રોલેન્ડ ગેરોસ: ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સનો ફાઇનલ મુકાબલો 7 જૂનના રોજ ફિલિપ ચેટિયર કોર્ટ ખાતે વિશ્વની નંબર-1 આર્યના સબાલેન્કા અને નંબર-2 કોકો ગૌફ વચ્ચે રમાયો હતો. આ મેચમાં બંને ખેલાડીઓ વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી જેમાં કોકો ગૌફે આખરે ત્રણ સેટ સુધી ચાલેલી મેચ 2-1થી જીતી અને પોતાના કરિયરનું પહેલું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું. આ કોકો ગૌફના ટેનિસ કારકિર્દીનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ છે.

કોકો ગૌફે પહેલો સેટ ગુમાવ્યો
21 વર્ષીય અમેરિકન ટેનિસ ખેલાડી કોકો ગૌફે તેના ટેનિસ કારકિર્દીમાં બીજી વખત ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે, જેમાં તે 2022 ની શરૂઆતમાં ટાઇટલ મેચમાં પહોંચી ત્યારે ઇગા સ્વિટેક સામે હારી ગઈ હતી. આ વખતે કોકો ગૌફે તેની ભૂતકાળની ભૂલોમાંથી શીખીને ટાઇટલ જીતવામાં સફળ રહી.
Congrats, @CocoGauff! Your determination, strength, and grace throughout the French Open has inspired us all – and showed us what's possible. Proud of you! pic.twitter.com/krxZW3QAIG
— Michelle Obama (@MichelleObama) June 7, 2025
આર્યના સબાલેન્કા સામેની તેની મેચ લગભગ 2 કલાક અને 38 મિનિટ સુધી ચાલી હતી જેમાં કોકો ગૌફને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો જે ટાઇ બ્રેકરમાં ગયા પછી આર્યના સબાલેન્કાએ 7-6થી જીતી લીધો હતો.
The moment Coco Gauff won her first-ever Roland-Garros title 🥹❤️ pic.twitter.com/IcRSmiSAle
— Bleacher Report (@BleacherReport) June 7, 2025
કોકો ગૌફે આગામી 2 સેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું
પહેલો સેટ ગુમાવ્યા બાદ કોકો ગૌફે બીજા સેટમાં શાનદાર વાપસી કરી અને આર્યના સબાલેન્કા પર દબાણ સંપૂર્ણપણે જાળવી રાખ્યું. કોકો ગૌફે બીજો સેટ 6-2થી જીતીને મેચ 1-1થી બરાબર કરી દીધી. તે જ સમયે, આર્યના સબાલેન્કાએ ત્રીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોકો ગૌફે સેટ 6-4થી જીતીને ટાઇટલ જીતી લીધું.

જ્યારે કોકોએ આ ખિતાબ જીત્યો ત્યારે તેને વિશ્વાસ થયો ન હતો કે તેણે આ પ્રસિધ્ધ ટાઈટલ જીતી ચુકી છે. અને તે ખુશીથી જમીન પર સૂઈ ગઈ. ત્યાબાદ કોકોએ મન ભરીને આ જીતની ઉજવણી કરી. કોકો ગૌફે અગાઉ 18 વર્ષની ઉંમરે 2023માં યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
The champ's words 🎤
— Roland-Garros (@rolandgarros) June 7, 2025
Coco Gauff's on-court interview following her win over Aryna Sabalenka. #RolandGarros pic.twitter.com/x0wNwqBUUg
આ પણ વાંચો: