જુનાગઢ: 36 મી અખિલ ભારતીય વીર સાવરકર દરીયાઇ તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને કર્ણાટકના મળીને કુલ 21 પુરુષ અને 16 મહિલા ખેલાડી મળીને કુલ 37 ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો પુરુષો માટે ચોરવાડ અને મહિલાઓ માટે આદરી થી સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. 58 વર્ષ બાદ આ સ્પર્ધાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે.
34મી અખિલ ભારતીય દરિયાઈ તરણ સ્પર્ધા:
કુલ ચાર રાજ્યોમાંથી 37 સ્પર્ધકોએ દરિયામાં એકસાથે છલાંગ લગાવી હતી. પુરુષો માટે ચોરવાડ થી વેરાવળ સુધીનો 21 નોટિકલ માઈલ નું અંતર અને મહિલાઓ માટે આદરી થી વેરાવળ સુધીનું 16 નોટિકલ માઇલનો અંતર નિર્ધારિત કરવામાં આવ્યું છે. બપોરના બે કલાકે સ્પર્ધા પૂર્ણ થયા બાદ સાંજના સમયે મહિલા અને પુરુષ કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર સ્પર્ધકોને વિજેતા જાહેર કરીને તેને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

રાષ્ટ્રીય દરિયાઈ તરણ સ્પર્ધામાં ગુજરાતમાંથી 11 પુરુષ અને 09 મહિલા મળીને કુલ 20 ખેલાડી મહારાષ્ટ્ર માંથી 07 પુરુષ અને 05 મહિલા મળીને કુલ 12 સ્પર્ધકો તેવી જ રીતે પશ્ચિમ બંગાળ માંથી 03 પુરુષ અને 01 મહિલાની સાથે કર્ણાટક માંથી એકમાત્ર મહિલા ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની દરીયાઇ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વિજેતા સ્પર્ધકને લાખોના ઇનામો:
34મી રાષ્ટ્રીય દરિયાઈ તરણ સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા 50હજાર અને હરિ ઓમ આશ્રમ દ્વારા 75 હજાર મળીને પ્રથમ ક્રમે આવનાર મહિલા અને પુરુષ સ્પર્ધકને કુલ 01લાખ 25 હજાર, બીજા ક્રમે રહેનાર મહિલા અને પુરુષ સ્પર્ધકને 35 અને 40 હજાર અને ત્રીજા ક્રમે આવનાર તરણવીરને સરકાર તરફથી 25 અને હરિ ઓમ આશ્રમ તરફથી 26 હજારનો રોકડ ઇનામ આપીને ખેલાડીઓના સાહસ અને હિંમતને બિરદાવવામાં આવશે.

58 વર્ષ બાદ આ સ્પર્ધાનું આયોજન:
34 મી રાષ્ટ્રીય દરિયાઈ તરણ સ્પર્ધામાં 4 થી 10 નંબરે આવનાર પ્રત્યેક સ્પર્ધકને હરિઓમ આશ્રમ તરફથી 9,999 રૂપિયાનુ રોકડ ઇનામ આપીને તેમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રથમ વખત રાષ્ટ્રીય તરણ સ્પર્ધા વર્ષ 1967 માં ભરૂચ થી ભાડભૂત વચ્ચેના દરિયા કિનારા પર આયોજિત કરવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક વર્ષો પછી જૂનાગઢના ચોરવાડ અને વેરાવળ ના આદરી બીચ પરથી પુરુષ અને મહિલા વિભાગની રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનો આયોજન થઈ રહ્યું છે.

સ્પર્ધાના વિજેતા:
પુરુષ ખેલાડીઓ:
- પ્રથમ ક્રમાંક: પ્રત્યય ભટ્ટાચાર્ય - પશ્ચિમ બંગાળ
- બીજો ક્રમાંક: સાગર સાહા - પશ્ચિમ બંગાળ
- ત્રીજો ક્રમાંક: ધ્રુવ ટેન્ક - ગુજરાત
મહિલા ખેલાડીઓ:
- પ્રથમ ક્રમાંક: ડીમ્પલ એમ. ગૌડા
- બીજો ક્રમાંક: તાશા મોદી
- ત્રીજો ક્રમાંક: અનુજા ઊગલે
આ પણ વાંચો: