અમદાવાદ: આજે 22 માર્ચ, શનિવારના રોજ ચંદ્ર ધન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે દરેક કાર્ય આપ સારી રીતે પૂરા કરી શકશો, પરંતુ આપે જે દિશા પસંદ કરી છે તે યોગ્ય ન હોય તેવી પણ શક્યતા છે. આપ કોઇ ધર્મને લગતી શુભ પ્રવૃત્તિમાં જોડાઇ શકો. કોઇ યાત્રાધામની મુલાકાત લેવાનું થાય. સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં રાખવી પડશે. આપના ઉગ્ર સ્વભાવને કારણે વ્યવસાય કે પરિવારમાં કોઇનું મન દુભાઇ શકે.
વૃષભ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપ જે કામ હાથમાં લેશો તે સમયસર પાર ન પડતા મનમાં થોડી બેચેની આવી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી કારણ કે ઘણા કામ એવા હોય છે તેમાં સફળ થવામાં થોડી વાર લાગે. આહારમાં ધ્યાન ન રાખવાને કારણે તબિયત બગડી શકે માટે સાચવજો. કોઇ નવું કામ શરૂ કરવું હોય તો આયોજન કરી શકો છો પરંતુ અમલ કરવા માટે થોડી રાહ જુઓ. પ્રવાસમાં તમારા માલ-સામાનની કાળજી લેવી પડશે. નોકરી કે વ્યવસાયમાં કામનું અતિભારણ લેવાથી થાક અનુભવશો માટે સાચવવાની સલાહ છે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને યોગને કારણે મનની શાંતિ મેળવી શકશો.
મિથુન: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આરામદાયક અને પ્રફુલ્લિતતાના કારણે દિવસની શરૂઆત સ્ફૂર્તિ સાથે કરશો. મહેમાનો અને મિત્રો સાથે પાર્ટી પિકનિક અને સહભોજનનું આયોજન થશે. નવા કપડાં, ઘરેણાં અને વાહનનો ખરીદીના યોગ છે. મનમાં આનંદ વ્યાપેલો રહેશે. વિજાતીય પાત્રો તરફ ખેંચાણ અનુભવો. જાહેર જીવનમાં આપને સન્માન મળે અને લોકપ્રિય બનો. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. દાંપત્યસુખ સારું મળે.
કર્ક: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. વર્તમાન દિવસ ખુશીઓ સફળતાનો છે. પરિવારમાં સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકર વર્ગ અને મોસાળ પક્ષથી લાભ થાય. આરોગ્ય જળવાય. આર્થિક લાભ થાય. આવશ્યક બાબતો પાછળ ખર્ચ થાય. પ્રતિસ્પર્ધીઓને મહાત કરી શકશો.
સિંહ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. વર્તમાન દિવસમાં આપ તન- મનથી સ્વસ્થ રહેશો. આપની અંદર રહેલી સર્જનાત્મકતાને નવો ઓપ આપી શકશો. સાહિત્ય લેખનમાં નવું પ્રદાન કરી શકો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સુખદ રહેશે. સંતાનોની પ્રગતિના સમાચાર મળે. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય કહી શકાય. આપના હાથે કોઇ પુણ્યકાર્ય થાય. આધ્યાત્િમક વલણ વધે.
કન્યા: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજના દિવસે આપ દરેક કાર્યમાં અવરોધો અથવા વિલંબનો અનુભવ કરશો. આરોગ્ય પણ નાજૂક રહી શકે છે. મનમાંથી ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરવો. પરિવારજનો સાથે અણબનાવ ટાળી સૌહાર્દ વધારવાનો પ્રયાસ કરવો. જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. જળાશય પાસે જવામાં આંધળુ સાહસ ના કરવું. સ્થાવર મિલકત, વાહન વગેરેના કાગળિયા પર સહી સિક્કા કરતા પહેલાં વિચારવાની જરૂર છે.
તુલા: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. નવું કામ શરૂ કરવું હોય તો દિવસ ઘણો સારો છે. આપ વધુ ભાગ્યશાળી બનો અને આર્થિક લાભ થાય તેવી પણ શક્યતા છે. કોઇ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા બહાર જવાનુ થાય. આપ કોઇ ધાર્મિક સ્થાનકની મુલાકાત લઇ શકશો. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. સહોદરો સાથેનો સંબંધ વધુ સારો બનશે. આપને શારીરિક માનસિક સ્વસ્થતા અનુભવાશે.
વૃશ્ચિક: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. પારિવારિક કલહ કલેશને અવકાશ ન મળે તેનું ધ્યાન રાખવું. કુટુંબના સભ્યો સાથે ગેરસમજ ટાળવી. મનમાં ઉદભવતા નકારાત્મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાપ્રાપ્તિમાં વિદ્યાર્થીઓને વિલંબ અને એકાગ્રતાના અભાવની સમસ્યા થઈ શકે છે. બિનજરૂરી ધનખર્ચ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું. શારીરિક તેમજ માનસિક અસ્વસ્થતા આપને બેચેન બનાવશે.
ધન: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપ નક્કી કરેલા કામમાં સફળતા તેમ જ નાણાંકીય લાભ મેળવી શકશો. આપ કુટુંબ સહિત શુભ પ્રસંગમાં હાજરી આપી શકશો. કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. આપના સ્વજનોને મળીને ખુશી અનુભવશો. લગ્નજીવનમાં વધુ સામીપ્ય અને ગાઢ સંબંધો માણી શકશો. જાહેર જીવનમાં આપના માન-પાન વધશે.
મકર: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસે સાવધાનીથી ચાલવાની સલાહ આપવામાં આવે છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો પણ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખજો કારણ કે તેમાંથી કંઈક નવું શીખવા તો મળશે જ. પરિવારમાં સૌહાર્દ જાળવવા માટે વધુ પ્રયાસ કરવા પડે. આરોગ્યમાં ચડાવઉતારની શક્યતા નકારી શકાય નહીં. અકસ્માતથી સંભાળવું. વ્યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્તક્ષેપ વધે. કોર્ટ કચેરીના કાર્યોમાં સંભાળીને પગલાં લેવા. ધાર્મિક સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું બને, તેમજ ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ પણ થાય.
કુંભ: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ નવા કાર્યો કે યોજનાની શરૂઆત કરી શકશો. નોકરી કે વ્યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. સ્ત્રી મિત્રો આપની પ્રગતિમાં નિમિત્ત બને. આર્થિક લાભની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહેશે. સુંદર સ્થળે પર્યટનનું આયોજન કરશો. સમાજમાં ખ્યાતિ વધશે. સંતાનોની પ્રગતિ થાય. પત્ની તેમજ પુત્ર તરફથી આનંદના સમાચાર મળે. અવિવાહિતો માટે લગ્નનો યોગ છે.
મીન: આજે ચંદ્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. નોકરી કે વ્યવસાયમાં સફળતા મળવાથી તેમજ ઉચ્ચ અધિકારીઓના પ્રોત્સાહક વલણથી આપ અત્યંત પ્રસન્નતા અનુભવશો. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. પિતા તેમજ વડીલ વર્ગ તરફથી લાભ મળે. આવકનું પ્રમાણ વધશે. કૌટુંબિક માહોલ આનંદમય રહે. માન સન્માન કે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થાય.