જુનાગઢ: રવિવારથી શરૂ થયેલા ચૈત્ર મહિનો હિંદુ પંચાંગ અનુસાર શક્તિ દ્વારા નવ ગ્રહો પૈકી એક ગ્રહને વર્ષના રાજા અને એક ગ્રહને વર્ષના મંત્રી તરીકેની ફરજો આપવામાં આવે છે. ગત વર્ષે રાજા તરીકે ગુરુ અને મંત્રી તરીકે શનિએ ફરજો બજાવી હતી. રવિવારથી શરૂ થયેલા હિન્દુ નવ વર્ષમાં રાજા અને મંત્રી તરીકે બેવડી જવાબદારી ગ્રહોના રાજા સૂર્યને આપવામાં આવી છે.
રાજા અને મંત્રી તરીકે સૂર્ય બજાવશે ફરજો: હિન્દુ પંચાંગ અને કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનાને હિન્દુ ધર્મના નવા વર્ષના મહિના તરીકે ઓળખવામાં આવે છે. જગદંબા દ્વારા વર્ષના રાજા અને મંત્રી તરીકે ગ્રહ મંડળમાંથી કોઈની નિયુક્તિ કરવામાં આવે છે. ગત વર્ષના રાજા તરીકે ગુરુ અને મંત્રી તરીકે શનિએ ફરજો નિભાવી હતી. આ વર્ષ દરમિયાન આ બંને ગ્રહોની અસર નીચે વિવિધ રાશિના જાતકોને તેમની રાશિના પ્રમાણમાં પ્રાપ્ત થયું હતું. ત્યારે આ વર્ષે રવિવારથી શરૂ થયેલા નવા વર્ષમાં રાજા અને મંત્રી તરીકે બેવડી જવાબદારી સૂર્ય નિભાવશે.
પૃથ્વી મંડળ પર સૂર્યની અસર: આખું ઉપર સૂર્યને આધીન તમામ ગ્રહો કામ કરતા જોવા મળશે જેને કારણે નવ ગ્રહોની જે તે રાશિના જાતકો અને પૃથ્વી પર ફળ કથનને લઈને કેટલીક હકારાત્મક તો કેટલીક નકારાત્મક અસરો થઈ શકે છે સૂર્યને ઉર્જા અને શક્તિના પ્રતિક રૂપે પણ જોવામાં આવે છે ત્યારે વર્ષના રાજા અને મંત્રી તરીકે બેવડી જવાબદારીમાં શક્તિશાળી ગ્રહ ગણાતા સૂર્ય આખું વર્ષ નવગ્રહો અને પૃથ્વી મંડળ પર તેની અસરોનું સંચાલન કરશે

નવગ્રહ અને 27 નક્ષત્રનું ખૂબ મહત્વ: નવગ્રહ અને 27 નક્ષત્રનો સમગ્ર પૃથ્વીના વાયુમંડળમાં વિવિધ સ્તરે અસરો જોવા મળતી હોય છે. કોઈ ગ્રહની ચાલ તો કોઈ ગ્રહની દ્રષ્ટિ કોઈ ગ્રહના ભાવ પૃથ્વીના વાયુ મંડળમાં વાણી વેપાર સહિત ધર્મ સાથે જોડાયેલી અનેક બાબતો પર ગ્રહો અને નક્ષત્રો અસર કરતા હોય છે. ત્યારે વર્ષના રાજા અને મંત્રી તરીકે શક્તિશાળી ગ્રહ સૂર્ય ફરજ બજાવશે. સૂર્યને ગુરુ તેજ અને અસ્મિતાના પ્રતિક તરીકે પણ જોવામાં આવે છે. જેથી વર્ષના રાજા સૂર્ય બનતા આવનારું વર્ષ પૃથ્વી વાયુમંડળ આત્મવિશ્વાસની સાથે વિશેષ પ્રકારે બની રહેવા જઈ રહ્યું છે.

આનંદ સંવંત્સરની ઘટના અસરકારક: હિન્દુ પંચાંગ મુજબ આનંદ સંવંત્સરની ઘટના પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ સંવંત્સસર દરમિયાન ધર્મ તેના શિખર પર બિરાજતો જોવા મળી શકે છે. જેને કારણે પૃથ્વીતળ પર દિવ્ય ચેતના પ્રગટ થાય તેવી ગ્રહ મંડળની પરંપરા છે. આ સમય દરમિયાન સૂર્યની ઉપાસના કરવાથી પણ ખૂબ સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર અને અંક ખગોળીય દૃષ્ટિએ પણ વર્ષ 2025 ના વર્ષનો મૂલાંક 9 થાય છે. 9 મૂલાંક મંગળને આધીન હોય છે. જેથી સમગ્ર વર્ષ દરમિયાન મંગળ અને સૂર્યની દૃષ્ટી અને તેના પ્રભાવ નીચે રવિવારથી શરૂ થયેલું હિન્દુ નવ વર્ષ પ્રભાવિત થતું જોવા મળશે.

આ પણ વાંચો: