ETV Bharat / spiritual

આજે આ રાશિના લોકોમાં ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેશે તો કોઈની સાથે તણાવ થઈ શકે છે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર મેષ રાશિમાં છે. જાણો કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા ! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, વાંચો રાશિફળ....

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 21, 2025 at 5:01 AM IST

4 Min Read

અમદાવાદ : આજે 21 જૂન, શનિવારના રોજ ચંદ્ર મેષ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે, કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આપના દરેક કાર્યમાં આજે ઉત્‍સાહ અને ઉમંગ છલકાતો લાગે. તન મનમાં સ્‍ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્‍નેહીજનો સાથે આનંદમાં સમય પસાર થાય. માતા તરફથી લાભ થાય. મુસાફરીના યોગ છે. ધન લાભ, ઉત્તમ ભોજન અને ભેટ ઉપહારો મળતાં આપના આનંદમાં ઉમેરો થશે.

વૃષભ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે ક્રોધ અથવા કોઈનાથી અણગમાની લાગણી આપના મન પર છવાયેલી રહેશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય વધુ સંભાળવું પડે. ઘર પરિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. આપની ઉગ્ર વાણી કોઇના માટે મનદુ:ખ અને ઝઘડાનું કારણ ના બને તે સંભાળવું. મહેનતનું ફળ અપેક્ષા કરતા ઓછુ મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી અને ગેરસમજ ટાળવાની સલાહ છે.

મિથુન: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. વ્‍યાપાર કરનારા લોકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. તેમના વેપાર અને આવકમાં વૃદ્ધિ થાય. મિત્રો તરફથી લાભ થાય અને તેમની મુલાકાત આનંદદાયક હોય. પરિવારમાં પત્‍ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળે. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપને લાભ થાય. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્‍ત્રીમિત્રો તરફથી ફાયદો થાય. આજે લગ્‍નસુખ સારું મળે.

કર્ક: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપનાથી ખુશ થઇને આપનો ઉત્સાહ વધારશે, આપની પદોન્નતિ કે પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. આપના પરિવારજનો તેમ જ માતા સાથેના સંબંધો વધુ ગાઢ બને. આપના માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી આનંદ થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કામકાજ પણ સારી રીતે પાર પડશે તેમ જણાઈ રહ્યું છે.

સિંહ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં હાજરી આપશો. આપનું વલણ ન્‍યાય પ્રિય રહે. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય. સ્‍વાસ્‍થ્‍ય સાધારણ નરમગરમ રહે. પેટના દર્દો હેરાન કરે. પરદેશ વસતા સ્‍વજનોના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં સૌમ્ય રહેવું. નોકરી ધંધામાં તકલીફ હોય તો ધીરજ અને શાંતિ સાથે ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. સંતાનોની ચિંતા રહે. શરીરમાં આળસ, થાક અને કંટાળો ટાળવા માટે મન ગમતી પ્રવૃત્તિઓમાં રસ લઈ શકો છો.

કન્યા: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે નવા કાર્યની શરૂઆત કરવામાં અવરોધોના એંધાણ છે. બહારનું ખાવાપીવાથી આરોગ્‍ય બગડવાની સંભાવના જોતા અત્યારે સ્વાદના ચટાકા લેવા પર અંકુશ રાખવો. ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહેશે તો કોઈની સાથે તણાવ થઈ શકે છે. પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ટાળવા આદર અને સહકારની ભાવના વધારજો. પાણીથી સંભાળવું. અગત્‍યના નિર્ણયો કે જોખમો ટાળવા. વિલ વારસાને લગતી સમસ્‍યાઓ ઉદભવે. હિતશત્રુઓથી સંભાળવું. ગૂઢ રહસ્‍યમય બાબતમાં વધુ રસ પડે છે.

તુલા: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો હશે. જેથી સમગ્ર દિવસ દરમ્‍યાન મનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતા કાર્યોમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્‍ત કરશો. ખાસ કરીને વિજાતીય પાત્રો આજે આપના જીવનમાં છવાયેલા રહેશે. મોજ મજા પાછળ ખર્ચ થાય. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી થાય તેમ જ તે પહેરવાનો અવસર સાંપડે. તન મનની તંદુરસ્‍તી જળાઇ રહે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. પ્રણયપ્રસંગ માટે દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે.

વૃશ્ચિક: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. પારિવારિક શાંતિનો માહોલ આપના તન અને મનને સ્‍વસ્‍થ રાખશે. ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્‍ફળ જાય. મોસાળપક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિઓના આરોગ્‍યમાં સુધારો થતો જણાય.

ધન: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે કાર્ય સફળતા ન મળે તો પણ નિરાશ ન થવાની આપને સલાહ છે. આજે આપે ક્રોધની લાગણી પર કાબુ રાખવો પડશે. સંતાનોના વિવિધ પ્રશ્નોમાં તમારી વ્યસ્તતા ઘણી વધારે રહેશે. આજે શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં, પ્રણય મોરચે વાત કરીએ તો, પ્રિયપાત્ર સાથેની રોમાંચક મુલાકાત થાય. પ્રણય પ્રસંગો સર્જાવાની શક્યતા છે.

મકર: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ આપના માટે તદ્દન સારો નથી અને સાવ ખરાબ પણ નથી. જો આપ થાક, ચિંતા અને વ્‍યગ્રતા અનુભવો તો મેડિટેશન અને મોજશોખની પ્રવૃત્તિ દ્વારા તમારું મન બીજી દિશામાં વાળી શકો છો. પરિવારમાં તણાવ ટાળવા માટે સમાધાનકારી નીતિ વધારવી પડશે. શરીરમાં સ્‍ફૂર્તિ અને તાજગી વધારવા માટે તમારે પૌષ્ટિક આહાર અને પૂરતા આરામ પર ધ્યાન આપવું પડશે. જાહેરજીવનમાં તમારે સંબંધો સાચવવા માટે થોડી સમાધાનકારી નીતિ પણ રાખવી પડશે.

કુંભ: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપનો ઉત્‍સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય પસાર થાય. નાનકડો પ્રવાસ થાય. મિત્રો- સ્‍વજનો સાથેની મુલાકાત આપના ચિત્તને પ્રસન્‍ન કરશે, કાર્યક્ષેત્રમાં નવી પ્રણાલિઓ દ્વારા અસરકારક પરિણામ મેળવી શકો.

મીન: આજે મેષ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપ આજે જો જીભ પર સંયમ રાખજો જેથી ગમે તેવી વિપરિત સ્થિતિમાં પણ કોઇ સાથે ઝગડો- તકરાર થવાની સંભાવના ટાળી શકો. ખર્ચ પર કાબૂ રાખવો પડશે. નાણાંકીય બાબત કે લેવડદેવડ સંભાળપૂર્વક હાથ ધરવી. શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍યમાં થોડી અસ્‍વસ્‍થતા રહે. કુટુંબના સભ્‍યો સાથે મનદુ:ખ થવાના પ્રસંગ ઉભા થાય. ખાનપાન પર સંયમ રાખવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.