ETV Bharat / sports

GT vs DC: IPLમાં ક્રિકેટરના બેટની સાઈઝ તપાસવા પર GTના આસિસ્ટન્ટ કોચ શું બોલ્યા?

શનિવારે ગુજરાત ટાઇટન્સ તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ સામે રમશે. શનિવારની મેચ બપોરે હોવાથી મેચ પર ગરમીની અસર પડશે.

GTના આસિસ્ટન્ટ કોચ આશિષ કપૂર
GTના આસિસ્ટન્ટ કોચ આશિષ કપૂર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : April 18, 2025 at 10:05 PM IST

|

Updated : April 19, 2025 at 7:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: શનિવારે ગુજરાત ટાઇટન્સ બપોરે દિલ્હી કેપિટલ સામે પોઇન્ટ ટેબલમાં સારા દેખાવ માટે ઉતરશે. દિલ્હી કેપિટલનો રાજસ્થાન રોયલ્સ સામે સુપર ઓવરમાં વિજય થતા ટીમ ઉત્સાહમાં છે. હાલ દિલ્હી કેપિટલ પોઈન્ટ ટેબલમાં અગ્રસ્થાને છે. આ પહેલા શુક્રવારે બંને ટીમની એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને ટીમના કોચ દ્વારા ખેલાડીઓના પ્રદર્શન તથા અમદાવાદની ગરમીની અસર અને મેચમાં બેટની સાઈઝ માપવા સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

મેચમાં અમદાવાદની ગરમીની કેવી અસર પડશે?
મેચ પહેલા શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ કપૂરે ટીમના સાઈ સુદર્શનની બેટિંગના વખાણ કરતા કહ્યું કે, સાઈ સુદર્શન હાલ ટીમ માટે સર્વ શ્રેષ્ટ દેખાવ કરી રહ્યો છે. સાઈ સતત ત્રણ વર્ષથી ગુજરાત ટાઇટન્સ માટે ઉત્તમ દેખાવ કરે છે. કાલની મેચ બપોરની ગરમીમાં રમાશે તો ખેલાડીઓ પર કેવી અસર પડશે તે પ્રશ્નના જવાબમાં આશિષ કપૂરે જણાવ્યું કે, ટીમના પ્લેયર્સ આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ છે. તેઓ કેબિન સંજોગોમાં રમવા ટ્રેઈન થયેલા છે. દરમિયાન Etv bharatનો પ્રશ્ન બે મહત્વના ખેલાડીઓ કગિસો રબાડા અને ગ્લેન ફિલિપ્સના સ્થાને કોણ ટીમમાં આવશે? એના જવાબમાં અભિષેક કપૂરે સ્પષ્ટ કર્યું કે, શનાકા એ ગ્લેન ફિલિપ્સનો રિપ્લેસમેન્ટ છે. જ્યારે રબાડા ફેમિલી પ્રોબ્લેમ માટે ઘરે ગયા છે. રબાડા ટીમમાં પરત ફરી શકે છે પણ હાલ ક્યારે આવી શકે એ બાબત અસ્પષ્ટ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (ETV Bharat Gujarat)

રાશિદ ખાન અને બેટની સાઇઝ માટે આશિષ કપૂર શું બોલ્યા?
પ્રેસ કોન્ફરન્સમાં આશિષ કપૂરે ગુજરાત ટાઇટન્સના મહત્વના સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાન અંગે મહત્વનું નિવેદન કર્યું હતું. આશિષ કપૂરે રાશિદ ખાન છેલ્લી બે મેચોથી પોતાનું ફોર્મ પરત મેળવી રહ્યા છે એમ કહી રાશિદ ખાનને ઇન્જરીને કારણે બોલિંગ એકશનમાં મુશ્કેલી પડે છે એમ કહ્યું હતું. સાથે તેમણે ઉમેર્યું હતું કે, રાશિદ ખાન પોતાની બોલિંગમાં કેટલાક એડજસ્ટમેન્ટ કરી રહ્યા છે. હવે આશા છે કે બાકીની મેચોમાં રાશિદખાન સારું પરફોર્મન્સ કરશે. હાલ ટીમ સારા ઉત્સાહમાં છે. ટીમ સિઝનના ટોપ સેકન્ડ રેન્ક પર હાલ છે. IPL લાંબી ટુર્નામેન્ટ છે. હાલ IPLમાં બેટ્સમેનના બેટની સાઇઝ અમ્પાયર તપાસે છે એ અંગે આશિષ કપૂરે કહ્યું કે, દરેક ટીમના ખેલાડીઓ પાસે 10 બેટ હોય છે એ દરેકની સાઇઝ તપાસે એ કરતાં મેદાનમાં આવતા બેટની સાઇઝ તપાસે એ સામાન્ય બાબત છે. એ વાત પણ સાચી છે કે હવે પહેલા કરતાં વધુ દૂર અને લાંબા અંતરના શોટ જાય છે. અમ્પાયરને બેટની સાઇઝ અંગે કોઈ અસંગતતા લાગે તો અમ્પાયર બેટની સાઇઝ ચેક કરે છે, જે સામાન્ય છે.

DCના કોચ હેમાંગ બદાણી
DCના કોચ હેમાંગ બદાણી (ETV Bharat Gujarat)

દિલ્હી કેપિટલના કોચ હેમાંગ બદાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બપોરની ગરમી મેચ પર અસર પાડી શકે છે. અમારી ટીમના જેક ફ્રેઝર અને અભિષેક પરેલ સારું પરફોર્મન્સ કરી શકશે. હાલ દિલ્હી કેપિટલ ટીમની અંદર ખૂબ સારો માહોલ છે. અભિષેક પરેલ સારો ડાબોડી બેટમેન સાથે ચપળ ફિલ્ડર છે. ગુજરાત ટાઇટન્સ સામેની શનિવારની મેચમાં ગત વર્ષની જેમ આ વર્ષે જેક ફ્રેઝર પોતાની શ્રેષ્ઠ રમત રમશે.

હાલ ગુજરાત ટાઇટન્સ તેની છ મેચો પૈકી ચાર મેચ અને દિલ્હી કેપિટલ તેની છ મેચો પૈકી પાંચ મેચો જીત્યું છે. હાલમાં જ દિલ્હી કેપિટલ સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવી પોઇન્ટ ટેબલમાં ટોપ ઉપર તો છે જ સાથે ગુજરાત ટાઇટન્સને હરાવી ગુજરાત ટાઇટન્સને તેના હોમ ગ્રાઉન્ડ પર પડકાર આપી શકે એમ છે.

આ પણ વાંચો:

  1. "વાનખેડેની પિચ ખૂબ જ..." મુંબઈ સામે હાર્યા બાદ પેટ કમિન્સે શું કહ્યું? જાણો
  2. Happy Birthday... 2008 માં આજના દિવસે શરૂ થઈ ક્રિકેટની સૌથી મોટી લીગ IPL, આ ટીમ બની હતી વિજેતા
Last Updated : April 19, 2025 at 7:00 PM IST