અમદાવાદ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 11 જાન્યુઆરી, 2026 થી શરૂ થનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વ્હાઈટ બોલ સિરીઝની જાહેરાત કરી છે. BCCI એ આ સિરીધ માટેની તારીખો અને સ્થળોની પણ જાહેરાત કરી દીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ 11 થી 18 જાન્યુઆરી દરમિયાન ન્યુઝીલેન્ડ સાથે 3 ODI મેચ રમશે. આ પછી, 21 થી 31 જાન્યુઆરી દરમિયાન બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણી રમાશે.

આ સમય દરમિયાન ભારતીય ક્રિકેટ ચાહકોને જાન્યુઆરીમાં વિસ્ફોટક ક્રિકેટ એક્શન જોવા મળશે. આ શ્રેણી ભારત માટે 2027 ના ODI વર્લ્ડ કપ અને 2026 ના T20 વર્લ્ડ કપની તૈયારી માટે એક સારી તક હશે. આ સિરીઝ ગુજરાતથી શરૂ થશે અને કેરળમાં સમાપ્ત થશે.

બધી મેચ ક્યારે અને ક્યાં રમાશે
આ શ્રેણીનો પહેલો વનડે 11 જાન્યુઆરીએ વડોદરામાં, બીજો વનડે 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજો વનડે 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. બધી ODI મેચો બપોરે 1:30 વાગ્યાથી રમાશે. હાલમાં, ભારતીય ODI ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તે આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે અને રમતા જોવા મળશે.
ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સિરીઝનું શેડ્યુલ:
- પહેલી T20: 21 જાન્યુઆરી - નાગપુર (મહારાષ્ટ્ર)
- બીજી T20: 23 જાન્યુઆરી - રાયપુર (છત્તીસગઢ)
- ત્રીજી T20: 25 જાન્યુઆરી - ગુવાહાટી (આસામ)
- ચોથી T20: 28 જાન્યુઆરી - વાઈઝેગ (આંધ્રપ્રદેશ)
આ પણ વાંચો: