નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ઑફ ટેસ્ટના ચોથા દિવસની મેચ ગુરુવારે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ટોસ સવારે 9 વાગ્યે થવાનો હતો, પરંતુ સતત વરસાદને કારણે રમત વિક્ષેપિત થઈ હતી અને અધિકારીઓએ સતત ચોથા દિવસે રમત રદ કરી હતી.
ચોથો દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)એ એક નિવેદનમાં કહ્યું કે, સતત વરસાદને કારણે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચનો ચોથો દિવસ રમાશે નહીં. એસીબીએ જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે 8:00 વાગ્યે રમત શરૂ કરવાનો નિર્ણય સ્ટેડિયમનું મૂલ્યાંકન કર્યા પછી લેવામાં આવશે.
Still no play possible in Noida with day four called off due to the wet outfield. Teams and officials will return tomorrow for the final time to see if any play is possible #AFGvNZ pic.twitter.com/o74nn6u6Eb
— BLACKCAPS (@BLACKCAPS) September 12, 2024
સ્ટેડિયમ પર પ્રશ્નો ઉઠ્યા :
ગ્રેટર નોઈડા સ્ટેડિયમમાં સુવિધાઓના અભાવને કારણે, 4 દિવસમાં એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો અને આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે પ્રથમ બે દિવસમાં મેચ શરૂ થઈ શકી ન હતી, જેના કારણે આયોજન માટેના સ્થળની તૈયારી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
અફઘાનિસ્તાન આ મેચનું આયોજન કરી રહ્યું છે અને તેણે કેટલાક કારણોસર આ સ્થળ પસંદ કર્યું હતું. 2017માં ICC તરફથી ટેસ્ટ સ્ટેટસ મળ્યા બાદ આ તેમની 10મી ટેસ્ટ મેચ છે. અફઘાનિસ્તાન ટેસ્ટ ફોર્મેટમાં પ્રથમ વખત ન્યુઝીલેન્ડ સામે રમી રહ્યું છે. આ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રનો ભાગ નથી.
તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક પણ બોલ ફેંક્યા વિના માત્ર 7 મેચો રદ્દ થઈ છે. છેલ્લી વખત આવું 1998માં ડ્યુનેડિનમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી મેચમાં થયું હતું. ગ્રેટર નોઈડામાં સતત વરસાદને કારણે શુક્રવારની રમત પણ રદ્દ થવાની આશંકા છે, જે ટેસ્ટ ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો: