નવસારી: ગણદેવીના ખાપરવાડા ખાતે હનુમાન મંદિરના પ્રાણપ્રતિસ્થા મહોત્સવમાં દરેક વિધિમાં વાનરની હાજરી જોવા મળતા ભક્તોમાં કુતુહલ જોવા મળ્યું હતું. ધજા ચઢાવવાથી લઇ દરેક ધાર્મિક વિધિમાં વારનરાજે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ભક્તિના ધામમાં આવું દુર્લભ દ્રશ્ય જોવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
ગણદેવીના ખાપરવાડા ખાતે હનુમાનજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિથી ભરપૂર અને દુર્લભ દ્રશ્યો જોવા મળ્યા. મંદિરની ધજા ચઢાવવાથી લઈને દરેક ધાર્મિક વિધિમાં વાનર રાજે હાજરી આપતા ભક્તોમાં અધભુત ઉત્સાહ અને આસ્થા જોવા મળી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાનજીના જાણે સાક્ષાત દર્શન થયા હોય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. વિધિ દરમ્યાન વાનરોની આ અનોખી હાજરી ભક્તોમાં કુતુહલ અને આશ્ચર્ય પેદા કરી રહી હતી. કેટલાક ભક્તો આ દુર્લભ દ્રશ્યોને હનુમાનજીના ચમત્કારરૂપે માની રહ્યા હતા.
આ ભવ્ય પ્રસંગે ભક્તિ અને શાંતિના માહોલ સાથે આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો. હનુમાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આ ચમકદાર પ્રસંગ ગણદેવીના ધર્મપ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો. આ પ્રસંગે ઉપસ્થિત ઘણા ભક્તોનેએ જાણે તેઓને હનુમાનજીના આશીર્વાદથી ધન્ય થયા છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.
મંદિરે દર્શનાર્થે આવેલા સેજલ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે ખાતરવાળા ખાતે હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે પૂજા દરમિયાન વનરાજ પણ સમગ્ર પૂજા દરમિયાન હાજર રહ્યા હતા અને દરેક કાર્યોમાં તેમણે હાજરી આપી હતી. હનુમાનજીની આ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન વનરાજની ઉપસ્થિતિ થતા લોકોની ભીડ આ સુંદર નજારો જોવા માટે એકઠી થઈ હતી અને કુતુહલ સર્જાયું હતું.