અમદાવાદ : આજે 19 એપ્રિલ, શનિવારના રોજ ચંદ્ર ધન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. જો આપ શાંત સ્વભાવ નહીં રાખો તો તેના કારણે કોઇની સાથે મનદુઃખ થવાની શક્યતા છે માટે વાણી મૃદુ રાખવી અને સ્વભાવમાં બીજા માટે આદરભાવ રાખવો. આપ શારીરિક થાક અનુભવો તો કામનું ભારણ લેવાના બદલે વિરામ લઈ લેવો. આર્થિક બાબતે અતિ લાલચ ટાળવી. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકશો. આપ કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. નોકરીમાં તેમ જ કુટુંબમાં લોકો સાથે સૌહાર્દપૂર્ણ માહોલ બનાવવાનો પ્રયાસ કરવો.
વૃષભ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આપની તબિયત ખરાબ હોવાને કારણે કામમાં મન ઓછુ લાગશે. સફળતા માટે પ્રયાસો વધારવા પડશે. મનમાંથી નિરાશાના વાદળો દૂર કરવાની સલાહ છે. કામનો બોજ તમારા ગજા બહારનો ના રહે તેનું ધ્યાન રાખવું. માનસિક તાણ લેવાના બદલે મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ રસ લેવાની સલાહ છે. પ્રવાસ શક્ય હોય તો ટાળવો. નવું કામ શરૂ કરવામાં અતિ ઉતાવળ રાખવી નહીં. ખાવા-પીવામાં સાચવવું પડે. માનસિક શાંતિ મેળવવા આપ યોગ અને ધ્યાનનો આશરો લઈ શકો.
મિથુન: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. શારીરિક માનસિક તાજગી અને પ્રફુલ્લતાનો અનુભવ થશે. કુટુંબીજનો તેમજ મિત્રો સાથે પ્રવાસ પાર્ટીનું આયોજન થાય. મનોરંજન માટેની તમામ સામગ્રી આજે આપને ઉપલબ્ઘ થશે. સુંદર વસ્ત્ર પરિધાન, ઉત્તમ ભોજન અને વાહન સુખ પ્રાપ્ત થાય. દાંપત્યજીવનમાં રોમાંચક નિકટતા મહેસૂસ કરશો. વિજાતીય પાત્રો તરફ વધુ આકર્ષણ અનુભવાશે.
કર્ક: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન દિવસે આપને ખુશી અને સફળતા મળશે. પરિવારના સભ્યો સાથે ઘરમાં સુખશાંતિથી દિવસ પસાર થાય. નોકરિયાત વર્ગને લાભ થાય. પ્રતિસ્પર્ધીઓને મ્હાત કરી શકો. કાર્યમાં યશ મળશે. સ્ત્રી મિત્રો સાથેની મુલાકાત આનંદ આપશે. હાથ નીચેના માણસો અને સહકર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકશો. આરોગ્ય જળવાશે.
સિંહ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. લેખન, સાહિત્યના ક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની આપને પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકશે. પ્રણયમાં સફળતા અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપનું મન હર્ષિત કરશે. સ્ત્રી મિત્રોનો સાથ સહકાર વધારે મળશે. શરીર સ્વાસ્થ્ય જળવાશે. આપ ધાર્મિક કે પરોપકારનું કાર્ય કરી ધન્યતા અનુભવશો.
કન્યા: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ થોડી પ્રતિકૂળતાઓ માટે તૈયાર રહેવું પડશે. આરોગ્ય નરમ હશે અને મન પણ ચિંતાઓથી ઘેરાયેલું રહેશે પરંતુ જો વૈચારિક સકારાત્મકતા રાખશો તો આવી કોઈપણ સ્થિતિથી બચી શકો છો. માતા સાથેના સંબંધોમાં સૌમ્ય રહેવાની સલાહ છે. સ્વજનો સાથે ઉગ્ર વાદવિવાદમાં પડવાના બદલે સહકારની ભાવના રાખવી. સ્વમાનભંગ તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. મકાન વાહન વગેરેની લે- વેંચ કે દસ્તાવેજો માટે અનુકૂળ સમય નથી. પાણીથી ભય રહે.
તુલા: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. વર્તમાન સમય ભાગ્યવૃદ્ધિનો હોવાથી નવા સાહસો અને કાર્યો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. યોગ્ય જગ્યાએ મૂડી રોકાણ આપને ફાયદાકારક રહેશે. પરિવારમાં ભાઇભાંડુઓ સાથે આત્મીયતા અને સુમેળ રહેશે. નાનકડા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. વિદેશથી સારા સમાચાર મળશે.
વૃશ્ચિક: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. પરિવારમાં સુખશાંતિ જળવાશે. સગાં- સ્નેહીઓ અને મિત્રોનું આગમન થાય. મિષ્ટાન્ન ભોજન મળે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અલંકારો, સુગંધિત પદાર્થોની ખરીદી થાય. આપની વાણીના પ્રભાવથી અન્ય લોકોને મોહિત કરી શકો. ધન લાભ થાય. કૌટુંબિક પ્રશ્નોનો સુખદ ઉકેલ આવે. વિદ્યાર્થીઓ માટે સફળતા નિશ્ચિત બને.
ધન: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. લગ્નયોગ અને સંતાનોના સુખ અને આરોગ્યની વૃદ્ધિ તેમજ અભ્યાસમાં સફળતા માટે શ્રેષ્ઠ સમય છે. વિદેશ વેપારથી લાભ થાય. આપના હાથે ધાર્મિક, માંગલિક, કાર્યો થાય. સ્નેહીજનો અને મિત્રોનું મિલન આનંદિત કરશે. આર્થિક લાભ થાય. જીવનસાથી તરફથી સુખ અને આનંદ મળે. સમાજમાં મન પ્રતિષ્ઠા વધે. સુરૂચિપૂર્ણ ભોજન મળે. આરોગ્ય જળવાય.
મકર: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં વધારે વ્યસ્ત હશો અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ પણ કરશો. આજે કોર્ટ કચેરીના કામકાજ ઉભા થાય. વ્યાવસાયિક કાર્યોમાં સરકારી અવરોધો આવી શકે છે માટે દસ્તાવેજી કાર્યોમાં પારદર્શકતા વધારવી પડશે. સગાંસંબંધી સાથે તણાવ ટાળવો. શારીરિક અને માનસિક આરોગ્ય વધુ સાચવવું પડશે. ઓપરેશન, અકસ્માતથી સંભાળવું. પરિશ્રમ બાદ અપેક્ષા કરતા ઓછુ ફળ મળે તો નિરાશ ના થવું.
કુંભ: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજનો દિવસ આપના માટે સમગ્રતયા લાભનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી વ્યવાસયના ક્ષેત્રે આપને લાભ થાય. મિત્રો સાથેની મુલાકાત આનંદ આપે. તેમની સાથે પ્રવાસ પર્યટને જવાનું થાય. નવા કાર્યની શરૂઆત આપના માટે લાભદાયી નીવડશે. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્ન ગોઠવાય. સ્ત્રી મિત્રોથી ફાયદો થાય. દાંપત્યસુખ સારું રહે.
મીન: ચંદ્ર ધન રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આજે આપને માટે લાભદાયી દિવસ છે. આપની કાર્યસફળતાને ધ્યાનમાં લેતા ઉપરી અધિકારીઓની આપના પર રહેમનજર રહે. આપના કારણે નોકરીમાં બઢતી થવાના યોગ છે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ થાય. પિતા તરફથી લાભ મળે. પરિવારજનોમાં ખુશાલીનું વાતાવરણ રહે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય. સાંસારિક જીવનમાં આનંદ વ્યાપે.