કોવલૂન (હોંગકોંગ): 2027 AFC એશિયન કપ ક્વોલિફાયરમાં ભારતીય ફૂટબોલ ટીમનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું છે. મંગળવાર, 10 જૂનના રોજ અહીં રમાયેલી એક મહત્વપૂર્ણ મેચમાં સ્ટીફન પરેરાના ઈજાના સમયમાં ગોલને કારણે ભારતને યજમાન હોંગકોંગ સામે 0-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. નીચલા ક્રમની હોંગકોંગ ટીમ (153 ક્રમાંક) સામેની આ હાર ભારત માટે મોટો આંચકો છે.

પહેલા હાફમાં કોઈ ટીમનો ગોલ થયો નહી:
કાઈ ટાક સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ હાફ ટાઈમ સુધી ગોલ રહિત રહી, જોકે 35મી મિનિટમાં ભારતે એક સરળ ગોલ સ્વીકાર્યો કરવાનો સફળ પ્રયાસ આશિક કુરુનિયાન તરફથી ગોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્ચો પણ તે નિષ્ફળ ગયો.

બીજા હાફમાં બંને ટીમોએ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ભારતના પ્રયાસો વધુ તીવ્ર બન્યા, અંતિમ મિનિટોમાં રિપ્લેસમેન્ટ સુનિલ છેત્રી ગોલ કરવાની નજીક આવી ગયા. જોકે મેચના અંતમાં નિર્ણાયક ક્ષણ આવી જ્યારે ભારતીય ગોલકીપર વિશાલ કૈથ ક્લિયરન્સ ચૂકી ગયો.
All systems go at the Kai Tak Stadium! 🔥
— Indian Football Team (@IndianFootball) June 10, 2025
Come on, India! 🇮🇳
Watch #HKGIND in #ACQ2027 live on @FanCode 📺#BlueTigers #IndianFootball ⚽️ pic.twitter.com/5qreZ4Gn6k
90 મી મિનિટે હોંગકોંગનો ગોલ:
આ પછી, સ્ટીફન પરેરાએ 90મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને ઘરઆંગણાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. તેણે કેથની જમણી બાજુથી બોલ ગોલમાં નાખ્યો. તે જ સમયે ઈજાના સમયમાં ફાઉલ માટે કેથને યલો કાર્ડ બતાવવામાં આવ્યું.

હોંગકોંગ સામેની હાર ભારત માટે મોટો આંચકો છે, આ હારથી સાઉદી અરેબિયામાં યોજાનારા આગામી એશિયન કપમાં પહોંચવાની ભારતની શક્યતાઓને નુકસાન થયું છે. ટીમ હવે FIFA રેન્કિંગમાં 133માં સ્થાને સરકી ગઈ છે.
Full-time! A tough one to take for the #BlueTigers.#HKGIND #IndianFootball ⚽️ pic.twitter.com/OBRZKdQhta
— Indian Football Team (@IndianFootball) June 10, 2025
કારણ કે તેઓએ માર્ચમાં ઘરઆંગણે પોતાની પહેલી એશિયન કપ 2027 ક્વોલિફાઇંગ મેચમાં બાંગ્લાદેશ સામે ગોલરહિત ડ્રો રમી હતી. આ સાથે રાષ્ટ્રીય ટીમ સાથે કોચ મનોલોનું ભવિષ્ય પણ અનિશ્ચિત માનવામાં આવે છે. મનોલોએ ISL ટીમ FC ગોવાના કોચ તરીકે પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
🇭🇰 ⚽
— Aaron Busch (@tripperhead) June 10, 2025
Hong Kong, China defeat India 1-0 in front of 42,570 fans at Kai Tak Stadium on Tuesday night. pic.twitter.com/gFSfOHigAZ
આ પણ વાંચો: