અમદાવાદ: આજે 1 જૂન, રવિવારથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. ત્યારે આ રાશિફળમાં આપણે જાણીશું કે, કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિના જાતકોનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ...
મેષ
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપ અતિશય સંવેદનશીલતા અનુભવશો. પરિણામે કોઇક દ્વારા આપની લાગણીને ઠેસ પહોંચવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. આવી સ્થિતિમાં તમે પોતાનું વલણ નિષ્પક્ષ રાખશો અને દરેક બાબતને બીજાના દૃશ્ટિકોણથી પણ જોવાનો પ્રયાસ કરશો તો ઘણી બાબતે સ્પષ્ટતા આવશે. આજે આપને માતાને ખુશ રાખવાના વધુ પ્રયાસ કરવાની સલાહ છે. મકાનો કે જમીન અંગેના દસ્તાવેજો આજે ન કરવા. માનસિક વ્યગ્રતાને દૂર કરવા આધ્યાત્મિકતા યોગને સહારો લેવો. સ્ત્રીવર્ગ અને પાણીથી બચવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાભ્યાસ માટે સમય મધ્યમ છે. નિકટના લોકોના કાર્યમાં ઇચ્છા- અનિચ્છાએ જોડાવું પડે.
વૃષભ
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપને વધુ પડતા સંવેદનશીલ અને લાગણીભર્યા વિચારો આવે જેના કારણે આપનું મન આર્દ્ર થઇ જાય. અન્ય તરફ આપનું વલણ પણ લાગણીશીલ રહે. કામકાજમાં અને નિર્ણય લેવામાં વધુ વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવવાની સલાહ છે. આજે આપ ચિંતા છોડીને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. આપ કલ્પનાશક્તિથી સર્જનાત્મક કાર્યો કરી શકશો. પરિવારજનો કે મિત્રો સાથે મિષ્ટભોજન આરોગવા મળે. કોઇ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે. નાણાકીય બાબતો ધ્યાનમાં લઇ તે અંગે આયોજન કરી શકો.
મિથુન
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. થોડા વિલંબ પછી આપના ધારેલા કાર્યો પાર પડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આપનો માર્ગ સરળ થતો જણાય. નોકરી વ્યવસાયના સ્થળે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળતાં સુમેળભર્યું વાતાવરણ રહે. મિત્રો તેમજ શુભેચ્છકો સાથેનું મિલન આપનામાં આનંદનો સંચાર કરશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.
કર્ક
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનોના સંગાથમાં આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસથી પસાર કરશો, અને તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આપનો આનંદ દ્વિગુણિત બનશે. બહાર હરવા ફરવાનું તથા સારું ભોજન લેવાનું આયોજન થાય. શુભ સમાચાર મળે. આર્થિક લાભ મળે સાથે દાંપત્યજીવનમાં પત્ની સાથે વધુ નીકટતા અનુભવાય. શારીરિક સુખાકારી તો જળવાશે પણ માનસિક રીતે પણ આજે આપ ખૂબ તાજગી અનુભવશો.
સિંહ
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપને આજે કોર્ટ કચેરીના મામલાથી દૂર રહેવાની સલાહ છે. મનમાં ઉદ્વેગ અને ચિંતાનો અનુભવ થઈ શકે છે માટે મહત્વના કાર્યોથી દૂર રહીને આજે થોડો વિરામ લો અથવા મન પ્રફુલ્લિત રાખવા માટે મોજશોખમાં થોડુ ધ્યાન આપશો તો બહેતર છે. શારીરિક સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની સલાહ છે. આજે વાણી અને વર્તનમાં સંયમ જાળવવો જરૂરી છે. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. સ્ત્રી વર્ગથી સંભાળીને રહેવું. તમારી શક્તિ અને આવડત ખોટી જગ્યાએ વેડફાય નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ છે.
કન્યા
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપને આજે વિવિધ ક્ષેત્રોમાં યશકીર્તિ અને લાભ મળવાની સંભાવના જણાઈ રહી છે. નાણાંની ચિંતા નહીં રહે. સ્ત્રી મિત્રો આપના માટે લાભકારક નીવડે. વડીલબંધુ તેમજ મિત્રો સાથે આપનો દિવસ આનંદમાં પસાર થાય. પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. પત્ની પુત્ર સાથે ખુશ રહેશો. દાંપત્યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવો. સંતાનોના શુભ સમાચાર મળે. પ્રિયપાત્ર સાથે મિલનમુલાકાત યોજાય.
તુલા
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે આપના ઘર અને કાર્ય સ્થળે સાનુકૂળ વાતાવરણ રહેવાથી મન આનંદમાં રહે. તંદુરસ્તી જળવાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતીના યોગ છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ તરફથી આપના કામની સરાહના થાય. પરિવારમાં હર્ષોલ્લાસનો માહોલ રહે. માતા તરફથી લાભ મળે. સરકારી કાર્યોમાં આજે સફળતા મળશે.
વૃશ્ચિક
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે આપનામાં તાજગી અને સ્ફૂર્તિનું સ્થાન થાક અને આળસ લેશે, જેથી મનમાં ઉત્સાહનો અભાવ રહેશે. આવી સ્થિતિના ઉકેલ માટે તમે કામના ભારણ પ્રમાણે આરામ પર ધ્યાન આપજો અને વચ્ચે વચ્ચે મનગમતા કાર્યોમાં ભાગ લેજો. તેનાથી તમારા વિચારોમાં વૈવિધ્યતા આવશે. તેની સકારાત્મક અસર વ્યવસાયક્ષેત્રે જોવા મળે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓ સાથે આજે મહત્વની ચર્ચા ટાળવાની સલાહ છે. સંતાનો સંબંધિત કામકાજોમાં આજે તમારે વધુ ધ્યાન આપવું પડશે. મહત્વના નિર્ણયો આજે શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવા હિતાવહ છે.
ધન
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે ખાવા- પીવામાં ખાસ ધ્યાન રાખવા માટે ચેતવવામાં આવે છે. કાર્ય સફળતા પરિશ્રમ વધાર્યા પછી તમને આશાનું કિરણ દેખાય. સમયસર કામ પૂરૂં કરવા માટે પ્રયાસો અને કામકાજના કલાકો વધારવા પડશે. વધુ પડતો કાર્યબોજ લેવાની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનામાં રાખીને આરામ અને પૌષ્ટિક આહાર પર પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કામની શરૂઆત કરવામાં દરેક પાસાનો વિચાર કરીને આગળ વધવું. મન પ્રફુલ્લિત થાય તેવી કોઈ પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો.
મકર
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપનો આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ ખૂબ જ સારો નીવડશે. વેપારવૃદ્ધિના યોગ છે. આ ઉપરાંત દલાલી, વ્યાજ, કમિશન દ્વારા મળનારી આવક તમારા નાણાંભંડોળમાં વૃદ્ધિ કરશે. પ્રેમીઓ માટે આજે પ્રણય પરિચયના યોગ છે. વિજાતીય આકર્ષણ રહે. સુંદર ભોજન, વસ્ત્રપરિધાન અને વાહનસુખનો લાભ મળે. આરોગ્ય સારું રહે. નાની મુસાફરી થાય. માનમોભામાં વધારો થાય. શ્રેષ્ઠ દાંપત્યસુખ પ્રાપ્ત થાય.
કુંભ
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. કાર્ય સફળતા માટે આજે ઉત્તમ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આ કાર્ય આપને યશકિર્તી બંને અપાવે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. તન મનથી આપ તાજગી સ્ફૂર્તિ અનુભવશો. નોકરી- ધંધાના સ્થળે સહકર્મચારીઓ આપને સારો સહકાર આપશે. મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર આવે ખર્ચ વધે. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો જણાય.
મીન
આજે 1 જૂન, 2025 રવિવારના દિવસે કર્ક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજનો દિવસ વિદ્યાર્થી માટે સારો હોવાનું જણાઈ રહ્યું છે. તેમને વિદ્યાભ્યાસમાં સફળતા મળે અને કારકિર્દીની નવી તકો હાથ લાગે. આજે આપની કલ્પનાશક્તિથી સાહિત્ય લેખનમાં નવું ખેડાણ કરશો. પ્રેમીજનો એકબીજાનું સામિપ્ય માણી શકશે. આપના સ્વભાવમાં વધારે પડતી લાગણીશીલતા રહે. સ્ત્રી મિત્રોથી ખર્ચ થાય.