અમદાવાદ: વર્ષ 2008 થી શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગનો દુનિયાભરમાં ભારે ક્રેઝ જોવા મળે છે. IPL 2025 ના 15 દિવસો વીતી ગયા છે. જેમાં 19 મેચ સમાપ્ત થઈ ગઈ છે. દર સિઝનમાં નવા નવા રેકોર્ડ બનતા હોય છે જે ઘણા વર્ષો સુધી કાયમ રહે છે. એવો જ એક રેકોર્ડ છે જેમાં બોલરે મેડન ઓવર ફેંકી 2 વિકેટો ઝડપી હોય. અને આ રેકોર્ડ બનાવનાર પહેલા બે ખેલાડીમાં એક ભારતીય છે. તો ચાલો જાણીએ આ રેકોર્ડ કરનાર એવા 5 ખેલાડીઓ વિશે જે હાલની સિઝનમાં પણ અલગ અલગ ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યા છે.
Purple Cap ✅
— Mumbai Indians (@mipaltan) November 5, 2020
Double-wicket maiden ✅
Most wickets by an Indian pacer in a single @IPL season ✅
💥 Jassi jaisa koi nahi 💥#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvDC @Jaspritbumrah93 pic.twitter.com/SzFHTxNpkV
જસપ્રીત બુમરાહ:
5 નવેમ્બર, 2020 માં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અબુ ધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે બુમરાહે એક જ મેચમાં જસપ્રીત બુમરાહએ ડબલ-વિકેટ મેડન લીધી. બુમરાહનો ડબલ-વિકેટ મેડન પ્રદર્શન 16મી ઓવરમાં આવ્યો. બુમરાહે ઓવરના પહેલા બોલ પર માર્કસ સ્ટોઈનિસ અને ત્રીજા બોલ પર ડેનિયલ સેમ્સને આઉટ કર્યા હતા. મહત્વની વાત એ છે કે IPL ના ઇતિહાસમાં આ રેકોર્ડ બે વાર બનાવનાર બુમરાહ પહેલો ખેલાડી છે.

ટ્રેન્ટ બોલ્ટ:
અબુધાબીમાં રમાયેલ આ જ મેચમાં બુમરાહ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ માટે એક જ મેચમાં ટ્રેન્ટ બોલ્ટે પણ ડબલ-વિકેટ મેડન લીધી. દિલ્હી સામે ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરના બીજા બોલ પર પૃથ્વી શો અને પાંચમા બોલ પર અજિંક્ય રહાણેને આઉટ કરી આ રેકોર્ડ કરનાર બીજો ખેલાડી બન્યો હતો. બુમરાહ અને બોલ્ટ બંનેના નામે આ જોઇન્ટ રેકોર્ડ છે.
Mohammad Siraj is the FIRST bowler to bowl two maidens in an IPL game! And he's taken three wickets as well!https://t.co/VA8fHvKwS9 | #KKRvRCB | #IPL2020 pic.twitter.com/MkSXqCq8r4
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2020
મોહમ્મદ સિરાજ:
21 ઓક્ટોબર, 2020 ના રોજ કલકત્તા નાઈટ રાઈડર્સ સામે મોહમ્મદ સિરાજે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ફેંકેલી પહેલી ઓવર ડબલ-વિકેટ મેડન હતી. સિરાજે ત્રીજા બોલ પર રાહુલ ત્રિપાઠી અને ચોથા બોલ પર નિધિશ રાણાને આઉટ કર્યા. આ મેચની બીજી ઓવર હતી. તે મેચમાં સિરાજે બીજી મેઇડન ઓવર નાખી. આ ઉપરાંત સિરાજ આઈપીએલ મેચમાં 2 મેડન ઓવર નાખનાર પ્રથમ ખેલાડી બન્યો.
જયદેવ ઉનડકટ:
06 મે, 2017 અન રોજ સન રાઇઝર્સ હૈદરાબાદની સામે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના જયદેવ ઉનડકટે 2017 સીઝનમાં મેડન ઓવર નાખીને હેટ્રિક લીધી. ઉનડકટનું પ્રદર્શન મેચની છેલ્લી ઓવરમાં આવ્યું, જેમાં તેણે બીજા બોલ પર બિપુલ શર્મા, ત્રીજા બોલ પર રાશિદ ખાન અને ચોથા બોલ પર ભુવનેશ્વર કુમારને આઉટ કર્યા.

ઇશાંત શર્મા:
01 મે, 2013 ના રોજ 2013 સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચની પાંચમી ઓવરમાં ઇશાંત શર્માએ સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિકની 2 મહત્વ વિકેટ લીધી હતી. સચિન ત્રીજા બોલ પર ઇશાંતનો શિકાર બન્યો અને પાંચમા બોલ પર કાર્તિક આઉટ થયો. જોકે, તે ઓવરમાં વધારાના રન તરીકે લેગ બાય પણ હતો.
આ પણ વાંચો: