અમદાવાદ : આજે 22 એપ્રિલ, મંગળવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે આપ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. વ્યવસાય ક્ષેત્રે આપને ધન, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. નોકરીમાં બઢતી મળે, આગ, પાણી અને વાહન અકસ્માતથી સંભાળવાની ચેતવણી આપવામાં આવે છે. કાર્યબોજથી થાક અનુભવાય.
વૃષભ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. વેપારીઓ માટે આજનો દિવસ શુભ છે. તેઓ નવાં આયોજનો હાથ ધરી શકશે. ઉપરાંત વ્યવસાયમાં નાણાંકીય લાભ પણ મેળવી શકશે. વિદેશ વસતા મિત્ર કે સ્વજનના સમાચાર આપને ભાવવિભોર કરશે. લાંબા અંતરની મુસાફરીના યોગ છે. યાત્રાધામની મુલાકાત પણ સંભવિત બને. વધુ પડતા કામનો બોજ થાક અને કંટાળાનો અનુભવ કરાવશે.
મિથુન: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને બેકાબૂ ક્રોધ પર લગામ રાખવાની સલાહ છે. બદનામી અને નિષેધાત્મક વિચારોથી દૂર રહેવું આપના હિતમાં રહેશે. વધુ પડતા ખર્ચથી નાણાંભીડ અનુભવશો. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવી, દરેકને આદર કરવો અને સૌને સહકાર આપવો.. બીમાર દર્દીએ નવી સારવાર અને ઓપરેશન ન કરાવવાની સલાહ છે. ઇશ્વરની આરાધના, જાપ તેમજ આધ્યાત્મિકતા આપને શાંતિનો અનુભવ કરાવશે.
કર્ક: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજના દિવસે મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપ રચ્યાપચ્યા રહેશો. મિત્રો, પરિવાર સાથે મનોરંજનના સ્થળે કે પ્રવાસ પર્યટન પર જવાની તક મળશે. સ્વાદિષ્ટ ભોજન, નવા વસ્ત્રો, આભૂષણો વગેરેની ખરીદી થાય. વાહનસુખ પ્રાપ્ત થાય. જાહેર ક્ષેત્રમાં માન તેમજ વ્યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં લાભ મળે. વિજાતીય વ્યક્તિઓ પરત્વે આકર્ષણ થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે.
સિંહ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપનું મન હળવું રહે અને શારીરિક રીતે સ્ફૂર્તિ જળવાય તે માટે કામકાજનું અતિ ભારણ લેવાના બદલે વિરામ લેવાનું પસંદ કરજો. આમ કરવાથી તમે આપ્તજનોને વધુ સમય આપી શકશો અને સંબંધોમાં પણ મીઠાશ ભળશે. એમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ હોય રોજિંદા કામોમાં થોડો અવરોધ આવે પરંતુ થોડા પ્રયાસોથી તે ટાળી શકશો. વધારે પરિશ્રમ કર્યા બાદ અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવું નહીં.
કન્યા: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજના દિવસમાં મનમાં કોઈ સામાન્ય બાબતે ચિંતા થઈ શકે છે. નાની-નાની વાતો પર વધુ પડતા લાગણીશીલ થવું નહીં. પેટની સમસ્યાઓથી બચવા માટે ભોજન સમયસર લેવું અને અતિશય ભોજન ટાળવું. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં ઈચ્છિત સફળતા માટે મહેનત વધારવી પડશે. ઓચિંતો ધન ખર્ચ આવી પડે. બૌદ્ધિક ચર્ચાઓ અને વાટાઘાટોમાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. પ્રિયજન સાથે મેળાપ થાય. વિજાતીય આકર્ષણ અનુભવશો. શેરસટ્ટાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.
તુલા: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે વધુ પડતી સંવેદનશીલતા અને વિચારના વમળો ઉઠવાથી આપ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો તેથી ધીરજ અને શાંત ચિત્ત સાથે આગળ વધવાની સલાહ છે. માતા અને સ્ત્રીઓ સંબંધી બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. મુસાફરી આજે શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. છાતીને લગતા દર્દો હોય તેમણે કાળજી લેવી. જમીન મિલકતને લગતી બાબતોમાં સાવધાનીપૂર્વક વતર્વાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં એકાગ્રતા વધારવાની સલાહ છે.
વૃશ્ચિક: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિ માટે સારો દિવસ છે. નવા કાર્યની શરૂઆત પણ કરી શકો છો. ભાઇ ભાંડુઓનું વલણ આજે વધારે સહકારભર્યું અને પ્રેમાળ રહેશે. પ્રતિસ્પર્ધીઓને પછડાટ આપી શકશો. પ્રિયજન સાથે મિલન થતાં મન આનંદ અનુભવશે. નાની મુસાફરી થાય. આરોગ્ય જળવાઈ રહેશે.
ધન: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનું મન આજે એકસાથે ઘણા વિચારોમાં અટવાયેલું રહેશે. જેથી આપ કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવી શકો. પરિવારમાં સૌહાર્દ વાતાવરણ જાળવી રાખવા માટે વધુ પ્રયાસ કરવા પડે. નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે મહેનત વધારવી પડશે અને બીજાની મદદની પણ જરૂર પડે. મહત્વના નિર્ણયો આજે ન લેવાની સલાહ આપવામાં આવે છે. ઘર કે નોકરીમાં કાર્યબોજ વધશે.
મકર: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. ઇશ્વરના નામસ્મરણથી આપના દિવસનો શુભારંભ થશે. ધાર્મિક કાર્યો અને પૂજા પાઠ થાય. ગૃહસ્થજીવનમાં આનંદમય વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર પડે. મિત્રો, સગાસંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળે. શારીરિક માનસિક રીતે પ્રફુલ્લિત રહો. નોકરી વ્યવસાયમાં પણ અનુકૂળ પરિસ્થિતિ રહેશે. દાંપત્યજીવનમાં પરમસુખનો અનુભવ કરશો. પડવા વાગવાથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
કુંભ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે કોઇના જામીન ન થવાની તેમજ કોઇ સાથે આર્થિક લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. શરીર અને મનની સ્વસ્થતા નહીં જળવાય. સ્વજનો સાથે મતભેદ ઉભા થાય. કોઇનું હિત કરવા જતાં આફતમાં મુકાઇ જાઓ તેવું બને. ગુસ્સાને કાબૂમાં રાખવો.
મીન: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. સામાજિક કાર્યોમાં કે પ્રસંગમાં ભાગ લેવાના સંજોગો સર્જાય. મિત્રો- સ્નેહીજનો સાથેની મુલાકાત મનને આનંદિત કરશે. સુંદર સ્થળે પર્યટનનું આયોજન થાય. શુભ સમાચાર મળે. પત્ની અને સંતાનો થકી લાભની પ્રાપ્તિ થાય. આકસ્મિક ધન પ્રાપ્તિની શક્યતા છે. વસ્તુઓ ખરીદવા માટે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે.