ETV Bharat / spiritual

આજે આ રાશિના લોકોને શેરસટ્ટામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર મીન રાશિમાં છે. જાણો કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા ! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, વાંચો રાશિફળ....

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 26, 2025 at 12:01 AM IST

4 Min Read

અમદાવાદ : આજે 26 એપ્રિલ, શનિવારના રોજ ચંદ્ર મીન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે, કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપનો સમય પસાર થાય. અનિર્ણાયકતાના કારણે યોગ્ય નિર્ણય ન લઇ શકો. આજે નાણાંની લેવડ દેવડ ટાળવાની સલાહ છે. શરીર અને મનમાં અજંપો અનુભવાશે. ધાર્મિક કાર્યો પાછળ નાણાં ખર્ચાશે. વિદેશમાં વસતા સગા સંબંધીઓના સમાચાર મેળવી શકશો.

વૃષભ: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપના કુટુંબમાં સુખશાંતિભર્યું વાતાવરણ જળવાશે. પરિવારજનો અને મિત્રો સાથે આપ મોજમસ્તી માણી શકશો. આપના વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને આપની આવક પણ વધશે. સુંદર સ્થળોએ પ્રવાસ પર જવાનું થાય તેવી પણ શક્યતા છે. મહિલાઓથી લાભ અને માનપાન મેળવી શકશો. ધંધામાં સંપર્ક વધશે અને તેનાથી લાભ થશે. સંતાનો અને પત્ની તરફથી સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. લગ્નજીવનમાં આનંદ વ્યાપશે.

મિથુન: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘર ઓફિસ તેમજ સામાજિક ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ સર્જાતા પ્રસન્‍નતા અનુભવશો. માન સન્‍માનમાં વૃદ્ધિ થાય. ઉપરી અધિકારીઓના સહકારભર્યા વલણને કારણે આપની પ્રગતિનો માર્ગ મોકળો થશે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાશે, અને ઉત્તમ સાંસારિક સુખ મેળવી શકશો. સરકારી કાર્યોમાં આવતા અવરોધો દૂર થઇ જશે અને માર્ગ આસાન બનશે.

કર્ક: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. તન મનની સુખાકારી સાથે ભાગ્‍યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્‍નતામાં વધારો કરશે. વિદેશથી શુભ સમાચાર મળે. ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો, વિદેશગમન કરવા ઇચ્‍છતા લોકોને સફળતા મળશે. આકસ્‍િમક ધનલાભની શક્યતા સાથે નોકરિયાતોને પણ લાભ થવાની સંભાવના જણાઈ રહી છે.

સિંહ: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે સૌથી મહત્વની વાત આપના આરોગ્‍યની સંભાળ લેવાની છે. કારણ કે તબિયત પાછળ ધનખર્ચ સંભવિત છે. બહારનું ખાવાનું ટાળવું. આપના મનમાં આજે નિષેધાત્‍મક વિચારોને પ્રવેશવા દેવા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી વિચારશૈલીમાં ઉદાર તેમજ સકારાત્મક રહેવું. ઇષ્‍ટદેવનું ધ્‍યાન, જપ તેમજ આધ્યાત્મિક વિચારો તમને સાચો માર્ગ દેખાડશે અને ચિંતા હળવી કરશે.

કન્યા: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે નવા કાર્યનો આરંભ ના કરવો. આરોગ્‍યની પણ કાળજી લેવી. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્‍સો વધારે રહે તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ના થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. કોઈની સાથે ઝગડો અને વિવાદ ટાળવા.

તુલા: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનું તન મનનું આરોગ્‍ય સારું રહેશે. નોકરિયાત વર્ગને લાભની શક્યતા છે. સહકાર્યકરો આપને સાથ સહકાર આપશે. ઘરમાં કુટુંબીજનો સાથે આપ સુખપૂર્વક સમય પસાર કરશો. વાણી પર સંયમ રાખવો. સામાન્‍ય ખર્ચ વધુ રહે. કાર્યમાં યશની પ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

વૃશ્ચિક: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને વાદવિવાદમાં ન પડવાની સલાહ છે. સંતાનોની બાબતોમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભયાસમાં સફળતા મળે. શેરસટ્ટામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. યાત્રા- પ્રવાસ મોકૂફ રાખવા. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સમય સારો છે. આપને ખંતપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.

ધન: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આપને શારિરીક રીતે થોડા થાકેલા રહેશો માટે જો રોજિંદા કાર્યોમાંથી વિરામ લઇને આરામ કરો અથવા પોતાના મોજશોખને લગતી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો તો પુનરુર્જિત થઈ શકશો. તેનાથી માનસિક રીતે પણ પ્રફુલ્લિતા વધશે. ઘરનું વાતાવરણ આનંદિત રાખવા માટે તમારે પ્રયાસો વધારવા પડશે. લોકોની વચ્ચે શક્ય હોય એટલી સહકારની ભાવના રાખવી જેથી તેમના તરફથી આદર અને માન મળી શકે. ઊંઘ વધુ લેવાની અને ભોજન સમયસર લેવાની સલાહ છે. મહત્વના દસ્તાવેજો કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી.

મકર: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. પરિવારમાં ભાઇબહેન તેમજ મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. તેમની સાથે આપ કોઇ પર્યટનનું પણ આયોજન કરો. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. નોકરિયાતોને સમય અનુકૂળ રહે. ગૃહસ્‍થ જીવનના પ્રશ્નો હલ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્ર સાથે પ્રણય માટે સાનુકૂળ દિવસ છે. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકો. શારીરિક આરોગ્‍ય અને મનની સ્‍વસ્‍થતા જળવાઇ રહેશે. આર્થિક લાભ થાય. નવા કાર્યોનો શુભારંભ કરી શકશો.

કુંભ: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આજે વધુ પડતા વિચારોમાં અટવાયેલા રહેવાના બદલે દરેક બાબતને વ્યવહારું અભિગમથી જોવાની સલાહ છે. આમ કરવાથી તમે કોઇ બાબતે ચોક્કસ નિર્ણય પર સરળતાથી આવી શકો છો. બિનજરૂરી ખર્ચથી સંભાળવું પડશે. આજે વાણી પર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ટાળવા માટે તમારી વાણીમાં મીઠાશ રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય થોડી મહેનત માંગી લે તેવો છે. કામમાં ઈચ્છિત સફળતા માટે પણ પરિશ્રમ વધારવો પડશે.

મીન: ચંદ્ર મીન રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે આપનું શરીર અને મન સ્‍વસ્‍થ તાજગીપૂર્ણ રહેશે. મનમાં ઉત્‍સાહ હશે તેથી નવા કાર્યનો પ્રારંભ કરવા પ્રેરાશો. પારિવારિક વાતાવરણ સુખશાંતિભર્યું રહે. મિત્રો સાથે કે કુટુંબના સભ્‍યો સાથે ભોજન અને પર્યટન પર જવાનું થાય. ધનલાભ થાય. ધાર્મિક કાર્યો કે પ્રવાસ થાય. પારિવારિક આનંદનો અનુભવ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.