ફટકાર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. તેણે અત્યાર સુધીમાં બે ODI અને 33 T20I માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં ત્રણ અડધી સદી સાથે 601 રન બનાવ્યા છે.
Priya Saroj's father said - " rinku singh and priya have known each other for more than a year now. they both liked each other but needed the consent of their families for their relationship. and both the families have agreed to this marriage". (pti). pic.twitter.com/o4PyDgLB6g
— Tanuj (@ImTanujSingh) January 22, 2025
પ્રિયા સરોજ કોણ છે?
વારાણસીના કરાખિયાં ગામની રહેવાસી પ્રિયા સરોજ ઘણા વર્ષોથી સમાજવાદી પાર્ટી (SP) સાથે સક્રિય રીતે જોડાયેલી છે. 2024 માં ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના મછલીશહરથી જીત્યા બાદ તે લોકસભામાં સૌથી નાની ઉંમરની મહિલા સાંસદ બની. દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેમણે નોઈડાની એમિટી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમના પિતા તૂફાની સરોજ એક વરિષ્ઠ રાજકારણી છે અને મછલીશહરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય છે.
આ પણ વાંચો: